SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૬ ૧૫૩ तथाहि-पूर्व'बायोगव्यवच्छेदेनावधारणम् उत्तरत्रान्ययोगव्यच्छेदेनेति कुत उभयत्रैकाकारता व्याप्तेः ? तदुक्तम् "लिने लिङ्गी भवत्येव लिङ्गिन्येवेतरत् पुनः । નિયમ વિપડqન્યો નિિિફકનો " રૂતિ | ૬ તુલ્ય ધર્મ રૂપે હોઈ એક રૂપે પ્રતીતિ ન થઈ જાય. જેમકે જ્યારે વ્યાપિ વ્યાપ્યના ધર્મરૂપે વિવક્ષિત હોય ત્યારે અયોગવ્યવચ્છેદ' રૂપે અવધારણ જાણવું તેમાં ક્રિયા સાથે એવકારનો યોગ હોય. જેમકે “તે વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જન્મ અને જ્યારે વ્યાપ્તિ વ્યાપકના ધર્મરૂપે વિવક્ષિત હોય ત્યારે અન્યયોગવ્યવચ્છેદર રૂપે અવધારણ જાણવું “તે વ્યાપકના સદ્ભાવમાં જ હોય” એટલે અન્ય-અવ્યાપકના યોગ-સદ્ભાવમાં તેનો વ્યાપ્યનો-નિષેધ કરાયો. માટે બને ઠેકાણે વ્યાપ્તિનો આકાર એક સરખો નહીં બને. કહ્યું પણ છે કે... સાધનનાં સદ્ભાવમાં લિંગી-સાધ્ય હોય જ, લિંગી હોય ત્યાં જ લિંગ હોય એ પાકીવાત, પણ જ્યાંલિંગી = સાધ્ય હોય ત્યાં બધે જ લિંગ હોય જ એવું નહીં. અથવા ન પણ હોય. સાધ્યના સર્ભાવમાં સાધન હોય જ” એમ આ નિયમને ઉલ્ટો કરતા સાધ્ય-સાધનનો સંબંધ ન બની શકે સાધ્યને સિદ્ધ કરી આપે તે સાધન કહેવાય, જ્યારે વદ્ધિ સાધ્યનો સદ્ભાવ તો અયોગો.- લકમાં પણ છે ત્યાં લિંગ - ધૂમ તો નથી, માટે ધૂમ તો હેતુ બનીગમક બની નહી શકે. તેથી વહ્નિ ધૂમ વચ્ચે સાધ્ય સાધન ભાવ નહી ઘટે. અને વહ્નિ હોય ત્યાં પ્રમેયત્વ હોય જ છે, પરંતુ પ્રમેયત્વ દ્વારા વતિની સિદ્ધિ કરી શકાતી નથી. કા.કે. પ્રમેયત્વ તો બધી વસ્તુમાં રહે છે. માટે પ્રમેયત્વથી વદ્વિની ખાત્રી થઈ શકતી નથી એમ અહીં પણ સાધ્ય-સાધન સંબંધ ઘટી શકતો નથી. ll પ્ર. સંયોગ જેમ દ્વિષ્ઠ છે માટે બને સંબંધી અનિયત રૂપે અનુયોગી અને પ્રતિયોગી બની શકે છે, તેમ વ્યાપક અને વ્યાપ્ય બને વ્યાપ્તિના સંબંધી છે તેઓ અનિયત રૂપે ગમ્ય ગમક કેમ ન હોય? ઉ. પોતાની વિશિષ્ટ વ્યાપ્તિનાકારણે વ્યાપ્ય જ ગમક બને છે. વિશિષ્ટ વ્યાતિના કારણે વ્યાપક જ ગમ્ય બને છે, એટલે બન્નેની વ્યાપ્તિનું સ્વરૂપ ભિન્ન છે, માટે નિયત ગયગમક ભાવ હોય છે. આર્ચાયશ્રીએ એ વાતને લક્ષ્યમાં લઈ બન્નેની જુદી જુદી વ્યાપ્તિ બતાવી છે. १ भाव एव । २ व्यापकधर्मत्वे । ३ लिङ्ग एव लिङ्गी लिङ्गिनि सति इतरद्भवत्येवेति विपर्यासः । ૧ અયોગવ્યવચ્છેદ એટલે કે “ઉદ્દેશ્યતાવચ્છેદક સમાનાધિકરણાત્યતાભાવાપ્રતિયોગિતં” “અહીં વ્યાપ્તિ વ્યાયનો ધર્મ હોવાથી વ્યાપ્યને ઉદ્દેશીને વ્યાપકના અસ્તિત્વનું વિધાન કરાય છે માટે ઉદ્દેશ્યતાવરછેદક વ્યાપ્યત્વ તેના અધિકરણમાં–ધૂમના અધિકરણમાં અવ્યાપક = વહ્નિભિન્નનો અત્યંતાભાવ મળશે, પણ વ્યાપકત્વનો=વદ્વિનો અભાવ નહીં મળે માટે તે અપ્રતિયોગી બનશે. એટલે ટૂંકમાં ધર્મીમાં વિવક્ષિત ધર્મના અસંબંધનો નિષેધ કરવો જેમ “શંખ શ્વેત એવ” અહીં શંખમાં શ્વેતવર્ણના અસંબંધ=અભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. અર્થાતુ શ્વેતવર્ણનો સંબંધ યોગ જ હોય, તેમ વ્યાખ્યયોગના (ધર્મ)અધિકરણમાં વ્યાપક (ધમીયોગના અભાવનો નિષેધ થવો, ધૂમ હોય ત્યાં વદ્વિના યોગનો અભાવ નિષિદ્ધ કરાય છે. ૨ હવે વ્યાપ્તિ વ્યાપકના ધર્મ રૂપે વિવા કરાયે, ધર્મી વિશેષ્ય તરીકે વ્યાપક વહ્નિ પકડાશે. ત્યાં અન્યયોગવ્યવચ્છેદ અર્થમાં એવકાર છે તેનો અર્થ છે. “વિશેષ્યભિન્નતાદાભ્યાભાવઃ” જેમકે વિશેષ્યવ્યાપક-વહિં તેનાથી ભિન્ન અવ્યાપક ઉપલાદિના તાદાભ્યનો અભાવ ધૂમમાં-વિશેષણમાં મળે છે. (ા.કે. જ્યાંવહિન હોય તેવા ઉપલાદિમાં ધૂમ રહેતો નથી) વદ્વિમાનથી ભિન્ન જે દ્રાદિ છે તે તાદાભ્યસં. થી ધૂમવાનું ન હોય. દ્રહાદિનો તાદાભ્ય ધૂમવાનમાં ન મળે) જેમ પાર્થ એવ ધનુર્ધરઃ “અહીં વિશેષ્ય અર્જન ભિન દુર્યોધનનો તાદાભ્ય ધનુર્ધર એવા વિશેષણમાં નથી, ધનુર્ધરનો અર્જુન સિવાયની સાથે યોગનો નિષેધ કરાયો તેમ ધૂમનો વદ્ધિ સિવાયની સાથે યોગનો નિષેધ કરાય છે અર્જુન જ ધનુધારી છે અન્ય કોઈ નહીં, તેમ વતિ જ ધૂમનું વ્યાપક છે અન્ય કોઈ નહીં.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy