SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ /૧/૨/૬ પ્રમાણમીમાંસા ६ २५. यदा तु व्याप्यधर्मतया व्याप्तिर्विवक्ष्यते तदा 'व्याप्यस्य वा' गमकस्य 'तत्रैव' व्यापके गम्ये सति यत्र धर्मिणि व्यापकोऽस्ति तत्रैव 'भावः' न तदभावेऽपि व्याप्तिरिति । अत्रापि नैवमवधार्यतेव्याप्यस्यैव तत्र भाव इति, हेत्व भावप्रसङ्गादव्याप्यस्यापि तत्र भावात् । नापि-व्याप्यस्य तत्र' भाव एवेति, सपक्षैकदेशवृत्तेरहेतुत्वप्राप्तेः साधारणस्य च हेतुत्वं स्यात्, प्रमेयत्वस्य नित्येष्ववश्यंभावादिति । २६. व्याप्यव्यापकधर्मतासङ्कीर्तनं तु व्याप्तेरु भयत्र तुल्यधर्मतयैकाकारा प्रतीतिर्मा भूदिति प्रदर्शनार्थम् । માટે “તતશ્વવ્યાપ્ય વિ.” જે પંક્તિ છે તેનો અર્થ તેથી (અર્થાત વ્યાપકનો ધર્મપણ વ્યાપ્તિ કહી શકાય છે તેથી) વ્યાણની જ (વ્યાપ્યમાંજ) વ્યાપ્યતા (= વ્યાપ્તિ) હોય છે. આવી જે પ્રતીતિ છે તે વ્યાપ્યભાવાપેક્ષા (= વ્યાપ્યનો ભાવ =વ્યાયનો ધર્મ જે વ્યાપ્તિ એની અપેક્ષાએ) જાણવી. બાકી વ્યાપકનાં ધર્મ રૂપે આ પ્રમાણે વ્યાપકમાં પણ વ્યાપ્તિ આવી શકે (બન્ને વ્યાતિ અલગ અલગ છે એ જાણવું). વ્યાખના ધર્મરૂપ વ્યામિ વિવક્ષીએ ત્યારે વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યનો ભાવ = અસ્તિત્વ હોય વ્યાપકનો અભાવ હોય ત્યાં નહીં. અર્થાત્ વ્યાપકાભાવવાનુમાં અભાવ હોય, આ જ વ્યાપકાભાવવદવૃત્તિત્વમ્ છે.] ૨૫. જ્યારે વ્યાપ્ય ધર્મની અપેક્ષાએ વ્યામિની વિવફા કરાય, ત્યારે વ્યાપ્ય=ગમક હેતુનું વ્યાપક ગમ્ય (સાધ્ય) નાં હોતે છતે જ હોવું એટલે જે પર્વતરૂપ ધર્મિમાં વ્યાપક વહ્નિ છે, ત્યાં જ ધૂમનું હોવું પરંતુ જ્યાં વહિ ન હોય ત્યાં ધૂમનું ન રહેવું એ જ વ્યાપ્તિ. અહીં નિયત અસ્તિત્વ ધૂમનું પકડાય છે. માટે વ્યાપ્યના ધર્મરૂપે વ્યાપ્તિ બની. અહીં પણ “વ્યાપક હોતે છતે વ્યાપ્ય જ હોય” એવું અવધારણ કરાતું નથી. અન્યથા હેત્વભાવનો પ્રસંગ આવશે. “જે પર્વતમાં વતિ છે ત્યાં ધૂમ જ હોય” એવું નથી, કારણ તે પર્વત ઉપર વદ્વિનાં અવ્યાપ્ય એવા વૃક્ષ ઘટાદિ વગેરે બીજા ઘણા પદાર્થો રહેલા જ છે, એટલે “વ્યાપક સાથે વ્યાપ્ય જ હોય એવી વ્યક્તિ ધૂમમાં ન ઘટવાથી તે અસહેતુ બની જશે. આવી વ્યાતિ તો ક્યાંય ન ઘટતી હોવાથી કોઈ પણ હેતુ ન બની શકે. “જ્યાં વ્યાપક હોય ત્યાં વ્યાપ્ય હોય જ એવું અવધારણ પણ ન કરી શકાય. સપક્ષના એકદેશ પર્વત રસોડું વગેરેમાં વતિ સાથે ધૂમ રહેલો છે માટે આપણે સહુ વતિની સિદ્ધિ માટે ધૂમને હેતુ માનીએ છીએ પણ વતિનાં અધિકરણ અયોગોલક સપક્ષ તો છે ત્યાં વ્યાપક છે, પરંતુ ત્યાં ધૂમ નથી. એટલે તમે માનેલી વ્યાપ્તિ ન ઘટવાથી વ્યાપ્ય ધૂમ અહેતુ બની જશે. અને સાધારણ અનૈકાન્તિક જે પ્રમેયત્વ હેત્વાભાસ છે, છતાં પણ તે અહીં પ્રમેયત્વ હેતુ સપક્ષ અને વિપક્ષમાં પણ રહે (કારણ કે સપક્ષ રસોડા વિગેરેમાં પણ પ્રયત્નરહેલું જ છે, અને હુદ વહન્તભાવવાળો છે ત્યાં પણ પ્રમેયત્વ રહેલું જ છે, માટે આ સાધારણ અનૈકાન્તિક વ્યભિચારી હેતુ વદ્વિનો ગમક બની શકતો નથી માટે તે હેત્વાભાસ કહેવાય છે. છતાં સહેતુ બની જશે કારણ કે વદ્ધિ = વ્યાપક જ્યાં છે ત્યાં વ્યાપ્ય = પ્રમેયત્વ છે જ. એજ રીતે સપક્ષ = નિત્યપદાર્થમાં અને વિપક્ષ અનિત્યપદાર્થમાં પ્રમેયત્વ રહેવાથી વ્યભિચારી હેતુ છે, છતાં નિત્યત્વ = વ્યાપક જયાં હોય ત્યાં પ્રમેયત્વવ્યાપ્ય હોય જ છે, બધા જ નિત્ય પદાર્થ પ્રમેય તો છે જ. માટે સહેતુ માનવાની આપત્તિ આવે. ૨૬. વ્યાપ્તિને વ્યાપ્ય અને વ્યાપક બન્નેના ધર્મ કહેવાનું કારણ એ છે કે વ્યાપ્તિ સાધ્ય સાધન ઉભયમાં १ पर्वतादौ । २ व्याप्यस्य धूमस्य हेतुत्वं न स्यात् । व्याप्ती सत्यां हेतुभावः । व्याप्तिस्त्वीदृशी कुत्रापि नास्ति । ३ व्यापकस्यापि वस्तत्र पर्वते भावात् । ४ यत्र व्यापकोऽस्ति तत्र । ५ उभयत्रेति साध्ये साधने च ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy