SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ૨૧/૧/૧૫ क्षारमृत्पुटपाकादिना विलयोपलम्भात्, तद्वदेवानादेरपि ज्ञानावरणीयादिकर्मणः प्रतिपक्षभूत-रत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः । 8 ५२. न चामूर्त्तस्यात्मनः कथमावरणमिति वाच्यम्, अमूर्ताया अपि चेतनाशक्तेर्मदिरामदनकोद्रवादिभिरावरणदर्शनात् । $ ५३. अथावरणीयतत्प्रतिपक्षाभ्यामात्मा विक्रियेत न वा ? किं चातः ? " वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः ॥” इति चेत्, न, अस्य दूषणस्य कूटस्थनित्यतापक्ष एव सम्भवात्, परिणामिनित्यश्चात्मेति तस्य पूर्वापरपर्यायोत्पादविनाशसहितानु 'वृत्तिरूपत्वात्, પ્રમાણમીમાંસા ૫૧. શંકાકાર - જો આવરણ સાદિ હોય તો જ તેનો ઉપાયથી નાશ સંભવી શકે ? • સમાધાન - ના, આવું જરૂરી નથી. સોના ઉપર મલ અનાદિ કાલનો લાગેલો હોવા છતાં ખાર· મૃત્યુટ પાક વગેરે દ્વારા તે મલ દૂર થાય છે. તેની જેમ જ્ઞાનાવરણીય વગેરે કર્મ પ્રવાહથી અનાદિ કાળનાં હોવા છતાં તે આવરણના વિરોધી = સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અભ્યાસથી તેમનો વિનાશ સંભવે છે. ૫૨. શંકાકાર - અમૂર્ત આત્મા પર આવરણ કેવી રીતે આવ્યા ? ♦ સમાધાન - જેમ અમૂર્ત ચેતના શક્તિ ઉપર મદિરા, મદનકોદ્રવ આદિનાં કારણે આવરણ આવે છે તેમ. એટલે આપણી ચેતના શક્તિ તો રૂપાદિ રહિત હોવાથી ચર્મચક્ષુથી-લૌકિકપ્રત્યક્ષ બાહ્ય-ઇંદ્રિયથી જાણી શકાતી નથી, એટલે અમૂર્ત છે, છતાં મદિરાવિ. મૂર્ત પદાર્થોથી તેમાં—તે શક્તિમાં ખામી આવે છે, એવું આપણે મદિરા પીધેલ માણસમાં જોઇએ છીએ. તેમ આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્તિમંત જ્ઞાનાવરણીયાદિ કર્મથી આત્મશક્તિનો હ્રાસ સંભવી શકે છે. ૫૩. શંકાકાર - શું શાનાવરણીય વગેરે કર્મથી અને તેનાં પ્રતિપક્ષભૂત રત્નત્રયથી આત્મામાં વિકાર– ફેરફાર આવે છે. – પેદા થાય છે કે નહિ ? f =ાતઃ = અને વિકાર આવવાથી શું થાય ? એટલે તેનું પરિણામ આત્માને શું મળે ? જેમકે વરસાદ વર્ષે કે તડકો પડે આકાશનું શું બગડે ? તે બન્નેનું ફલ ચામડામાં જોવા મળે, હવે જો આત્મા ચામડા સરખો હોય તો અનિત્ય બની જશે. અને આકાશ જેવો નિત્ય હોય તો તેનાં ઉપર આવરણ કે રત્નત્રયનો કશો પ્રભાવ નહીં પડે ? ♦ સમાધાન - આ દોષ કૂટસ્થ નિત્ય માનવાના પક્ષમાં સંભવે, જ્યારે આત્માતો પરિણામી નિત્ય છે. એથી જૂના પર્યાયનો નાશ અને નવા પર્યાયનો ઉત્પાદ થવાની સાથે આત્મદ્રવ્ય- દ્રવ્યરૂપે અનુવર્તનાર—અનૂસૂત હોય છે. એટલે જ્ઞાનાદિ શક્તિમાં ઉપઘાત કે અનુગ્રહ થવા માત્રથી કંઈ આત્મા સર્વથા અનિત્ય બની જતો નથી, અને સર્વથા નિત્યપણ રહેતો નથી. માટે અમારે તો કશો વાંધો નથી. १ -० सहितानुवृत्तरूप्र०-डे० । ૧ અમુક ચોક્કસ પ્રકારના ક્ષારવાળી માટી રસાયણોનું કામ કરે છે, અને તેથી વિજાતીય તેજ સંયોગ આપતા ખાણમાંથી નીકળતા સોનામાં બીજા તત્ત્વો જે ભળેલા હોય છે તે દૂર થવા માંડે છે. માટીના ઘડામાં સોનું અને બોરેક્સ પાવડર (ક્ષાર હોય છે, મારવાડમાં સોગી કહે છે) નાંખવામાં આવે છે, પછી પ્રાઈમસથી ગરમ કરવામાં આવે છે, તેથી સોનામાંથી મેલ જુદો પડે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy