SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ધ્યાનથી કેવો નિવ્યાજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાન રૂપ પરમ અમૃતરસ સાગરમાં નિમગ્ન થયેલ યોગિરાજ જે સહજત્મસ્વરૂપના આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તો તે મુનિ પોતે જ જાણે છે. આ ધ્યાનજન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા પ્રકારનું છે, કારણકે અત્રે તો કામના સાધન રૂ૫ શબ્દાદિ વિષયોનો સર્વ જય હોય છે, જિતેન્દ્રિયપણા રૂપ “જિનત્વ હોય છે. તાત્પર્ય કે - તાત્ત્વિક - પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે, કારણકે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા પ્રગટે શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ ધ્યાનસન આત્માધીન અવલંબનની અપેક્ષા છે, એટલે કે તે કેવલ આત્માધીન છે અને તે કર્મવિયોગ માત્રથી ઉપજે છે, એટલે તેમાં કર્મનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં આત્મા ધ્યાતા છે, બેય આત્મા છે ને ધ્યાન આત્મા છે, ધ્યાતા-ધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે. પરમ શદ્ધ અદ્વૈત થાય છે. સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાત્મસ્વરૂપ એ જ સાધન, ને સહજાત્મસ્વરૂપ એ જ સિદ્ધિ - એમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ વિકલ્પ રૂપ આલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ “સ્વસ્થતા” ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષય સુખમાં રાચનારા પામર જનોને શી ખબર પડે ? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડીઆને શી ગમ પડે ? તેમ અનુભવ વિના તે ધ્યાન સુખ કેમ કહી શકાય ? “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે, અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કુણ લહે નર નારી રે ?” - શ્રી યશોવિજયજી કૃત યો.દ. સા . "ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । વિવેદવતગ્નિસ્નત શર્મસાર સવ હિ !” - પરમર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત યો.દ.સ. ગ્લો. ૧૭૧ ૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy