SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ /૧/૧/૨૧ પ્રમાણમીમાંસા स्पर्शन-रसन-घ्राण-चढूंषि भ्रमर-वटर सारङ्ग मक्षिका-पुत्तिका'-दंश-मशक-वृश्चिक-नन्द्यावर्त-कीटकपतङ्गादीनाम् । सह श्रोत्रेण तानि मत्स्य-उरग-भुजग-पक्षि-चतुष्पदानां तिर्यग्योनिजानां सर्वेषां च नारकमनुष्यदेवानामिति । ६ ७९. ननु वचनादानविहरणोत्सर्गानन्दहेत'वो वाक्पाणिपादपायूपस्थलक्षणान्यपीन्द्रियाणीति साङ्ख्यास्तत्कथं पञ्चैवेन्द्रियाणि ?, न, ज्ञानविशेषहेतू नामेवेहेन्द्रियत्वेनाधिकृतत्वात्, चेष्टाविशेषनिमितत्वेनेन्द्रियत्वकल्पनायामिन्द्रियानन्त्यप्रसङ्गः चेष्टाविशेषाणामनन्त्वात्, तस्माद्व्यक्तिनिर्देशात पञ्चैवेन्द्रियाणि । ६८०. तेषां च परस्परं स्यादभेदो द्रव्यार्थादेशात्, स्याद्भेदः पर्यायार्थादेशात्, કીડા મામણમુંડા વગેરે જીવોને હોય છે. ચાર ઈદ્રિયો – ભ્રમર વટર -કરોળિયો, તીડ, મધમાખી, તમરું-પુત્તિકા, ડાંસ-મચ્છર, લીલી-કાળી માંખ, જંગલી માંખ, બગતરા, પતંગિયું. વગેરેને હોય છે. પાંચ ઇન્દ્રિયો માછલા, સાપ, નોળિયા પશુ પંખી વગેરેને હોય છે. અને નારક, મનુષ્ય, દેવો આ બધાને પાંચ ઈન્દ્રિયો હોય છે. ૭૯. શંકાકાર” બોલવું, ગ્રહણ કરવું. ચાલવું, નિહાર કરવો અને વિષય આનંદના કારણભૂત ક્રમશઃ વાકુ-જીભ, હાથ, પગ, પાયુ-ગુદા, ઉપસ્થ-લિંગ નામની પાંચ ઇન્દ્રિયો છે. અને સાંખ્યો માને પણ છે, તો પછી તમે કેમ કહો છે કે પાંચ જ ઇન્દ્રિયો છે? સમાધાન આવુ ન કહેવુ, જે કોઈ વિશિષ્ટ જ્ઞાનનું કારણ હોય તેને જ અહીં ઈન્દ્રિય તરીકે માનવામાં આવી છે. જો ચેષ્ટા વિશેષના નિમિત્ત માત્રથી ઈદ્રિયોની કલ્પના કરવામાં આવે તો અનંતી ઈદ્રિયો માનવાનો પ્રસંગ આવશે. કારણ આવી ચેષ્ટાઓ તો અનંતી છે. તેથી વ્યક્તિરૂપે નિર્દેશ કરતા પાંચ જ ઈદ્રિયો છે, એટલે કે વ્યક્તિદીઠ પાંચ છે, નહીંતર અનંત પ્રાણિઓ હોવાથી તેમની સંખ્યા અનંતી થાય છે. ઇંદ્રિયનો પરસ્પર અને આત્મા સાથે ભેદભેદ • ૮૦. પાંચે ઈદ્રિયોમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ છે. કારણ કે એક જ આત્મદ્રવ્યના મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી એક જ આત્માને જ્ઞાન કરાવે છે. એમ એક આત્મદ્રવ્યને આશ્રિત હોવાની અપેક્ષાએ અભિન્ન છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ પણ છે. - - ૧ વન-૦ ૨ પુસ્તિકા છેપુતિ-૫૦ રૂ નિ વાર્થ-જે ૪-૦ ના૦િ -તા૦ -૦થ-વેલા ૧ દ્રવ્યાર્થિક નય... એટલે જે પોતાનો અભિપ્રાય દ્રવ્યને પ્રધાન બનાવીને કહે. જેમ પ્લાસ્ટિકની ખુસ હોય, ટેબલ હોય, સુપડી હોય, ગ્લાસ, પેન હોય બધાને પોતે પ્લાસ્ટિક રૂપે ઓળખાવશે. એટલે બોલશેકે આ બધુ પ્લાસ્ટિક છે માટે વપરાય નહીં, પ્લાસ્ટિકનો નિષેધ કરનાર આ નયનો ઉપયોગ કરી બધી પ્લાસ્ટિકની વસ્તુનો નિષેધ કરશે. જ્યારે પર્યાયાર્થિકનયJપોતાનો અભિપ્રાય પર્યાયને મુખ્ય બનાવીને કહે છે, એટલે ઉપરોક્ત બધી વસ્તુને અલગ અલગ કહેશે. એટલે કે અરે ભાઇ! આ તો ટેબલ છે, આ તો પાટલો છે આ નયનો ઉપયોગ તે વસ્તુનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે થાય છે, એટલે કે આપણે બેસવાનું હોય ત્યારે ખુર્રા ઉપયોગમાં આવે, ત્યારે બધુ જ પ્લાસ્ટિક છે એમ માની કંઇ વાટકો કે સુપડી લાવે તો ન કામ આવે, ત્યાં પર્યાયાર્થિક નય લગાડીને કામ લેવું પડે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy