SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસાની ચર્ચા એકાદ સ્થાન સિવાય બહુ સૌમ્ય રીતે આચાર્યશ્રીએ કરેલી છે. પ્રમાણમીમાંસામાં આચાર્યશ્રીએ કરાવેલા તત્ત્વદર્શનને તેમણે અનેક સ્થળે, તેમની મહાવીરસ્તુતિ દ્વિત્રિશિકાઓમાં, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનાં અનેક સ્થાનોમાં, તથા વીતરાગ સ્તુતિમાં નિરૂપણ કરેલ છે. શ્રી હેમચન્દ્રાચાર્ય અનેક વિદ્યાઓના વારિનિધિ હતા, અને તેમની દષ્ટિ બહુ જ સૂક્ષ્મ અને વેધક હતી. પ્રમાણ મીમાંસામાં જયાં જયાં તેમણે પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારો વધારો કરેલો છે. ત્યાં એમની વેધકદષ્ટિનો અભ્યાસકને સાશ્ચર્ય પરિચય થાય છે. જ્યાં એમને પુરોગામી આચાર્યો સાથે સંમતિ છે, ત્યાં પુરોગામી આચાર્યોના વચનોમાં બહુ ફેરફાર કરી નાખવાની તેમની લેખનપ્રણાલી નથી. પ્રમાણમીમાંસાનો ગ્રંથ સરળ, સીધી અને સચોટ શૈલિમાં લખવામાં આવ્યો છે. અને અનુશાસન તરીકે બીજાં અનુશાસનની હરોળમાં તેનું સ્થાન એટલું જ સુનિશ્ચિત છે. “(પૃ. ૨૦૧ થી ૨૧૭) શ્રીતિલોકરન સ્થા. જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ પાથર્ડ અહમદનગર થી હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત પ્રમાણમીમાંસાના પ્રાસ્તાવિકમાં પં. શ્રી દલસુખમાલવણિયા લખે છે કે - प्रारंभ के देढ अध्याय जितना हि अंश मिलता है। किंतु जितना अंश मिलता है वह भी जैनदर्शन की | प्रमाणमीमांसा को संक्षेप में जानने का अच्छा साधन है इसमें संदेह नहीं । प्रमाणमीमांसा कई युनवर्सिटियों में और जैन धार्मिक परीक्षा बोर्ड में पाठ्य ग्रन्थ रूप से स्वीकृत है।" અનુવાદકશ્રીએ આ પૂર્વે પણ પણ કેટલાક ગ્રંથોના અનુવાદ ટીકા વગેરે કર્યા છે. એમની શ્રુતપાસના સતત ચાલતી હોય છે. બન્ને ગુરુભાઈઓ (મુનિશ્રી રત્નત્રય વિ.મ. અને મુનિશ્રી રત્નજ્યોત વિજયમ.) જ્યાં જયાં જ્ઞાનભંડાર અવ્યવસ્થિત હોય તેને વ્યવસ્થિત કરવાનું પણ ચૂકતા નથી. શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના આ રીતે બીજા પણ ગ્રંથરત્નોને પ્રકાશમાં લાવવાનું કાર્ય કરે એજ અભિલાષા...... આ ગ્રંથનું અધ્યયન અધ્યાપન કરી સહુ જિનેશ્વર ભગવંતોએ પ્રબોધેલા તત્ત્વનું સમ્યગું દર્શન કરવા સમર્થ બને એજ મંગળ કામના..... જૈન ઉપાશ્રય આ. ભશ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વાંકડિયા વડગામ પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.સા.ના વિનેય સ્ટે. રાનીવાડા આ. વિજય મુનિચન્દ્રસૂરિ પ્ર.આસુ. ૧૫ વિ.સં. ૨૦૧૭
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy