________________
સ્યાદવાદ અધિકારઃ “આત્મખ્યાતિ'- ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ’
કે
भाव्यमानभावाधारत्वमयी अधिकरणशक्तिः । स्वभावमात्रस्वस्वामित्वमयी संबंधशक्तिः । ૧. આત્મદ્રવ્યના હેતુભૂત ચૈતન્યમાત્ર ભાવપ્રાણ ધારણ લક્ષણા જીવત્વ શક્તિ. ૨. અજડત્વાત્મિકા (અજડપણા રૂ૫) ચિતિ શક્તિ. ૩. અનાકાર ઉપયોગમયી દૃષ્ટિ શક્તિ.
સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. ૫. અનાકુલત્વ લક્ષણા સુખ શક્તિ. ૬. સ્વરૂપ નિર્વર્તન (સ્વરૂપ સર્જન) સામર્થ્ય રૂપ વીર્ય શક્તિ. ૭. અખંડ પ્રતાપવંત સ્વાતંત્ર્ય શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ. ૮. સર્વભાવમાં વ્યાપક એવી એકરૂપા વિભુત્વ શક્તિ. ૯. વિશ્વ (સર્વ) વિશ્વના સામાન્ય ભાવપરિણામાત્મ દર્શનમયિ સર્વદર્શિત્વ શક્તિ. ૧૦. વિશ્વ વિશ્વના વિશેષ ભાવ પરિણામાત્મ જ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ. ૧૧. નીરૂપ આત્મપ્રદેશમાં પ્રકાશમાન લોકાલોક આકારથી મેચક (ચિત્ર) ઉપયોગ લક્ષણા
સ્વચ્છત્વ શક્તિ. ૧૨. સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવિત્તિમયી (સ્વ સંવેદનામયી) પ્રકાશ શક્તિ. ૧૩. ક્ષેત્ર-કાળથી અનવચ્છિન્ન (અમર્યાદિત) ચિત્ વિલાસાત્મિકા અસંકુચિતવિકાસિત્વ શક્તિ. ૧૪. અન્યથી અક્રિયમાણ અને અન્યની અકારક એવી એકદ્રવ્યાત્મિકા અકાર્યકારણ શક્તિ. ૧૫. પર-આત્મ નિમિત્તક જોય-જ્ઞાનાકારના ગ્રાહણ - ગ્રહણ સ્વભાવરૂપા પરિણમ્ય -
પરિણામાત્મકત્વ શક્તિ. ૧૬. અન્યૂનાતિરિક્ત (અન્યૂનાધિક) સ્વરૂપનિયતત્વ રૂપા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. ૧૭. પસ્થાન પતિત વૃદ્ધિ-હાનિ પરિણત એવી સ્વરૂપ પ્રતિષ્ઠત્વકારણ વિશિષ્ટગુણાત્મિકા
અગુરુલઘુત્વ શક્તિ. ૧૮. ક્રમ-અક્રમ વૃત્તિ વૃત્તિત્વ લક્ષણવાળી ઉત્પાદ – વ્યય - ધ્રુવત્વ શક્તિ. ૧૯. દ્રવ્યસ્વભાવભૂત ધ્રૌવ્ય - વ્યય - ઉત્પાદથી લિંગિત (ચિદ્વિત, ચિહ્નવાળી) સદેશ, વિદેશ
રૂપ એક અસ્તિત્વમાત્રમથી પરિણામ શક્તિ. ૨૦. કર્મબંધના વ્યપગમથી (દૂર થવાથી) વ્યંજિત (વ્યક્ત થયેલ) એવી સહજ સ્પર્ધાદિ શૂન્ય
આત્મપ્રદેશાત્મિકા અમૂર્તત્વ શક્તિ. ૨૧. જ્ઞાતૃત્વ માત્રથી અતિરિક્ત એવા સકલ કર્મકૃત પરિણામ કરણની ઉપરમાત્મિકા અકર્તુત્વ
શક્તિ .
૨૨. જ્ઞાતૃત્વ માત્રથી અતિરિક્ત એવા સકલ કર્મકૃત પરિણામ અનુભવની ઉપરમાત્મિકા
અભોસ્તૃત્વ શક્તિ. ૨૩. સકલ કર્મના ઉપરમથી પ્રવૃત્ત એવી આત્મપ્રદેશની નૈષ્પદ્યરૂપા (નિષ્પદપણા રૂપા)
નિષ્ક્રિયત્વ શક્તિ. ૨૪. આસંસાર (સંસારથી માંડીને, અનાદિથી) સંહરણ - વિસ્તરણથી લક્ષિત, કિંચિત્ ઊન
(ઊણા) ચરમ શરીર પરિમાણથી અવસ્થિત એવી લોકાકાશ સમ્મિત લોકાકાશ પ્રમાણ)
૮૪૯