SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ /૧/૧/૨૯ પ્રમાણમીમાંસા अस्य ह्यज्ञानरूपत्वे ज्ञानरूपस्मृतिजनकत्वं न स्यात्, नहि सत्ता सत्तान्तरमनुविशति । अज्ञानरूपत्वे चास्यात्मधर्मत्वं न स्यात्, चेतनधर्मस्याचेतनत्वाभावात् । ६ १०५. नन्वविच्युतिमपि धारणामन्वशिषन् वृद्धाः, यद्भाष्यकार:-"अविच्चुई धारणा होई" • [विशेषा० गा० १८०] तत्कथं स्मृतिहेतोरेव धारणात्वमसूत्रयः ? । सत्यम्, अस्त्यविच्युति म धारणा, किन्तु साऽवाय एवान्तर्भूतेति न पृथगुक्ता । अवाय एव हि दीर्घदीर्घाऽविच्युतिर्धारणेत्युच्यत इति । स्मृतिहेतुत्वाद्वाऽविच्युतिर्धारणयैव सङ्ग्रहीता । न ह्यवायमात्रादविच्युरेतिरहितात् स्मृतिर्भवति, गच्छत्तृणस्पर्शप्रायाणामवायानां परिशीलनविकलानां स्मृतिजनकत्वादर्शनात् । સ્મૃતિનું ઉપાદાન કારણ ન બની શકે, કેમકે જે પદાર્થ જે સ્વરૂપે સતું હોય તેનાથી ભિન્ન સ્વરૂપમાં તેનો સદ્ભાવ થઈ શકતો નથી. કોઈપણ ઉપાદાન કારણ તો સજાતીય હોય, જેમ મૃત્વટ અને તેનું ઉપાદાન મૃપિંડ બંને માટી (પૃથ્વી) રૂપજ છે, માટે જો અપાય અને સ્મૃતિ જ્ઞાનરૂપ હોય તો તેમના ઉપાદાન ભૂત ઈહા અને ધારણા પણ જ્ઞાન રૂપજ હોય. માટીમાંથી ક્યારેય સુવર્ણઘટ ન બની શકે. વળી અજ્ઞાનરૂપ હોય તો તે આત્માનો ધર્મ ન બની શકે, કારણ કે ચેતનનો ધર્મ અચેતન રૂપ ન હોઈ શકે. “ઈહા અવગ્રહનો ઉપયોગ વિશેષ છે, ધારણા અવાયનો ઉપયોગ વિશેષ છે. ઈહાનું કાર્ય અવાય છે અને ધારણાનું કાર્ય-ઉપાદેય સ્મૃતિ છે, તે ચેતન રૂપ છે અને ચેતનનું ઉપાદાન કારણ અચેતન ન હોઈ શકે. (લઘીય સ્ત્રી)” ૧૦૫. શંકાકારસ્પ્રાચીન આચાર્યોએ અવિશ્રુતિને પણ ધારણા માનીને ઉપદેશ કર્યો છે. “અવિશ્રુતિ એ ધારણા છે” એમ વિશેષ. ભાષ્ય (ગા.૧૮૦)માં કહ્યું છે. તો પછી તમે માત્ર સ્મૃતિનાં કારણને જ સૂત્રમાં ધારણા કેવી રીતે કહી? સમાધાનઃ તમારી વાત સાચી છે, અવિશ્રુતિ ખરેખર ધારણા છે, પરંતુ તેનો સમાવેશ અવાયમાં થઈ જાય છે, તેથી તેને જુદી નથી ગણાવી. “આ ઘડો છે.” પહેલીવારનો નિશ્ચય આ અપાય અને પછી જેટલા સમયસુધી આ ઘડો છે” આવો અપાય જ દીર્ધ દીર્ઘતર બની ઉપયોગ રૂપે ચાલુ રહે તેનું નામ જ અવિશ્રુતિ કે ધારણા છે. અથવા અવિશ્રુતિ પણ સ્મૃતિનો હેતુ હોવાથી ધારણા દ્વારા તેનું પણ ગ્રહણ થઈ જાય છે. અવિશ્રુતિ વગરનાં માત્ર અવાયથી સ્મૃતિ પેદા થઈ શકતી નથી. બિનઉપયોગમાં રસ્તા પરથી પસાર થતાં ઘાસ વિ.નો સ્પર્શ થઈ જાય, પરંતુ તેનો કોઈ ઉપયોગ ન રહે અથવા જેનું પાછળથી પરિશીલન–પુનઃપુનઃ આલોચન ન ચાલે તો (તે સ્પર્શ વિ. વિષયવાળા) અવાયો સ્મૃતિને ઉત્પન્ન કરનારા જોવામાં આવતા નથી. માત્ર એક વાર પુસ્તક ઉપર નજર ફેરવી વંચાઈ જાય તે વખતે જ્ઞાન થઈ ગયું. પણ પાછળથી તેની થોડી માત્ર પણ વિચારણાતે કથન પુનઃ પુનઃમનમાં લાવવાનું ન ચાલે તો તેવાનું સ્મરણ થઈ શકતું નથી. १ वैशेषिकाः । २ धारणा तस्स-विशेषा० । ३ ०दविच्युतिविर०-डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy