SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ /૧/૨/૫ પ્રમાણમીમાંસા तदात्मलाभे च व्याप्तिप्रतिपत्तिरिति । अनुमानान्तरात्तु व्याप्तिप्रतिपत्तावनवस्था तस्यापि गृहीतव्याप्तिकस्यैव प्रकृतानुमानव्याप्तिग्राहकत्वात् । तद्व्याप्तिग्रहश्च यदि स्वत एव, तदा पूर्वेण किमपराद्धं येनानुमानान्तरं मृग्यते । अनुमानान्तरेण चेत् तर्हि युगसहस्रेष्वपि व्याप्तिग्रहणासम्भवः । ६२०. ननु यदि निर्विकल्पकं प्रत्यक्षमविचारकम् तर्हि तत्पृष्ठभावी विकल्पों व्याप्तिं ग्रहीष्यतीति चेत्, नैतत्, निर्विकल्पकेन व्याप्तेरग्रहणे विकल्पेन ग्रहीतुमशक्यत्वात् निर्विकल्पकगृहीतार्थविषयत्वाद्विकल्पस्य । अथ निर्विकल्पकाविषयनिरपेक्षोऽर्थान्तरगोचरो विकल्पः, स तर्हि प्रमाणमप्रमाणं वा ? । प्रमाण त्वे प्रत्यक्षानुमानातिरिक्तं प्रमाणान्तरं तितिक्षितव्यम् । अप्रामाण्ये तु ततो व्याप्तिग्रहणश्रद्धा षण्ढात्तनयदोहदः। જો પ્રસ્તુત અનુમાનને વ્યાપ્તિ ગ્રાહક માનશો તો અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ વ્યાપ્તિનું ગ્રહણ થતા અનુમાન સ્વરૂપને-સ્વસત્તા મેળવી શકે. અનુમાન સ્વસત્તાને મેળવે ત્યારે તેનાં દ્વારા વ્યાકિની પ્રતીતિસ્વીકાર થઈ શકશે. વ્યાતિજ્ઞાન વિના અનુમાન ન થાય અને તમારા કહેવા પ્રમાણે અનુમાન વિના વ્યાતિજ્ઞાન ન થાય. જો આ દોષથી બચવા માટે અન્ય અનુમાનને વ્યાપ્તિ ગ્રાહક માનશો તો અનવસ્થા દોષ આવશે. આ પ્રસ્તુત વ્યાપિનું ગ્રાહક જે બીજું અનુમાન તે પણ વ્યાતિજ્ઞાન વિના તો થઈ શકતું નથી, માટે તે બીજા અનુમાનને સિદ્ધ કરવા તેની વ્યાપ્તિના જ્ઞાન માટે ત્રીજું અનુમાન કરવું પડશે. એમ અનંત અપ્રમાણિક અનુમાનોની કલ્પના રૂપી દુસરા અનવસ્થા નદી વચ્ચે આવી જાય છે. આ દોષથી બચવા બીજા અનુમાન સંબંધી વ્યામિ સ્વતઃ ગ્રહણ થઈ જાય છે, એમ માનતા હો તો પહેલા અનુમાને શું ગુનો કર્યો કે એની વ્યાપ્તિને જાણવાં અન્ય અનુમાનની શોધ કરવી પડે? અને સ્વતને બદલે દ્વિતીય અનુમાન માટે વ્યાપ્તિ પણ અન્ય અનુમાનથી ગ્રહણ થાય એમ માનીએ તો હજારો યુગો સુધી અનુમાન કરવા છતાં પણ વ્યાપ્તિ જ્ઞાન થઈ શકશે નહિ. કા.કે. વ્યાતિગ્રાહક પછી પછીના અનુમાનનો છેડો જ આવતો નથી અને છેડો ન આવે ત્યાં સુધી એક પણ પાછળનું અનુમાન સુનિશ્ચિત ન બને અને ત્યાં સુધી તે પૂર્વ પૂર્વના અનુમાનને ક્યાંથી લીલી ઝંડી આપી શકે? ૨૦. શંકાકાર : નિર્વિકલ્પક પ્રત્યક્ષ વિચાર વગરનું હોવાથી ભલે વ્યક્તિને ગ્રહણ ન કરે, પરંતુ તેની પાછળ ઉત્પન્ન થનાર સવિકલ્પક જ્ઞાન તો વ્યાપ્તિને ગ્રહણ કરી શકશે ને? સમાધાનઃ એમ પણ બરાબર નથી, જો નિર્વિકલ્પથી વ્યામિનું ગ્રહણ ન થઈ શકતું હોય, તો સવિકલ્પક જ્ઞાનથી પણ વ્યાપ્તિનું ગ્રહણ શકય નથી. કારણ કે નિર્વિકલ્પક દ્વારા જે પદાર્થ ગ્રહણ કરાય છે, તે જ સવિકલ્પક જ્ઞાનનો વિષય બને છે. શંકાકાર : વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પજ્ઞાનના વિષયની અપેક્ષા રાખતું નથી, અને તેનાંથી અન્ય પદાર્થને પણ પોતાનો વિષય બનાવે છે. એટલે નિર્વિકલ્પજ્ઞાનનો જે વિષય ન બન્યો હોય તે પણ સવિકલ્પક જ્ઞાનનો વિષય બની શકે છે. સમાધાન : તે વિકલ્પ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ? તે પ્રમાણ હોય તો તેને પ્રત્યક્ષ અનુમાનથી જુદુ પ્રમાણ માનવું જોઇએ. કારણ કે પ્રત્યક્ષ અથવા અનુમાનરૂપ માનશો તો તેના દ્વારા તો વ્યાતિનું ગ્રહણ થતું નથી એ અમો પહેલા કહી દીધું છે, માટે ભિન્ન પ્રમાણ માનવું પડશે. તો તે ભિન્ન પ્રમાણ જ ઊહ છે. જો તે વિકલ્પ અપ્રમાણ છે, તો તેનાથી વ્યાપ્તિ જ્ઞાનનો નિશ્ચય થાય છે એવી શ્રદ્ધા કરવી તે નપુંસકથી પુત્રોત્પત્તિની આશા રાખવા જેવું બેહુદુ છે. ૨-૦ચેન પ્રત્ય-૦
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy