________________
સ્યાદ્વાદ અધિકાર સમયસાર કલશ ૨૬ઃ “અમૃત જ્યોતિ ભાવમયી - આત્મભાવમયી - સ્વભાવમથી “અકંપ' - કંપ રહિત - નિશ્ચલ “ભૂમિને' - ભૂમિકાને આક્ષે છે' - આશ્રય કરે છે - અવલંબે છે, તેઓ “સાધકપણાને' - સાધક ભાવને - સાધક દશાને પામી સિદ્ધ થાય છે - તે સાધવરુત્વથી ભયંતિ સિદ્ધા, પરંતુ “મૂઢો' - મોહમૂઢ જનો તો “આને' - આ શાનભૂમિકાને “નહિ ઉપલભી' - નહિ પામી - નહિ દેખી - નહિ અનુભવી “પરિભ્રમે છે' - આ અનંત સંસારમાં ફરી ફરીને ભ્રમણ કરે છે - મૂઢાર્વભૂમનુષત્તમ્ય રિઝમતિ | અર્થાત્ સ્વરૂપનો - નિશ્ચયનો લક્ષ રાખ્યા વિના માત્ર વ્યવહારનું જ આલંબન લીએ છે તે ક્રિયાજડ વ્યવહારવિમૂઢો હો, કે -નિશ્ચયલક્ષી વ્યવહારનું આલંબન છોડી નિશ્ચય સ્વરૂપ પામવાની દુરાશા સેવનારા ને માત્ર નિશ્ચયની ખાલી શુષ્ક વાતો કરનારા શુષ્કશાની નિશ્ચયવિમૂઢો હો, કે વ્યવહારવિમૂઢ - નિશ્ચયવિમૂઢ એવા ઉભય વિમૂઢ હો, તે વ્યવહારાભાસી નિશ્ચયાભાસી કે ઉભયાભાસી - સર્વ પ્રકારના મૂઢજનો આ શાન
ભૂમિકાને પામવા સમર્થ થતા નથી. કારણકે નિશ્ચયલક્ષી વ્યવહાર વિના નિશ્ચય સ્વરૂપને પામતા નથી. નિશ્ચય સ્વરૂપને પામ્યા વિના જ્ઞાનમાત્ર સાધક ભાવને પામતા નથી ને જ્ઞાનમાત્ર સાધક ભાવને પામ્યા વિના જ્ઞાનમાત્ર સિદ્ધ ભાવને પામતા નથી. એટલે આમ શાનભૂમિકા લાભના અભાવે મૂઢજનો સંસારમાં પરિભ્રમણ જ કરે છે.
૮૭.