SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 2/9/9/9 પ્રમાણમીમાંસા अनादय एवैता विद्याः संक्षेपविस्तरविवक्षया नवनवीभवन्ति तत्तत्कर्तृकाश्चोच्यन्ते । किं नाश्रौषीः 'न कदाचिदनीदृशं जगत्' इति ? यदि वा प्रेक्षस्व वाचकमुख्यविरचितानि सकलशास्त्रचूडामणिभूतानि तत्त्वार्थ सूत्राणीति । હું ૨. યદેવમ્-અન-થર્મી/વિત્ પ્રજાનેવ-વિ નારખ્યતે, किमनया सूत्रकारत्वाहो' पुरुषिकया? मैवं वोचः, भिन्नरुचिर्ह्ययं जनः ततो नास्य स्वेच्छाप्रतिबन्धे लौकिकं राजकीयं वा शासनमस्तीति यत्किञ्चिदेतत् । હુ રૂ. તંત્ર વર્ણસમૂહાત્મî: પવૈ:, પસમૂહાત્મî: સૂત્રૈ:, સૂત્રસમૂહાત્મ: પ્રૌ:, प्रकरणसमूहात्मकैः आह्निकैः, आह्निकसमूहात्मकैः पञ्चभिरध्यायैः शास्त्रमेतदरच^ यदाचार्यः । तस्य च प्रेक्षावत्प्रवृत्त्यङ्गमभिधेयमभिधातुमिदमादिसूत्रम् અધ્યાય પ્રમાણ ન્યાય સૂત્ર, તેની પૂર્વમાં વૈશેષિક/ન્યાય સૂત્ર કયા અને કોના હતા ? આવી શંકા-પ્રશ્નાવલી કરવી જોઇતી હતી. આચાર્યશ્રી સારી રીતે શંકાકારની સામે નવો પ્રશ્ન ઉભો કરી સમાધાન આપવાનો ઉપક્રમ રચે છે. હકીકતમાં બધી જ વિદ્યાઓ અનાદિકાલીન છે. સંક્ષેપ અને વિસ્તારની અપેક્ષાએ નવીન રૂપે ઓળખવામાં આવે છે અને તેનો સંક્ષેપ અને વિસ્તાર કરનાર તેના કર્તા તરીકે પ્રસિદ્ધ બને છે. શું તમે આ સાંભળ્યું નથી ? કે “કયારેય આવા પ્રકારનું જગત નથી, એવું નથી’” (આ જગત કયારેય આવું ન હતું એવું નથી.) જો તમારે પ્રશ્નનો જવાબ જોઇતો હોય તો વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજ દ્વારા રચાયેલાં સર્વશાસ્ત્રમાં શ્રેષ્ઠ-શિરોમણિ એવા તત્વાર્થસૂત્રને જુઓ, એટલે મારી પહેલાં સૂત્રાત્મક શૈલીથી જૈન સિદ્ધાન્તની ઉમાસ્વાતિ મહારાજાએ તત્વાર્થસૂત્રમાં રચના કરેલ છે. ૨ → શંકા ઃ જો આવું તત્વાર્થ સૂત્ર હયાત છે, તો પછી અકલંક→ (પ્રમાણસંગ્રહ સિદ્ધિવિનિશ્ચય ઇત્યાદિ અનેક પ્રકરણ ગ્રંથની રચના કરનાર પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય) અને ધર્મકીર્તિ→ (પ્રમાણવાર્તિક, ન્યાયબિંદુ ઇત્યાદિ પ્રકરણ ગ્રંથના રચયિતા બૌદ્ધ તાર્કિક)ની જેમ તમારે પણ પ્રકરણનો જ આરંભ કરવો જોઇએ ને ! સૂત્રકાર બનવાનું ગૌરવ મેળવવાની શી જરૂર છે ? “હું પણ સૂત્રકાર છું.” એવી ખોટી પક્કડનું શું કામ છે? ૦ સમાધાન : તમો આવું બોલશો મા, કારણ કે દરેક માણસ અલગ અલગ રૂચિ ધરાવતો હોય છે. તેથી તેની સ્વેચ્છાને રોકવા માટે કોઈ લૌકિક પ્રતિબંધ કે રાજકીય હુકમ નડતો નથી. પોતાની ઇચ્છા પ્રમાણે १ वृथाभिनिवेशेन । ફ્-A : “અરચય” એમ ભૂતકાળ દર્શાવેલ છે એટલે કાં તો આચાર્યશ્રીએ પ્રથમ બધા સૂત્રો બનાવી લીધા હશે, અથવા પાંચ અધ્યાયની ધારણા કરી લીધી હશે, માટે તેનો પ્રયોગ કર્યો લાગે છે. જો સૂત્રો બનેલા હોય તો ઉપલબ્ધ થવા જોઇએ પણ ટીકા વગરનું એક પણ સૂત્ર જોવા મળતુ નથી તે જણાવે છે કે બુદ્ધિસ્થ હશે પણ શબ્દરચનાને પામ્યા નહી હોય. નહીંતર આવો સરસ ગ્રંથ ભણતા ભણતા કોઈ છોડી મૂકે એવું બને જ નહીં કે જેથી પાછળનો ભાગ વિલુપ્ત થઇ જાય. (વસુદેવપિંડીમાં આવું બન્યું છે કે સાધુઓ દ્વારા ઉપયોગ નહી જેવો થવાથી તે ત્રુટીત થયો) જ્યારે આ ગ્રંથમાં તો આવું કોઈ કારણ જણાતું નથી. અઢાર હજારી બૃહદ્વ્રુત્તિ ઉપલબ્ધ થઇ શકે, તો આ ગ્રંથ ૨ચાયેલ જ હોય તો આવું બનવું સંભવ નથી. તેથી એમ લાગે છે કે આચાર્યશ્રીનો આ છેલ્લો ગ્રંથ અધૂરો જ રહ્યો હશે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy