SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ /૧/૨/૧૨ પ્રમાણમીમાંસા ६ ४६. तथा चेतनां विनानुपपद्यमानः कार्य प्राणादिरनुमापयति तां श्रावणत्वमिवानित्यताम्, विपर्यये बाधकवशात्सत्त्वस्येवास्यापि व्याप्तिसिद्धेरित्युक्तप्रायम् । तन्न प्राणादिरसाधारणोऽपि चेतनां વ્યમવરતિ . ४७. किञ्च, नान्वयो हेतो रूपं तदभावे हेत्वाभासाभावात् । विपक्ष एव सन् विरुद्धः, विपक्षेपिअनैकान्तिकः, सर्वज्ञत्वे साध्ये वक्तृत्वस्यापि व्यतिरेकाभाव एव हेत्वाभासत्वे निमित्तम्, नान्वयसन्देह इति न्यायवादिनापि व्यतिरेकाभावादेव हेत्वाभासावुक्तौ । असाधारणोऽपि यदि साध्याभावेऽसन्निति निश्चीयेत तदा प्रकारान्तराभावात्साध्यमुपस्थापयन्नानैकान्तिकः स्यात् । એ બાબતમાં કહ્યું પણ છે કે-“જે અન્ય કારણથી પણ ઉત્પન્ન થતું દેખાતું હોય તે વસ્તુતઃ ધૂમ નથી કારણ કે તેનો (ધૂમનો) હેતુ તો ભિન્ન છે, ધૂમનું કારણ તો અગ્નિ જ છે.” વળી એમ પણ કહ્યું છે કે જો વલ્મીક-કીડીયારું-રાફડો અગ્નિ સ્વભાવવાળો છે તો તે પણ અગ્નિ જ છે; જો તે અગ્નિસ્વભાવવાળો ન હોય તો ત્યાં ધૂમ ક્યાંથી હોય? (પ્ર.વા.) ૪૬. તથા ચેતના વિના બંધ ન બેસી શકનારૂં પ્રાણાદિ શ્વાસોશ્વાસાદિ કાર્ય ત = ચેતનાનું અનુમાન કરાવે છે. જેમ શ્રાવણત્વ અનિત્યતાનું અનુમાન કરાવે છે. તેમ “આત્મા અચૈતન્ય પ્રાણાદિમત્તાતુ-આવાં વિપર્યયમાં આત્મામાં અચૈતન્ય સ્વસંવેદનપ્રત્યક્ષથી બાધિત છે. શબ્દો નિત્યઃ શ્રાવણ–ાતું એમ શબ્દમાં શ્રવણ ગોચરતા ઉભી થાય તેમાં અવસ્થાન્તર થવાથી નિત્યતાનો બાધ થાય છે. માટે શ્રાવણત્વ તે અનિત્યત્વનો ગમક બની શકે છે, જેમ શ્રાવણત્વ અનિત્યત્વ વિના ઘટી શકતું નથી. વળી બૌદ્ધમતે સત્ત્વ ક્ષણિકત્વ વિના ઘટી શકતું નથી, માટે સત્ત્વ હેતુથી ક્ષણિકત્વની સિદ્ધિ થાય છે, તેમ પ્રાણાદિમત્ત્વ-પ્રાણાદિવાળા આત્મામાં અચૈતન્યનો બાધ હોવાથી ચૈતન્યનો ગમક બને છે. એટલે પ્રાણાદિમત્ત્વની ચેતના સાથે વ્યાપ્તિ સિદ્ધ થતી હોવાથી આવું પહેલા કહી દીધું છે. તેથી સત્વહેતુની જેમ અસાધારણ-સપક્ષ સત્ત્વ ન હોવા છતાં પ્રાણાદિમત્ત્વ હેતુ ચેતનાનો વ્યભિચારી નથી બનતો. ૪૭. વળી અન્વય હેતુનું સ્વરૂપ નથી. કારણ અન્વયનાં અભાવમાં કોઈ હેતુ હેત્વાભાસ રૂપ નથી બનતો. જે હેતુ વિપક્ષમાં રહે તે વિરૂદ્ધ હેતુ, જે વિપક્ષ અને સપક્ષમાં પણ રહે છે અનૈકાન્તિક વ્યભિચારી. સર્વજ્ઞત્વ સિદ્ધ કરવાનું હોય ત્યારે વકતૃત્વ હેતુ જે હેત્વાભાસ બને છે, તેનું કારણ વ્યતિરેક અભાવ છે, વિપક્ષ = સર્વજ્ઞાભાવ–આપણા જેવામાં છે, ત્યાં વઝૂત્વાભાવ નથી. આપણે સર્વજ્ઞ તો નથી પણ બોલીએ તો છીએ. જો અસર્વજ્ઞ એવા આપણામાંથી કોઈ બોલતું ન હોત તો વસ્તૃત્વ દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ થાત. અન્વયમાં સંદેહ તેનું નિમિત્ત નથી. ન્યાયવાદિ ધર્મકીર્તિએ પણ વ્યતિરેકનાં અભાવથી જ હેત્વાભાસ કહ્યા છે. અસાધારણ હેતુ પણ સાધ્યાભાવમાં નથી એવો નિશ્ચય થઇ જાય ત્યારે બીજો પ્રકાર ન સંભવતો હોવાથી સાધ્યને ખરું કરતો હેતુ અનૈકાન્તિક બનતો નથી. પ્રાણાદિમત્ત્વ દુનિયામાં સતુ રૂપે અનુભવાય છે અને તે સાધ્યાભાવમાં-જડમાં રહેતો નથી એ તો નિશ્ચિત છે, ત્યારે સાધ્યવાનું પક્ષ સિવાય પોતાને રહેવાનું બીજુ કોઈ સ્થાન જ નથી એટલે સદ્ પદાર્થ કાં તો સાધ્યાભાવના અધિકરણમાં રહે, કાં તો સાધ્યના અધિકરણમાં રહે તે સિવાયના અન્ય કોઈ १ न केवलं सपक्षे किन्तु विपक्षेऽपि ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy