SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૯ ૯૩ तस्मात् स्मृतिहेतू अविच्युतिसंस्कारावनेन सङ्ग्रहीतावित्यदोषः । यद्यपि स्मृतिरपि धारणाभेदत्वेन सिद्धान्तेऽभिहिता तथापि परोक्षप्रमाणभेदत्वादिह नोक्तेति सर्वमवदातम् । ६ १०६. इह च क्रमभाविनामप्यवग्रहादीनां कथञ्चिदेकत्वमवसेयम् । विरुद्धधर्माध्यासो ह्येकत्वप्रतिपत्तिपरिपन्थी । न चाऽसौ प्रमाणप्रतिपन्नेऽर्थे प्रत्यार्थितां भजते । अनुभूयते हि खलु हर्षविषादादिविरुद्धविवर्ताक्रान्तमेकं चैतन्यम् । विरुद्धधर्माध्यासाच्च बिभ्यद्भिरपि कथमेकं चित्र पटीज्ञानमेकानेकाकारोल्लेखशेखरमभ्युगम्यते सौगतैः, चित्रं वा रूपं नैयायिकादिभिरिति ? । એ વાત ચોક્કસ છે કે કોઈ તીવ્ર ક્ષયોપશમ વાળી વ્યક્તિ હોય તો એક વારમાં જ તેના સંસ્કાર પડી જાય છે, તો સ્મૃતિમાં આવી શકે. જેમ કે સ્થૂલભદ્રની બહેન યક્ષા. માટે સ્મૃતિ હેતુ રૂપ અવિશ્રુતિ અને સંસ્કાર (સૂત્રમાં) “સ્મૃતિ હેતુ” આ પદથી ગ્રહણ થઈ જાય છે, માટે કોઈ દોષ નથી. જો કે સ્મૃતિ પણ ધારણાના પ્રકાર તરીકે સિદ્ધાન્તમાં-આ.નિર્યુક્તિ, સ્યાદ્વાદરત્નાકર વિ.માં તથા વિશેષાવશ્યકભાષ્યમાં નિર્દેશવામાં આવી છે, છતાં તે પરોક્ષ પ્રમાણનો પ્રકાર હોવાથી અહીં પ્રત્યક્ષ પ્રકરણમાં તેની વાત કરી નથી, એટલે બધી પ્રરૂપણા યોગ્ય છે. શિંકા ધારણા પ્રત્યક્ષનો ભેદ છે અને સ્મૃતિ પરોક્ષનો ભેદ છે, ને પાછું કહ્યું કે સ્મૃતિ ધારણાનો ભેદ છે, તે કેવી રીતે ઘટે? સમાધારણાના કર્મગ્રંથમાં અવિશ્રુતિ-વાસના-સ્મૃતિએમ ત્રણભેદ પાડ્યાં છે, સ્મૃતિ પણ ધારણાનો ભેદ કહ્યો છે, અવિશ્રુતિને વાસના ધારણા તેનું કારણ પણ છે. “સ્મૃતિ, અને જાતિસ્મૃતિ મતિજ્ઞાનરૂપ છે” એમ પ્રત્યક્ષરૂપ કહી તે સિદ્ધાંતનો આશય છે. કા. કે. અત્તતોગત્વા મતિજ્ઞાન સ્વરૂપ અપાયમાંથી તે જન્મે છે, નહીતર અવિશ્રુતિ અને વાસના-સંસ્કારને પણ મતિજ્ઞાન નહી માની શકાય. અવિશ્રુતિમાં અપાયની જરૂર પડે છે, વાસનામાં અપાય અને અવિય્યતની જરૂર પડે છે. જ્યારે સ્મૃતિમાં આ ત્રણેની જરૂર પડે છે. કા. કે. અનુભૂતનું જ સ્મરણ થાય છે. એટલે બધુ જ્ઞાન મતિજ્ઞાન સ્વરૂપ જ છે. જ્યારે પ્રમાણગ્રંથમાં મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની વિચારણા નથી, અહીં તો પ્રત્યક્ષ અને પરોક્ષની વિચારણા કરવાની છે. એટલે જે જ્ઞાન મતિરૂપ હોય કે શ્રુતરૂપ, પણ “આ ઘટ છે” ઇત્યાદિ ઈદંતારૂપે ભાસે અને બીજા જ્ઞાનની અપેક્ષા વિના પણ થઈ જાય તે પ્રત્યક્ષ, આવું લક્ષણ તો સ્મૃતિમાં ઘટતું નથી, તેમાં પરોક્ષનું જ લક્ષણ ઘટે છે માટે પરોક્ષમાં ગણી છે.] - ૧૦૬. જો કે અવગ્રહ ઈહા-અપાય ધારણા અનુક્રમે પેદા થાય છે, તો પણ તેમનામાં કથંચિત્ એકપણું રહેલું છે, એમ અનુમાન કરી શકાય, વિરૂદ્ધ ધર્મનો અધ્યાસ = આભાસ જ એકત્વનો અનુભવ કરાવવામાં તો બાધક બને છે, પરંતુ આ વિરૂદ્ધ ધર્મનો અધ્યાસ- આરોપ પ્રમાણસિદ્ધ પદાર્થમાં બાધક બનતો નથી. ખરેખર હર્ષ વિષાદ વગેરે પરસ્પર વિરોધી પર્યાયથી વ્યાપ્ત એવું એક ચૈતન્ય અનુભવાય છે. એક જ વ્યક્તિમાં કયારેક એવો પ્રસંગ બને છે કે પુત્રના મરણથી વિષાદ ઉભો થાય છે અને દીકરાને ચાર પુત્રી ઉપર પુત્ર જન્મ્યો એ સાંભળી હર્ષ પણ થાય છે. વિરૂદ્ધ ધર્મના અધ્યાસથી ડરનારા બૌદ્ધો પણ એક ચિત્રપટના જ્ઞાનને નીલપીતાદિ અનેક આકારનાં ઉલ્લેખવાળું કેવી રીતે માને છે? કે નૈયાયિકો પણ એક જ અવયવીમાં ચિત્રરૂપ કેવી રીતે માને છે ? ૨-૦થે જ્ઞાન - 1 ૧ નીલપીતાદિ અનેક રૂપથી મિશ્રિતવણને ચિત્રરૂપ કહે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy