SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ /૧/૧/૧૭ પ્રમાણમીમાંસા હુ ૬૦. થ = પ્રવર્તમાન પ્રત્યક્ષ તનાથ જિતુ તિવર્તમાનમ્ ત, ત(િદ્ધિ) નિયલેશकालविषयत्वेन बाधकं तहि सम्प्रतिपद्यामहे । अथ सकलदेशकालविषयत्वेन, तर्हि न तत् सकलदेशकालपुरुषपरिषत्साक्षात्कारमन्तरेण सम्भवतीति सिद्धं नः समीहितम् । न च जैमिनिरन्यो वा सकलदेशादिसाक्षात्कारी सम्भवति सत्त्वपुरुषत्वादेः रथ्यापुरुषवत् ।.. વર્તમાન કાલીન પદાર્થ (જ) ગ્રહણ કરાય છે. એટલે તેનાથી કોઈનો નિષેધ તો ન જ થઈ શકે કા. કે. નિષેધ્ય પદાર્થ તો સામે હાજર હોય નહીં તેથી તેની સાથે ઈદ્રિયનો સંબંધ સંભવી શકતો નથી, એટલે તમે કેવલજ્ઞાનને તો અસતુ માન્યું છે., (અમારે મતે અમૂર્ત છે) માટે તેની સાથે ઈન્દ્રિયનો સંબંધ સંભવી શકતો નથી. તો પછી પ્રત્યક્ષ પ્રમાણ કેવલજ્ઞાનનો નિષેધ પણ કેવી રીતે કરે? ૬૦. મીમાંસક – પ્રવર્તમાન પ્રત્યક્ષ બાધક નથી, પરંતુ નિવર્તમાન પ્રત્યક્ષ કેવલજ્ઞાનનું બાધક છે. એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિ થતાં જેની ઉપલબ્ધિ થાય તેનાં ઉપર તો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અસ્તિત્વની મહોર લાગી જાય છે. પણ કેવલજ્ઞાન પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું નથી, એટલે પ્રત્યક્ષ પ્રમાણ પાછું ફરે છે, એથી તે કેવલજ્ઞાનને અવિદ્યમાન જાહેર કરે છે. જેમ આપણે રૂમમાં આંખ ફેરવી છતાં ઘડો દેખાયો નહીં એટલે આંખ ઘડાને જોયા વિના પાછી ફરી એથી આપણે જાહેર કરીશું કે ઘડો નથી. - જૈનો - પ્રત્યક્ષ પ્રમાણ અમુક દેશ કાલમાં જ કેવલજ્ઞાનનું બાધક છે, એવું કહેતા હો તો અમને પણ એ તો માન્ય જ છે. કારણ કે દુષમકાલને લક્ષમાં રાખીયે તો ભરતક્ષેત્રનાં સંદર્ભે કેવલજ્ઞાનનો અભાવ છે જ. - હવે જો તમે તમામે તમામ દેશ અને કાલમાં કેવલજ્ઞાનનો પ્રત્યક્ષ પ્રમાણથી નિષેધ કરવા ઇચ્છતા હો તો તે વાત બરાબર નથી. કારણ કે તેવો નિષેધ સમસ્ત દેશ, કાલ અને પુરુષ સમૂહને પ્રત્યક્ષથી જોયા વિના કરી શકાતો નથી. એક થેલીમાં અનેક રંગની પેન પડી છે. તે દરેક પેન જોયા વિના એવો નિષેધ કરી શકાતો નથી કે આમાંથી કોઈ પણ પેન કાળી નથી. હવે જો તમે એમ કહેતા હો કે પ્રત્યક્ષથી સમસ્ત દેશાદિનો સાક્ષાત્કાર થાય છે, તો પછી અમારું ઈચ્છિત સિદ્ધ થયું. આ સમસ્ત દેશાદિનો સાક્ષાત્કાર કરવો એનું નામ જ કેવલજ્ઞાન છે. અને તે કેવલજ્ઞાનવાળા અમારા તીર્થકર જ હોઈ શકે, કેમકે તમારા મતના પ્રણેતા જૈમિનિ કે અન્ય કોઈ સકલ દેશાદિનો સાક્ષાત્કાર કરનાર સંભવી ન શકે, કારણ કે તમે તો એવું માનો છો કે સતુ હોય અને પુરૂષ રૂપે હોય તે સર્વજ્ઞ હોઈ શકે નહીં રસ્તામાં રખડતા પુરુષની જેમ, એટલે સર્વજ્ઞતાનો કળશ જૈમિનિ વગેરે ઉપર તો ઢોળી શકાતો નથી. [મીમાંસક સત્તાને ગ્રહણ કરનારા પાંચ પ્રમાણનો અભાવ = જ્ઞાપકાનુપલબ્ધિ તસ્વરૂપ અભાવ પ્રમાણ છે. એટલે સર્વશની સત્તા પાંચમાંથી એક પણ પ્રમાણથી ગ્રહણ થતી નથી, તેથી સર્વજ્ઞ સત્તાનો બાધ થાય છે. જૈન અભાવ પ્રમાણ વસંબંધી છે તો અલ્પજ્ઞ આપણને સમુદ્રનું પાણી કેટલા ઘટ પ્રમાણ છે તેની १ निवर्तमानम् । (तद्धि) यदि मु० । २-०साक्षात्करणम०-२० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy