SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧ अथ प्रमाणमीमांसा ॥१॥ ६ ४. अथ-इत्यस्य अधिकारार्थत्वाच्छास्त्रेणाधिक्रियमाणस्य प्रस्तूयमानस्य प्रमाणस्याभिधानात् सकल-शास्त्रतात्पर्यव्याख्यानेन' प्रेक्षावन्तो बोधिताः प्रवर्तिताश्च भवन्ति । आनन्तर्यार्थो वा अथ-शब्दः, शब्द-काव्य-छन्दोनुशासनेभ्योऽनन्तरं प्रमाणं मीमांस्यत इत्यर्थः । अनेन शब्दानुशासनादिभिर स्यैककर्तृकत्वमाह । अधिकारार्थस्य च अथ-शब्दस्यान्यार्थनीयमानकुसुमदामजलकुम्भादेर्दर्शनमिव श्रवणं मङ्गलायापि कल्पत इति । સવિષયની પ્રરૂપણા કરવામાં લોક કે સરકારથી કોઈ નિયમ ઘડાયા નથી. એટલે તમારી આ વાતમાં કાંઈ માલ નથી ! ૦૩ ત્યાં વર્ણનાં સમૂહ સ્વરૂપ પદ હોય છે. પદના સમૂહ સ્વરૂપ સૂત્ર, સૂત્ર સમૂહ સ્વરૂપ પ્રકરણ, પ્રકરણ સમૂહ સ્વરૂપ આલિક અને આત્મિક સમૂહ સ્વરૂપ અધ્યાય હોય છે. એવા પાંચ અધ્યાયમાં આચાર્યશ્રીએ આ શાસ્ત્રની રચના કરી છે (કરવાનું ધારેલ હતું). તસ્ય- તે ગ્રંથનું પહેલું સૂત્ર અભિધેયને દર્શાવવા માટે કહેલ છે. પ્રજ્ઞાશાળી પુરૂષોની પ્રવૃત્તિના અંગભૂત-કારણભૂત અનુબંધ ચતુષ્ટય હોય છે. તેમાંથી અભિધેયને દર્શાવનારું આ પહેલું સૂત્ર છે. બુદ્ધિશાળી એક અંગથી શેષ અંગોનો- કારણોનો આક્ષેપ કરી શકતો હોવાથી આચાર્યશ્રીએ આદ્યસૂત્રમાં માત્ર અભિધેય-વિષયનો જ ઉલ્લેખ કર્યો છે. આક્ષેપ સંકેત કરના, સમઝ લેના (સંહિં.). હવે પ્રમાણની વિચારણા ક્રશું ની ૦૪ – આ “અથ” શબ્દ અધિકાર અર્થવાળો છે, માટે આ શાસ્ત્ર' દ્વારા અધિકૃત કરાતા અને પ્રસ્તુત કરાતા એવા પ્રમાણનું પ્રતિપાદન કરવાથી “અમે પ્રમાણની બાબતમાં વિચારણા કરવાના છીએ એવા સંપૂર્ણ શાસ્ત્રનાં તાત્પર્યનું વર્ણન થવા દ્વારા પ્રેક્ષાશાળી માણસોને તેની જાણકારી મળી જાય છે. અને તેથી તેઓ તેમાં પ્રવૃત્તિ કરવા લાગે છે. અથવા અનંતર અર્થમાં “અથ” શબ્દ લઇએ તો શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છન્દાનુશાસન પછી તરત જ પ્રમાણની વિચારણા કરાય છે. આ કથનથી શબ્દાનુશાસન વગેરેનાં તેમજ આ ગ્રંથના કર્તા એક છે, એવું સૂચિત થયું. " અને અધિકાર અર્થવાળા ‘અથ’ શબ્દનું શ્રવણ, (બીજા એટલે પોતાના માટે સામેથી કોઈ કુંભ વગેરે લઈ આવે તે શુભ ફળ આપવા સમર્થ નથી. પરંતુ “મારે શુકન આપવા છે માટે સામે જાઉ” એવો વિચાર કર્યા વિના માત્ર પોતાના ઘેર પાણી વગેરે લઈ જવાતું હોય ત્યારે જે કોઈ માણસ પ્રયાણ કરતો હોય તેના માટે १ व्याख्याने प्रेक्षा०-ता० । २ अस्य-शास्त्रस्य । ૧“અથ પ્રમાણ મીમાંસા” આ શાસ્ત્રથી = સૂત્રથી(શબ્દના સંદર્ભને શાસ્ત્ર કહેવાય, અનેક ઠેકાણે એકાદ વાક્ય પ્રયોગને શાસ્ત્રરૂપે ઉલ્લેખવામાં આવે છે.) આ પ્રસ્તુત પૂરેપૂરા શાસ્ત્રમાં - એટલે આ પ્રમાણમીમાંસા નામના આખા શાસ્ત્રગ્રંથમાં ગ્રંથકાર શેનું વર્ણન કરવાના છે, તેની ખબર પડી જાય છે. કારણ કે હંમેશા ગ્રંથ રચના કોઈક વિશેષ પદાર્થને લઇને આશ્રયીને અધિકારમાં લઈને થાય છે. આ સૂત્રથી પ્રમાણનો અહીં અધિકાર છે એ જણાઈ આવે છે. શાસનિષ્ઠ વિશેષ પદાર્થ બોધક વાક્યપણ શાસ્ત્ર કહેવાય. જેમ (મુક્તા. ૨૭-“નાથાસનિત...ત્ય” તર કરનાર મનવા વીત્યા અન્યઃ સંતાનનીયઃ I અહીં પૂર્વોક્ત પદાર્થ બોધક વાક્યને જ ગ્રંથ તરીકે લેવામાં આવ્યો છે.)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy