SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ /૧/૨/૯ પ્રમાણમીમાંસા तनिषेधादबाधितविषयत्वम् । प्रतिपक्षहेतुबाधितत्वं सत्प्रतिपक्षत्वं यथाऽनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेः अत्र प्रतिपक्षहेतुः-नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरिति । तनिषेधादसत्प्रतिपक्षत्वम् । तत्र बाधितविषयस्य सत्प्रतिपक्षस्य चाविनाभावाभावादविनाभावेनैव रूपद्वयमपि सगृहीतम् । यदाह'- "बाधाविनाभावयोविरोधात्" [हेतु०परि०४] इति । अपि च, स्वलक्षणलक्षितपक्षविषयत्वाभावात् 'तद्दोषेणैव दोषद्वयमिदं चरितार्थं किं पुनर्वचनेन ? । तत् स्थितमेतत् साध्याविनाभावैकलक्षणादिति ॥९॥ હેતુ પ્રત્યક્ષ બાધિત વિષય બનતો હોવાથી સાધ્વગમક ન બને. “બ્રાહ્મણોને મદિરા પીવા યોગ્ય છે, કારણ કે તે દ્રવ પદાર્થ છે, દૂધની જેમ, અહીં બ્રાહ્મણોને મદિરા પીવી તે આગમથી બાધિત છે. માટે દ્રવત્વ હેતુ આગમબાધિત વિષય બનવાથી સાધ્ય-ગમક ન બને. આવો બાધ જે હેતુમાં ન હોય તે અબાધિતવિષયત્વ. જે હેતુ પ્રતિપક્ષ-વિરોધી હેતુથી બાધિત હોય તે હેતુ સત્યતિપક્ષ કહેવાય. સત્પતિપક્ષ એટલે જેમકે “શબ્દ અનિત્ય છે', નિત્યધર્મની ઉપલબ્ધિ ન થતી હોવાથી અહીં “શબ્દ નિત્ય છે, અનિત્ય ધર્મની ઉપલબ્ધિ થતી ન હોવાથી” આવો વિરોધી હેતુ આપી શકાય છે. માટે પૂર્વોક્ત અનુમાન શબ્દને અનિત્ય સિદ્ધ કરવા સમર્થ ન બની શકે. જે હેતુમાં આવો દોષ નથી આવતો તે હેતુ અસત્યતિપક્ષ કહેવાય. પરંતુ અવિનાભાવ ઘટતો ન હોવાથી હેતુમાં બાધિતવિષયત્વ કે સત્યતિપક્ષ ઉભો થાય છે. માટે અબાધિત વિષયત્વ અને અસત્પતિપક્ષત્વ આ બે લક્ષણને હેતુનું સ્વરૂપ માનવા કરતાં એક અવિનાભાવ દ્વારા જ તેમનું ગ્રહણ થઈ જાય છે, માટે અલગથી માનવાની જરૂર નથી. અનુષ્કતા હોય તો જ કૃતક હોય એવું ચોક્કસ નથી, ઇન્જનથી પેદા કરવામાં આવતો અગ્નિ ઉષ્ણ છે, અનુષ્ણ નથી, પણ કૃતક તો છે. અને “પેય ન હોય તે દ્રવ ન હોય” એવું નથી કારણ તપેલું શીશુ દ્રવ છે, પણ કાંઇ પીવાય થોડું? એમ અવિનાભાવથી કામ થઈ જાય છે. કહ્યું પણ છે “બાધ અને અવિનાભાવનો વિરોધ છે. (હેતુ પરિ.૪) એટલે જ્યાં કોઈ બાધ વગેરે હેતુ દોષ છે, ત્યાં અવિનાભાવનો નિયમ ઘટી શકતો નથી. બાધ અને અવિનાભાવ એક ઠેકાણે રહી શકતા નથી, એમ સહાનવસ્થાને વિરોધ છે. વળી આજ પ્રકરણમાં ૧/રના ૧૩ સૂત્રમાં દર્શાવેલ પક્ષના લક્ષણથી લક્ષિત એવો જે પક્ષ છે, તેવો પક્ષ અહીં વિષય બનતો ન હોવાથી એટલે આ બન્ને પક્ષ દોષો છે, પણ લક્ષણમાં જે અબાધ્ય વિશેષણ છે, તેને જ દૂષિત કરતા હોવાથી પક્ષના દોષ છે, એટલે અલગથી માનવાની જરૂર નથી. તે દોષના આધારે જ આ બે દોષ ચરિતાર્થ-કૃતાર્થ–સફળ બની જાય છે. પક્ષદોષથી જ આ બે દોષનું પ્રયોજન સરી જાય છે. પક્ષનાં લક્ષણમાં એક વિશેષણ અબાધ્ય છે. હવે જે સાધ્યનો પ્રત્યક્ષ વિગેરેથી કે સાધ્યાભાવ સાધક હત્વજારથી બાધ થતો હોય તેવા સાધ્યવાનું ને પક્ષ જ ન બનાવાય પછી આ દોષની વાત જ ક્યાં ઉભી થાય? તેથી આ નક્કી થયું કે સાથે સાથે હેતુનો અવિનાભાવ હોવો જ હેતુનું એક અસાધારણ લક્ષણ છે. લા. ૨-૦૩ તા- ૨ કલાક તા1 રૂ પક્ષનોપાવેજ
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy