SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૫-૧૬ ૧૮૩ आगमबाधा यथा प्रेत्याऽसुखप्रदो धर्म इति । परलोके सुखप्रदत्वं धर्मस्य सर्वागमसिद्धम् । लोकबाधा यथा शुचि नरशिरकपालमिति । लोके हि नरशिरःकपालादीनामशुचित्वं सुप्रसिद्धम् । स्ववचनबाधा यथा माता मे वन्थ्येति । प्रतीतिबाधा यथा अचन्द्र': शशीति । अत्र शशिनश्चन्द्रशब्दवाच्यत्वं प्रतीतिसिद्धमिति પ્રતિવાન કા • ५९. अत्र साध्यं धर्मः, धर्मधर्मसमुदायो वेति संशयव्यवच्छेदायाहનથી, માટે પ્રત્યક્ષ બાધા ન કહેવાય. પરંતુ રૂંવાટીનો ઉપલક્ષ્મ ન થવાથી અનુપલલ્મનાં આધારે રૂવાંટીનો અભાવ અનુમિત થાય છે, એટલે “દિ રોમસ્યાત્ તહિં ઉપલક્ષ્મત ન ચ દેશ્યતે” એમ દશ્ય અનુપલબ્ધિથી અનુમિત એવા રોમાભાવથી સરોમનો બાધ થાય છે. અનુપલંભ એ પ્રત્યક્ષ નથી, કા.કે. અભાવનું જ્ઞાન તો અધિકરણ જ્ઞાન સાથે પ્રતિયોગીના સ્મરણથી થાય છે, હથેળીમાં રોમાભાવ સાક્ષાત્ દેખાતો નથી, પરંતુ હથેળી દેખાય અને સંવાહીનું સ્મરણ થતા તેનો ઉપલંભ ન થવાથી અભાવ નિશ્ચિત થાય છે. “શબ્દ નિત્ય છે.” નિત્યત્વ સાધ્ય કૃતકત્વ હેતુથી બાધિત બની જાય છે. શબ્દને તિરોભૂત અને આવિર્ભત માનીને સત્તા માની શકાય એમ છે એમ સર્વથા તેનો ધ્વંસ સાક્ષાત કરી શકાતો નથી માટે (ઘટ તો નાશ પામતો દેખી શકાય છે તેના પરિવર્તનરૂપે ઠીકરી જોવા મળે છે) નિત્યત્વના વિપરીત અનિત્યત્વનો પ્રત્યક્ષથી બોધ થતો નથી, પણ કૃતકત્વ હેતુકારા અનિત્યત્વનું અનુમાન કરાય છે, એમ અહીં અનુમાન સાધ્યથી વિપરીત અર્થનું ઉપસ્થાપક બનવાથી સાધ્યને બાધિત કરે છે. માટે આ બને અનુમાનબાધા કહેવાય. આગમબાધા ધર્મ પરલોકમાં દુઃખ આપનાર છે, “પરલોકમાં ધર્મ સુખ આપનાર છે.” એ સર્વ આગમમાં સિદ્ધ છે. એમ આગમપ્રમાણ સાધ્યથી વિપરીત અર્થનું ઉપસ્થાપક હોવાથી અહીં આગમ બાધા છે. લોકબાધા મનુષ્યના માથાની ખોપડી પવિત્ર છે, શરીરનું અવયવ હોવાથી બાહુની જેમ. લોકમાં નરમુડ અપવિત્ર તરીકે સુપ્રસિદ્ધ છે. એટલે આમ લોક સાધ્ય – પવિત્રથી વિપરીત અપવિત્રનો ઉપસ્થાપક થયો. સ્વવચનબાધ – જેમ મારી માતા વંધ્યા છે, વંધ્યા સ્ત્રી જેવા અંગવાળી હોવાથી, “મારી માતા” આ વચનથી સાધ્ય-વંધ્યાનો બાધ થાય છે. (જે કોઈપણ સંતાનની માતા નથી બની તેને જ વંધ્યા કહેવાય, જ્યારે મારી માતા એમ બોલી રહ્યો છે તેવા વચનથી સાથેનો બાધ થાય છે.) પ્રતીતિ બાધા ચંદ્રમા શશી નથી, શશી શબ્દથી વાચ્ય નથી. આકાશમાં ઉદય પામેલો હોવાથી, સૂર્યની જેમ અહીં ચંદ્રમા શશી શબ્દથી વાચ્ય હોવું પ્રસિદ્ધ છે–તેવી પ્રતીતિ થાય છે. “શશી નથી.” આ સાધ્યનો પ્રતીતિથી બાધ થાય છે ૧૪મા -- ૫૯. – અહીં ધર્મ–અગ્નિ સાધ્ય હોય કે ધર્મ–ધર્મીનો સમુદાય (અગ્નિ-ધર્મથી યુક્ત પર્વત) સાધ્ય હોય? આવા સંશયને દૂર કરવા કહે છે. १ वन्ध्यास्त्रीसमानाङ्गत्वात् । २ चन्द्रशब्दवाच्यः शशी न भवति आकाशोदित्वात् सूर्यवत् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy