SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસાઁ /૧/૧/૨૧ अभेदैकान्ते हि स्पर्शनेन स्पर्शस्येव रसादेरपि ग्रहणप्रसङ्गः । तथा चेन्द्रियान्तरकल्पना वैयर्थ्यम्, कस्यचित् साकल्ये वैकल्ये वान्येषां साकल्यवैकल्यप्रसङ्गश्च । भेदैकान्तेऽपि तेषामेकत्र 'सकल ( सङ्कलन ) ज्ञानजनकत्वाभावप्रसङ्गः सन्तानान्तरेन्द्रियवत् । ૭૧ જો એકાન્ત અભેદ માનવામાં આવે તો સ્પર્શેન્દ્રિયથી સ્પર્શની જેમ રસ વગેરેને પણ જાણવાનો પ્રસંગ આવશે. અને જો સ્પર્શેન્દ્રિયથી ૨સાદિનું ગ્રહણ થવા માંડે, તો પછી શેષ ઇંદ્રિયોની કલ્પના નકામી નીવડી જાય. વળી એક ઇંદ્રિય-આંખ સારી હોય તેના આધારે શેષ ઇંદ્રિય પણ સારી બની જશે. અને એકાદ-કાનવિ.માં ખામી આવતા શેષ ઇંદ્રિયમાં ખામી આવી જશે, કારણ બધી ઇંદ્રિયો અભિન્ન માની છે. [જ્યારે બહેરો માણસ પણ દૂરનું જોવામાંતો તગડો મળે છે. માટે તત્ તત્ ઈંદ્રિયાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત વિષયગ્રાહક શક્તિ સ્વરૂપ (૫) પર્યાયો, અંગોપાંગ જન્ચ દ્રવ્ય-ઈંદ્રિયના આકાર સ્વરૂપ (૫) પર્યાયો પરસ્પર કથંચિત ભિન્ન માનવા જ યુક્તિ યુક્ત છે. જેમ એકાન્ત અભેદ માનવામાં દોષ આવે, તેમ ભેદ માનવામાં પણ, માટે પરસ્પર ઈંદ્રિયમાં, તેમજ આત્મા અને ઈંદ્રિયમાં પણ એકાન્ત ભેદ નથી. એકાન્ત ભેદ માનવો પણ યુક્ત નથી. કારણ કે સર્વથા ભેદ માનવામાં તેઓનું ઇન્દ્રિય સંબંધી એકત્ર સંકલનાત્મક જ્ઞાન ઉત્પન્ન નહીં થાય. કારણ કે સર્વથા ભેદ માનતા તેઓ એક આત્મદ્રવ્યમાં રહી શકશે નહીં, તેનું કારણ એ છે કે જે કોઇ ભાવેન્દ્રિય આત્મામાં રહેલ છે, તે આત્માથી અભિન્ન માનેલી છે, કા. કે. ભાતેંદ્રિય મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમ રૂપ છે અને ક્ષયોપશમ આત્મગુણ હોવાથી આત્માથી ભિન્ન ના સંભવે. માટે હવે બીજી ભાતેંદ્રિય એમાં રહેશે તેનો પણ આત્મા સાથે અભેદ હોય છે, તેથી અન્ય ભાવેન્દ્રિય સાથે પણ તેનો અભેદ માનવો જ પડે, કારણ કે તદભિન્નથી જે અભિન્ન હોય છે તે તી પણ અભિન્ન હોય છે, જેમ તેની બહેનની જે બહેન હોય છે તે તેની પણ બહેન હોય છે. અહીં ઈંદ્રિયથી અભિન્ન આત્મા છે, તે આત્માથી અભિન્ન અન્ય ઈંદ્રિયો છે, તો બધી (પૂર્વકથિત) અને ઉત્તરકથિત બધી ઈંદ્રિયોમાં અભેદ આવી જ જાય છે.] તમે સર્વથા ભેદ માનશો તો આવો એકાત્માધિકરણ સ્વરૂપ અને પરસ્પર અભેદ પણ ઘટાવી જ ન શકાય, અને આ અભેદથી બચવા -છટકવા તમારે એક જ આત્મામાં બધી ઇંદ્રિયો રાખી શકાશે નહીં કા.કે. એક આત્મામાં રહી જાય તો પછી તેમાં અભેદ આવી જ જાય. એમ થવાથી બધી ઇંદ્રિયોના અધિકરણ ભિન્ન થવાથી ઇંદ્રિયના જ્ઞાનનું સંકલન થઇ શકે નહીં. માટે જેમ આત્મા અને ઇંદ્રિયો વચ્ચે એકાંત ભેદ નથી, તેમ પરસ્પર ઇંદ્રિયોમાં પણ એકાન્ત ભેદ નથી. १ “तेषामेकत्वसङ्कलनज्ञानजनकत्वाभावप्रसङ्गात्" -तत्त्वार्थश्लोकवा० पृ० ३२७ ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy