SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૨/૮ ૨૮૫ स्याद् अवक्तव्यं एव, सहार्पितस्वपरद्रव्याद्यपेक्षया, न हि युगपत्व्यपदेशसमर्थो वाचकशब्दो अस्ति ॥ एवं शेषत्रयो भंगा भावनीयाः ॥ અવક્તવ્ય (રાજકુમારને રાજા પણ ન કહેવાય અને રાજા નથી એમ પણ ન કહેવાય, યુગપદ્માં બન્નેની અપેક્ષા સંતોષાવી જોઈએ તે એક પણ વાક્યથી સંભવતુ નથી, માટે અવક્તવ્યનો પ્રયોગ થાય છે.) વ્યવહાર નય પણ આજે યુવરાજ શરીર છે, તે દ્રવ્યને આશ્રયી તે આત્માને રાજા કહે છે, અન્ય શરીર દ્રવ્યને આશ્રયી નહિ, એટલે સંગ્રહાયની જેમ માત્ર શિશુ શરીરને આશ્રયી તેવી પ્રરૂપણા ન કરે. એટલે યુવરાજ શરીર દ્રવ્ય એ રાજા માટે વ્યવહાર નયની અપેક્ષાએ સ્વદ્રવ્ય થયું. શિશુ શરીર પરદ્રવ્ય થયું. ક્ષેત્ર જે દેશમાં પિતાશ્રી/ભાઈ રાજા હોય તે દેશને આશ્રયી યુવરાજને રાજા કહે છે, (અન્ય દેશને આશ્રયી નહિં.) તેવો દેશ સ્વદેશ થયો. કાળઃ જે કાળમાં પોતે યુવરાજ રૂપે વર્તી રહ્યો છે, તેકાળને આશ્રયી રાજા કહે છે, તે સ્વકાળ થયો. સાવ ડોહો થઈ ગયો તેવાં છેલ્લા કાળ અને સાવ બાળપણનો કાળ તેને આશ્રયી રાજા ન કહેવાય, માટે તે પરકાળ. ભાવઃ એમ જેનામાં સેવકનું રક્ષણ, શત્રુનો નિગ્રહ ઈત્યાદિ રાજા યોગ્ય ગુણો રહેલાં હોય તે ભાવને આશ્રયી તેને રાજા કહે છે. તે ભાવ સ્વ થયો, સાવ માયકાંગળાને, વ્યસનીને રાજા નહી કહે, તેવા ભાવો પર સમજવા. પરસ્પર વિભિન્ન અભિપ્રાયવાળા નયયુગલથી ઉભા થયેલ વિધિ નિષેધ કરીને નવાક્ય પણ સપ્તભંગીને અનુસરે છે. (સ્યા.રત્ના. ૧૦૭. પે. પરિ. ૬ સૂત્ર પર) જેમ નૈગમની સંગ્રહાદિની સાથે સપ્તભંગી બને છે.” જેમકે – નૈગમ – હું પ્રસ્થાદિમાટે જાઉં છું. સંગ્રહ) પ્રસ્થાદિના સંકલ્પમાં પ્રસ્થવિ.અસત્ છે, તેથી પ્રસ્થાદિની પ્રતીતિ ન થાય, એમ નિષેધ કરે છે. કા. કે. એ તો સહુને જ માને છે. વ્યવહાર – દ્રવ્યમાં તેની ઉપલબ્ધિ થાય, અસતુ-અદ્રવ્યમાં-વિચારમાં તેની ઉપલબ્ધિ ન સંભવે. ઋજુસૂત્ર – પ્રસ્થાદિ પર્યાયમાં જ તેવી પ્રતીતિ સંભવે, તેનો અહીં અભાવ છે. શબ્દ- કાલાદિ ભેદથી ભિન્ન શબ્દથી વાચ્યઅર્થમાં તેવી ઉપલબ્ધિ સંભવે છે, અહીં તેવો અર્થ છે જ નહીં. સમભિરૂઢ – પર્યાયભેદથી ભિન્નઅર્થમાં તેવી પ્રતીતિ થાય. અહીં એવો પર્યાય વિદ્યમાન નથી. એવંભૂત – ક્રિયાયુક્ત અર્થને જ પ્રસ્થ મનાય. અહીં તો તેવી ક્રિયા જ નથી, માટે આવા સંકલ્પ ને પ્રસ્થ ન મનાય. આમ નૈગમથી વિધિ બતાવી શેષ નયો વડે નિષેધ દર્શાવ્યો. ક્રમથી-નેગમનયથી પ્રસ્થ છે(વિધિ), સંગ્રહાદિથી પ્રસ્થ નથી (નિષેધ). યુગપતુ તો બન્નેયના અભિપ્રાયને વ્યક્ત કરનાર શબ્દ ન હોવાથી - અવકતવ્ય. એમ ક્રમથી અને યુગપતુને લઈ સપ્તભંગી થશે. – એવંભૂત નયમાં પણ – દ્રવ્યાદિની સ્વ-પર બન્ને રીતે વિચારણા થઈ શકે છે. (૧) દ્રવ્ય – કોર્ટમાં ન્યાય આપતા જજને પણ પોતાના બાળ શરીરને આશ્રયી જજ નથી કહેતા પરંતુ
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy