SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧૪૧ ૧૨૭ अफलाव्यावृत्त्या च फलव्यवहारो भविष्यतीति चेत्, नैवम्, एवं सति प्रमाणान्तराद्व्यावृत्त्याऽप्रमाणव्यवहारः, फलान्तराद्व्यावृत्त्याऽफलव्यवहारोऽप्यस्तु, विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद्वस्तुनः । ६ १५०. तथा, तस्यैवात्मनः प्रमाणाकारेण परिणतिस्तस्यैव फलरूपतया परिणाम इत्येकप्रमात्रपेक्षया વ્યાવૃત્તિથી પ્રમાણન અને અફળની વ્યાવૃત્તિથી ફળનો વ્યવહાર થઈ શકશે. નાહક અમારી પાછળ પડ્યા છો? બૌદ્ધ માને છે કે અતદ્વયાવૃત્તિ તલ્લક્ષણ છે. સમાધાનઃ આ માન્યતા યોગ્ય નથી. દરેક વસ્તુ વિજાતીય પદાર્થથી ભિન્ન છે. તેમ સજાતીયોથી પણ ભિન્ન હોય છે, એથી અન્ય પ્રમાણથી વ્યાવૃત્તિ દ્વારા અપ્રમાણનો વ્યવહાર, અન્ય ફળથી વ્યાવૃત્તિ વડે પણ અફળનો વ્યવહાર માનવો પડશે. એટલે જે પ્રત્યક્ષ પ્રમાણ છે તેની અપ્રમાણથી વ્યાવૃત્તિ થવાથી તેનો પ્રમાણ તરીકે વ્યવહાર થાય છે, તેમ તેની અનુમાનાદિ અન્ય પ્રમાણથી વ્યાવૃત્તિ થાય છે, માટે (જેની પ્રમાણથી વ્યાવૃત્તિ થાય) તેનો અપ્રમાણ તરીકે પણ વ્યવહાર કરવો પડશે એટલે પ્રત્યક્ષ પ્રમાણને અપ્રમાણ કહેવાની આપત્તિ આવે, તેની જેમ ઘટના બોધ સ્વરૂપે જે ફળ છે, તે ઉપાદેય બુદ્ધિ રૂપ ફળથી વ્યાવૃત્તિ પામે છે માટે તે ફળને પણ અફળ કહેવાનો પ્રસંગ આવશે. કા.કે. તમેતો આવો નિયમ બનાવ્યો છે કે જેની જેનાથી વ્યાવૃત્તિ હોય તેના ભેદનો વ્યવહાર તેમાં થાય છે. [પ્રમાણ અને ફળને સ્વજાતીયથી પણ અલગ બતાવવા પોતાના સ્વરૂપથી પણ તેમનું જ્ઞાન મેળવવું જરૂરી છે. અન્યથા સજાતીયથી વ્યાવૃત્તિનો અસંભવ થઈ જશે. સામે કોઈ પશુ છે ત્યારે કોઈ કહે છે આ ગાય તો નથી, હવે પોતે-પ્રમાતા ગાયના સ્વરૂપને ; હોય તો જ આમ પ્રયોગ કરી શકે, એ અનુભવ સિદ્ધ છે.“આ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ નથી” આવા પ્રયોગ માટે પ્રત્યક્ષ પ્રમાણને જાણવું જરૂરી છે. એટલે તેનું જ્ઞાન થયા પછી જ અતદ્દનું જ્ઞાન સંભવે.]. ૧૫૦. તથા જે આત્મા પ્રમાણરૂપે પરિણત થાય છે તેજ આત્મા ફળ રૂપે પરિણામ પામે છે. એમ એક પ્રમાતાની અપેક્ષાએ પ્રમાણ અને ફળનો અભેદ છે. १ अन्य प्रमाणात् । २ ०लत्वव्य० -डे० । ३ प्रमाणान्तरात् ।। ૧ – કોઈ કહે છે કે “આ પટ નથી” તો એનો અર્થ એમ થાય છે કે “પટ સિવાયનો ઘટ છે.” પ્રત્યક્ષ પ્રમાણ નથી = પ્રત્યક્ષ પ્રમાણસિવાય અન્ય પ્રમાણનો વ્યવહાર થઈ જશે. એટલે કે તભિન્નત સદેશનું ગ્રહણ થઈ ગયું. આ પથુદાસ નગના આધારે પ્રમાણ અને ફળનો વ્યવહાર થઇ શકે. એ પ્રમાણે પથુદાસ નગથી તમે પટના અભાવમાં ઘટનું ગ્રહણ કરો છો તો એ પ્રમાણે પ્રસજ્યનગથી અન્ય પ્રમાણની વ્યાવૃત્તિથી સર્વથા પ્રમાણની વ્યાવૃતિ થવાથી કોઈ પ્રમાણનો વ્યવહાર જ નહી થાય અને અન્ય ફલની વ્યાવૃત્તિથી ફલનો કોઈ વ્યવહાર જ નહી થાય દા.. કોઈ કહે છે અહીં પટ નથી તો તેનો અર્થ પ્રસજ્ય નઝના આધારે એવો થાય છે અહીં સર્વથા વસ્તુનો જ અભાવ છે. તે રીતે અમુક ફલની વ્યાવૃત્તિ થવાથી સર્વથા ફળનો અભાવ થાય છે, તેથી પ્રમાણનો કે ફલનો વ્યવહારજ સંભવે નહી. ૧ પ્રમાણ પણ સજાતીય= જે બીજા પ્રમાણ છે તેનાથી વ્યાવૃત્ત=ભિન છે જ આ પથુદાસનગ થયોને “અહીં પ્રત્યક્ષ પ્રમાણ નથી તે અન્ય પ્રમાણ રૂપ છે એમ પ્રત્યક્ષ ભિન્ન તત્સદેશ અન્ય પ્રમાણનું ગ્રહણ થયું. તેની જેમ “પ્રમાણ નથી” તેમ “પ્રસજ્યનગુ” લગાડીએ ત્યારે વિજાતીય નું ગ્રહણ થાય છે એટલે અહીં સર્વથા પ્રમાણનો અભાવ છે એટલે કે અપ્રમાણ છે. એમ અહીં વ્યાવૃત્તિ માટે બન્ને જાતના નગનો પ્રયોગ થઇ શકે છે, એટલે જયાં પર્યદાસનગુ દ્વારા વ્યાવૃત્તિ કરશું ત્યાંતો પ્રમાણનું શાન પણ જરૂરી બને છે. કારણ કે તે તો પ્રમાણાન્તર છે, કંઈ સર્વથા અપ્રમાણ નથી. એમ પ્રમાણના શાનની પણ જરૂર પડે છે. માત્ર અત૬ વ્યાવૃતિથી કામ ન ચાલે પ્રમાણાત્તરની વ્યાવૃત્તિ દ્વારા પ્રમાણાન્તરનો વ્યવહાર થાય છે, જેમાં પ્રત્યક્ષ પ્રમાણની વ્યાવૃતિથી અનુમાન પ્રમાણનો વ્યવહાર પર્ણદાસનથી સંભવે છે. એમ અનુમાન પ્રમાણનો વ્યવહાર કરવા માટે પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણ સાતીયનું શાન/જરૂરી જ બન્યું ને. પરંતુ બૌદ્ધ તો આવાનગુની ભાંજગડમાં પડતો જ નથી બસ વ્યાવૃત્તિ હોય ત્યાં ભેદ માને છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy