SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનંદન આજથી પચીસેક વર્ષ પહેલાં આ ગ્રંથનું વાંચન કર્યું ત્યારે આ ગ્રંથનો હિન્દી અનુવાદ અમારી પાસે હતો. શ્રી શોભાચંદ્ર ભારિલ્લ કૃત અનુવાદ ઇ.સં. ૧૯૭૦માં પાથર્ટી બોર્ડીંગ અહમદપુરથી પ્રસિદ્ધ થયેલ.) આ અનુવાદ જોઈને મને પણ આનો ગુજરાતી અનુવાદ કરવાની ભાવના થઈ આવી અને મેં મારા ક્ષયોપશમ મુજબ ગુજરાતી અનુવાદ કર્યો પણ હતો. પણ એ માત્ર શબ્દાનુવાદ જેવો હતો. આજે આ ભાવાનુવાદ પ્રગટ થતાં ગુજરાતી ભાષામાં આ ગ્રંથ પ્રથમવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. અનુવાદક મુનિશ્રીને અનેકશઃ અભિનંદન ! પ્રસ્તુત ગુજરાતી અનુવાદનું મુનિશ્રી રાજહંસવિજયજી અને નારાયણ કંસારા પી.એસ.ડી.એ તલસ્પર્શી નિરીક્ષણ કર્યુ છે. અને આની સાથે સંકલિત અભિનવ સૂત્ર અને ટીકાના ઉમેરાને મુનિશ્રી ઉદયવલ્લભવિજયજી, મુનિશ્રી યશો વિજયજી વગેરેએ તપાસ્યો છે. આ વિદ્વાનો દર્શન અને ન્યાય શાસ્ત્રના નિષ્ણાત છે અને ઘણાં ગ્રંથોના સુંદર અનુવાદો તેઓએ કરેલા છે. માટે આ બાબતમાં કંઈ લખવાની જરૂર જણાતી નથી. ગ્રંથ અને ગ્રંથકાર ગ્રંથ અને ગ્રંથકાર વિષે પણ પં. સુખલાલજી આદિએ, પ્રો. રસીકલાલ પરિખ આદિએ જે લખ્યું છે તે પ્રસ્તુતગ્રંથમાં અન્યત્ર પ્રકાશિત થયું છે. સરસ્વતી પુસ્તક ; ભંડાર તરફથી પ્રગટ થયેલા પુનર્મુદ્રણના પ્રારંભમાં પં. સુખલાલજીના સંસ્કરણ વિષે ડૉ. કે.આર. ચંદ્રા લખે છે કે - "यह प्रमाणमीमांसा भी. हिन्दी टिप्पणों के साथ जो प्रकाशित हुई वह भी एक नई दिशा दरसाने वाला ग्रन्थ થા । किन्तु उसमें जो एक कमी थी वह यह कि जैन दर्शन का आगमगत रूप विस्तारसे प्रदर्शित नहीं हुआ था । उस कमी की पूर्ति करने का प्रयास मैंने 'न्यायावतार वार्तिक वृत्ति' की प्रस्तावना लिखकर किया था। वह प्रस्तावना “આમયુગ ા જૈન-ર્શન' નામ સે પ્રાશિત ર્ફ હૈ ।' શ્રી મધુસૂદન મોદીએ ‘હેમસમીક્ષા’માં પ્રમાણ મીમાંસાનો પરિચય આપ્યો છે. તેઓ લખે છે કે - . “કેટલેક સ્થળે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘વાદાનુશાસન' નામે ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ એ ‘વાદાનુશાસન’ એ આ ‘પ્રમાણમીમાંસા’ ને અન્ય જનોએ આપેલું અપરનામ હોય એ અસંભવિત નથી. ‘પ્રમાણમીમાંસા’ સૂત્ર શૈલીનો ગ્રંથ છે. અને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રોની યોજના અનુસાર ગ્રંથને તેમણે પાંચ અધ્યાયમાં વિભક્ત કર્યો છે, અને પ્રત્યેક અધ્યાયને તેમણે ગૌતમની માફક જ બે આત્મિકોમાં વહેંચી દીધો છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy