SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’ : ‘અમૃત જ્યોતિ’ ભગવત્ અર્હત્ સર્વજ્ઞની સત્તા - પ્રમાણતા સર્વોપરિ પરમ પ્રમાણભૂત - પરમ આસ ગણાઈ સર્વ જગત્ને શિરસાવંદ્ય મનાય છે. એટલે ભગવત્ અર્હત્ સર્વજ્ઞનું જે આ પરમ તત્ત્વ દર્શન રૂપ સ્યાદ્વાદ શાસન એવું અસ્ખલિત છે, કે સમસ્ત વસ્તુ - તત્ત્વ સામ્રાજ્યમાં તેની એકછત્રી આણ સર્વત્ર અખંડ અબાધિતપણે પ્રવર્તી રહી છે. - - આવો આ ત્રૈલોક્ય ચક્રવર્તી સ્યાદ્વાદશું અનુશાસે છે ? તે તો નિશ્ચયે કરીને સર્વ અનેકાંતાત્મક છે અનેકાંતમય છે એમ ‘અનુશાસે છે' અનુશાસન – ઉપદેશ વિધાન કરે છે, તત્ત્વ શિક્ષા ફરમાવે છે સ : તુ સર્વમનેાંતાભમિત્યનુશાન્તિ ।' એમ શાને લીધે ? સર્વે ય વસ્તુના અનેકાંત સ્વભાવપણાને લીધે ‘સર્વસ્થાપિ વસ્તુનોડનેાંતત્વમાવત્વાત્' । અર્થાત્ આ વિશ્વને વિષે જે કોઈ પણ વસ્તુ છે તે ‘સર્વ જ' અનેક ‘અંત’ ગુણધર્મ જેમાં રહ્યા છે એવા અનેકાંત સ્વભાવવાળા અનેકાંતમય છે, એવું ‘અનુશાસન’ અનાદિ અર્હત્ પરંપરાથી ‘અનુ’ અનુક્રમે ચાલ્યું આવતું જ્ઞાનીઓના સનાતન સંપ્રદાયરૂપ ‘શાસન’ આજ્ઞારૂપ ઉપદેશ વિધાન આ યાાદ કરે છે. છે, એટલે સર્વ અનેકાંતાત્મક - 1 - - - તત્ - અતત્ આદિ ચૌદ મુદ્દા પરસ્પર વિરુદ્ધ શક્તિ હ્રય પ્રકાશન - અનેકાંત - અત્રે શંકા થવી સંભવે છે કે જો એમ છે તો પછી અત્રે આ શાસ્ત્રમાં આત્મ વસ્તુનું એક જ્ઞાનમાત્રપણે કેમ અનુશાસન કરવામાં આવ્યું છે ? એમ હોય તો તેમાં સ્યાદ્વાદ અનેકાંતમાં એકાંતપણાનો ‘પરિ દોષ' આવે છે, અથવા તો આજ્ઞા ભંગને લીધે સ્યાદ્વાદ શાસનનો ‘પરિકોપ’ (ગુસ્સો) પ્રાપ્ત થાય છે. ના, એમ નથી. અત્રે નિશ્ચયે કરીને આત્મ વસ્તુમાં જ્ઞાન માત્રપણે અનુશાસવામાં આવી રહેલમાં પણ - તે સ્યાદ્વાદનો ‘તત્ પરિકોપ’ - તે સ્યાદ્વાદનો પરિકોપ આવતો નથી ‘ઝત્ર સ્વાભવસ્તુનિ જ્ઞાનમાત્રતા અનુશાસ્યમાનેઽપિન તત્સરિકોપ ।' અત્રે આ શાસ્ત્રમાં અભેદગ્રાહી નિશ્ચયથી આત્મવસ્તુ ‘જ્ઞાનમાત્ર - કેવલજ્ઞાન રૂપ' છે એવું અનુશાસન - ઉપદેશ વિધાન કરવામાં આવી રહ્યું છે, છતાં તેમાં તે એકાંતપણાનો જરા પણ દોષ પ્રાપ્ત થતો નથી, કે સ્યાદ્વાદ રૂપ ભગવત્ અર્હત્ શાસનના લેશ પણ કોપનો પ્રસંગ આવતો નથી. એમ શાને લીધે ? જ્ઞાન માત્ર આત્મવસ્તુના સ્વયમેવ અનેકાંતપણાને લીધે’ જ્ઞાનમાત્રસ્યાભવન્તુન: સ્વયમેવાનેòાંતાત્ । અર્થાત્ જ્ઞાનમાત્ર - કેવલ જ્ઞાનરૂપ આત્મવસ્તુ છે. તે પણ ‘સ્વયમેવ' – સ્વયં જ - આપોઆપ જ અનેકાંત છે તેમાં અનેક અંત - ગુણધર્મ રહ્યા છે, તેમજ જ્ઞાનમાત્ર આત્મવસ્તુ છે એવું કથન પણ એકાંતિક નથી અનેકાંતિક છે, એટલે જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું સ્વયં જ અનેકાંતપણું હોઈ, ઉક્ત એકાંત દોષ અત્રે સંભવતો નથી. - વારુ, આ અનેકાંતની - - - - 1 સ્પષ્ટ વ્યાખ્યા શી છે ? તે પ્રકાશો. જે જ ‘તત્' - તે, તે જ ‘અતત્ તે નહિ, જે જ એક, તે જ અનેક, જે જ સત્' - છે, તે જ ‘અસત્’ છે નહિ, જે જ નિત્ય, તે જ અનિત્ય - એમ એક વસ્તુના ‘વસ્તુત્વના’ વસ્તુપણાના ‘નિષ્પાદક’ – સિદ્ધ કરનારા એવા પરસ્પર વિરુદ્ધ ‘શક્તિદ્વયનું’ શક્તિ દ્વંદ્વનું (બે શક્તિનું) પ્રકાશન તે અનેકાંત वस्तुवस्तुत्वनिष्पादकपरस्परविरुद्ध शक्तिद्वयप्रकाशनमनेकांतः ।’ ‘ત્યે ૮૦૫ - ‘‘સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામેલા શ્રી સર્વશે પ્રત્યેક વસ્તુને અનેકાંત અનેક અંતવાળી - ગુણધર્મ વાળી દીઠી છે, એટલે અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ છે અને તેનું સમગ્રપણે સર્વદેશીય ગ્રહણ કરે એવું અનેકાન્ત જ્ઞાન જ પ્રમાણ છે. તત્ - અતત્, સત્ અસત્, એક - અનેક, ભેદ – અભેદ, નિત્ય - અનિત્ય એમ એક વસ્તુના પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું સાપેક્ષપણે પ્રકાશન કરે તે અનેકાંત. આ અનેકાંત "यस्य पुरस्साद्विगलितमाना, न प्रतितीथ्यां भुवि विवदन्ते । મૂવિ રમ્યા પ્રતિપવમાસીદ્ધાતવિોશામ્બુનમૃતુહાસ' ।।'' - શ્રી સમન્તભદ્રાચાર્યજી પ્રણીત બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy