SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અનેકાન્તનો મહામાતિશય ઉત્કીર્તન કરતા અદ્ભુત શ્લોકો वसंततिलका ये ज्ञानमात्रनिजभावमयीमकंपां, भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धाः, मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ર૬૬॥ ભૂ જ્ઞાનમાત્ર નિજ ભાવમયી અકંપા, કેમેય મોહ કરી દૂર જ જે શ્રયંતા; તે પામી સાધકપણું અહિં થાય સિદ્ધો, મૂઢો ન આ લહી પરિભ્રમતા અબુદ્ધો. ૨૬૬ અમૃત પદ - ૨૬૬ (‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ’ એ રાગ ચાલુ) મોહ હરી વિણ જંપ... ચેતન ચિંતવ રે, કેમે કરી જે પાત્ર... ચેતન ચિંતવ રે. નિજ ભાવમયી અકંપ... ચેતન. ભૂમિ આશ્ને જ્ઞાનમાત્ર... ચેતન. ૧ સાધકપણું તે પામતા... ચેતન. સિદ્ધો તેહ હવંત... ચેતન. મૂઢો તો આ ન જ પામતા... ચેતન. ભવમાં પરિભ્રમંત... ચેતન. ૨ સાધક સિદ્ધની આ વાત... ચેતન. ભગવાન અમૃતચંદ્ર... ચેતન. અમૃત કળશે આખ્યાત... ચેતન. સંભૃત અનુભવ કહે... ચેતન. ૩ અર્થ - કેમે કરીને - કોઈ પણ પ્રકારે જેનો મોહ દૂર કરાયો છે એવા જેઓ જ્ઞાનમાત્ર નિજ ભાવમયી અકંપ ભૂમિને આશ્ને છે, તેઓ સાધકપણાને પામીને સિદ્ધો થાય છે, પણ મૂઢો તો આને (ભૂમિને) નહિ પામીને પરિભ્રમે છે. ૨૬૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘કેવળ નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.'' શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૧ ‘સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી મોહ, ઝીપી વાસે મુક્તિ ધામે. તાર હો પ્રભુ !'' ચંદ્રની શ્રી દેવચંદ્રજી ઉપરમાં ભગવતી ‘આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં હજારો ગ્રંથોથી પણ ન વર્ણવી શકાય એવા પરમ અદ્ભુત પરમાર્થ આશય ગંભીર થોડા અમૃત વચનોમાં ઉપાયોપેય શાનમાત્ર નિજ ભાવ ભૂમિકા : ભાવનું અર્ચિત્ય ચિંતામણિ સમું અનન્ય ચિંતન કરી, તત્ત્વજ્ઞાન સાધત્વ પામી સિદ્ધ થાય સોળે કળાએ ખીલી ઊઠેલા પરમ તત્ત્વ ચિંતામણિ અમૃતચંદ્રજી હવે તેનો ઉપસંહાર કરતાં, અલૌકિક ચિંતામણિ રત્નમયી આ ભગવતી ‘આત્મખ્યાતિ’ના પૂર્ણાહુતિ અવસરે પૂર્ણ આત્મભાવોલ્લાસની વસંત ઋતુમાં પૂર્ણ કળાએ ખીલી નીક્ળી પૂર્ણ ભાવવાહી વસંતતિલકા વૃત્તમાં કળશ કાવ્ય निजभावमयीमकंपां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः પ્રકારે જેનો મોહ ‘અપનીત' થયો છે - વસંતની રેલુંછેલ કરે છે ये ज्ञानमात्र‘કથપિ' - કેમે કરીને માંડમાંડ કોઈ પણ દૂર કરાયો છે, એવા જેઓ ‘જ્ઞાનમાત્ર' - કેવળ જ્ઞાનરૂપ નિજ '' - - es; - – -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy