SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (૧) રાગપરિણત જ નવાં દ્રવ્યકર્મથી બંધાય છે, વૈરાગ્યપરિણત નહિ, રાગપરિણત નવાં દ્રવ્યકર્મથી નથી મૂકાતો, વૈરાગ્ય પરિણત જ મૂકાય છે. તેથી નિશ્ચય થાય છે કે દ્રવ્યકર્મનું સાધકતમ કારણ રાગ પરિણામે જ છે, તેથી રાગ પરિણામ જ નિશ્ચયથી બંધ છે. (૨) અર્થાત્ પરિણામનું રાગવિશિષ્ટપણું જ બંધનું મુખ્ય કારણ છે - પરિણામનું આ વિશિષ્ટપણું રાગ-દ્વેષ-મોહમયપણાએ કરીને હોય છે અને તે વિશિષ્ટપણું શુભાશુભપણાએ કરીને બે ભાગમાં વિભક્ત છે - મોહ-દ્વેષ-મયપણાએ કરીને અશુભ પણું અને રાગમયપણાએ કરીને શુભપણું અને અશુભપણું હોય છે, કારણકે મંદ રાગનું વિશુદ્ધિ અંગપણું છે તેથી શુભ રાગપણું અને તીવ્ર રાગનું સંક્લેશ અંગપણું છે તેથી અશુભ રાગપણું છે માટે. આમ શુભાશુભ બે વિભાગમાં વિભક્ત વિશિષ્ટ પરિણામવિશેષ બંધનું કારણ છે, અવિશિષ્ટ (સહજ સ્વભાવભૂત) પરિણામ મુક્તપણાનું કારણ છે. તેની વૈજ્ઞાનિક પ્રક્રિયા આ પ્રકારે - (૧) પ્રથમ તો પરિણામ ઢિવિધ-બે પ્રકારનો છે – (૧) સ્વદ્રવ્ય પ્રવૃત્ત (૨) પરદ્રવ્ય પ્રવૃત્ત, તેમાં (૧) “પદ્રવ્ય પ્રવૃત્ત' જે પરિણામ છે તે પરથી ઉપરક્તપણાને લીધે પરદ્રવ્ય પ્રવૃત્ત “વિશિષ્ટ' “વિશિષ્ટ' પરિણામ છે, મૂળ સહાત્મસ્વરૂપ - સહજ સ્વભાવભૂત જે પરિણામ : સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ છે તેમાં કંઈ વિક્રિયા રૂપ વિભાવ પરિણામ - ઓર વિશેષયુક્ત અવિશિષ્ટ પરિણામ વિકત પરિણામ છે અને (૨) “સ્વદ્રવ્ય પ્રવૃત્ત” જે પરિણામ છે તે પરથી અનુપરક્તપણાને લીધે - નહિ રંગાયાપણાને લીધે “અવિશિષ્ટ' પરિણામ છે, મૂળ જેવો સહજત્મસ્વરૂપ - સહજ સ્વભાવભૂત જે પરિણામ છે તેમાં કંઈ પણ વિક્રિયા રૂ૫ વિભાવ પરિણામના - વિશેષયુક્ત વિકૃત પરિણામના અભાવે “અવિશિષ્ટ અવિકૃત પરિણામ છે. અત્રે આ વિશિષ્ટ પરિણામના બે વિશેષો - ભેદો છે - (૧) શુભ પરિણામ અને (૨) અશુભ પરિણામ. શુભ પરિણામ છે તે પુણ્ય - પુદ્ગલબન્ધના કારણપણાને લીધે “પુણ્ય” અને અશુભ પરિણામ છે તે પાપ પુદ્ગલબન્ધના કારણપણાને લીધે (કારણમાં કાર્યના ઉપચારથી) “પાપ” છે. પણ જે અવિશિષ્ટ પરિણામ છે તેનું શુદ્ધપણું જ છે, એટલે તેના એકપણાને લીધે વિશેષ' - ભેદ છે નહિ, તે તો કાળે કરીને સંસાર દુઃખ હેતુરૂપ કર્મપુદ્ગલનું ક્ષયકારણ હોય છે, એટલે તે પણ કારણમાં કાર્યના ઉપચારથી સંસાર દુઃખ હેતુ એવા કર્મપુદ્ગલનો ક્ષયાત્મક મોલ જ છે આમ આત્માનો જે “સ્વદ્રવ્ય પ્રવૃત્ત' પરિણામ - પોતાના આત્મદ્રવ્યમાં જ પ્રવૃત્તિ કરતો “અવિશિષ્ટ' પરિણામ છે, તે જ આત્માનો “સહજાત્માસ્વરૂપ” શુદ્ધ પરિણામ શુદ્ધોપયોગ : અશુદ્ધોપયોગ - અથવા શુદ્ધોપયોગ છે અને આત્માનો જે “પદ્રવ્ય પ્રવૃત્ત’ પરિણામ - શુભોપયોગઃ અશુભોપયોગ પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતો “વિશિષ્ટ' પરિણામ છે, તે જ આત્માનો અસહજાત્મસ્વરૂપી - અસહજ કૃત્રિમ વિપરિણામ રૂપ - વિકૃત વિભાવ પરિણામ રૂપ અશુદ્ધ પરિણામ અથવા શુભોપયોગ - અશુભોપયોગમાં વિભક્ત થયેલો અશુદ્ધોપયોગ છે. આ અંગે પરમતત્ત્વવિજ્ઞાની પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ great spiritual scientist પ્રવચનસાર, ૨-ગા. ૬૩ થી ૬૬ માં” કહ્યું છે કે – (૧) “આત્મા ઉપયોગાત્મા (ઉપયોગ સ્વરૂપ) છે, ઉપયોગ જ્ઞાન-દર્શન संस्पृश्यतैवाभिनवेन द्रव्यकर्मणा चिरसंचितेन पुराणेन च वैराग्यपरिणतो न बध्यते । ततोऽवधार्यते द्रव्यबन्धस्य साधकतमत्वाद्रागपरिणाम एव निश्चयेन बन्धः ।। द्रव्यबन्धोस्ति तावद्विशिष्टपरिणामात् । विशिष्टत्वं तु परिणामस्य रागद्वेषमोहमयत्वेन । तत्र शुभाशुभत्वेन द्वैतानुवर्ति । तत्र मोहद्वेषमयत्वेनाशुभत्वं, रागमयत्वेन तु शुभत्वं चाशुभत्वं च - विशुद्धिसंक्लेशाङ्गत्वेन रागस्य द्वैविध्यात् भवति ।। द्विविधस्तावत्परिणामः परद्रव्यप्रवृत्तः स्वद्रव्यप्रवृत्तश्च । तत्र परद्रव्यप्रवृत्तः परोपरक्तत्वाद्विशिष्टपरिणामः, स्वद्रव्यप्रवृत्तस्तु परानुपरक्तत्वादविशिष्टपरिणामः । तत्रोक्तौ द्वौ विशिष्टपरिणामस्य विशेषौ, शुभपरिणामो शुभपरिणामच्च । तत्र पुण्य पुद्गलबन्धकारणत्वात् शुभपरिणामः पुण्यं, पापपुद्गलबन्धकारणत्वादशुभपरिणामः पापं । अविशिष्टपरिणामस्य तु शुद्धत्वेनैकत्वान्नास्ति विशेष स काले संसारदुःखहेतुकर्मपुद्गलक्षयकारणत्वात्संसारदुःखहेतुकर्मपुद्गलक्षयात्मको मोक्ष एव ।" . - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા ગા. ૮૭-૮૯ ૩૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy