________________
સમયસાર : આત્મખ્યાતિ
આથી ઉલટું, વ્યવહાર પથ આશ્રિત જેઓ દ્રવ્યલિંગનું મમત્વ ધરે છે, તે સમયસારને દેખતા નથી એવો સમયસાર કળશ (૪૯) સંગીત કરે છે -
शार्दूलविक्रीडित यो त्वेनं परिहत्य संवृतिपथप्रस्थापितेनात्मना, लिंगे द्रव्यमये वहंति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखंडमेकमतुलालोकं स्वभावप्रभा - प्राग्भारं समयस्य सारममलं नायापि पश्यंति ते ॥२४१॥ કિંતુ આ પથ છોડી સંવૃતિ પથે જે આત્મ પ્રસ્થાપતાં, લિંગે દ્રવ્યમયે વહે જ મમતા તત્ત્વાવબોધ મુતા; તે દેખે ન હજુ અખંડ અમલો સારો સમૈનો પરો, નિત્યોદ્યોત સ્વભાવ કાંતિ અતુલાલોકે મૃતો એકો સમૈ સાર રે ! ભાસ્વરો. ૨૪૧
અમૃત પદ - ૨૪૧
વીતરાગ જય પામ' - એ રાગ દ્રવ્યલિંગ મમકારી વ્યવહારી, દેખે ન સમયસાર. વ્યવહાર માર્ગ જ આઠંતા તે, મોક્ષમાર્ગથી બહાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૧ રત્નત્રયીમય આત્મા એક જ, મોક્ષમાર્ગ ત્યજી આજ, આત્મરથને પ્રસ્થાપે છે, જે વ્યવહાર પથમાં જ... વ્યવહારી દેખે ન સમયસાર. ૨ તત્ત્વાવબોધથી શ્રુત થયેલા, તે કરતાં વ્યવહાર, અનાદિથી તોયે અદ્યાપિ, દેખે ન સમયસાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૩ કદી ન ખંડિત થાતો અખંડો, એક અમલ અવધાર, નિત્ય ઉદ્યોત ધરંતો નિશ્ચ, સમય તણો જે સાર.. વ્યવહારી. ૪ અતુલ છે આલોક જ જેનો, એવો આ'લોકે સાર, સ્વભાવની ઝળહળ પ્રભાનો, જિહાં મહા પ્રાગુભાર... વ્યવહારી. ૫ સમયસાર ભગવાન અમૃતનું, દર્શન ન લહે સાર, વ્યવહાર પથ આશ્રિત ધરે જે, દ્રવ્યલિંગ મમકાર... વ્યવહારી. ૬ ભગવાન અમૃતચંદ્રની એવી, ટંકોત્કીર્ણ આ વાણ,
વ્યવહાર પથ આગ્રહ તમ ભેદી, અમૃત પથનો ભાણ... વ્યવહારી. ૭ અર્થ - પણ જેઓ આને પરિહરીને સંવૃતિ પથે પ્રસ્થાપિત આત્માથી દ્રવ્યમય લિંગમાં મમતા વહે છે (ધારે છે), તેઓ તત્ત્વાવબોધથી મૃત થયેલાઓ, નિત્યોદ્યોત એક અખંડ અતુલાલોક એવો સ્વભાવપ્રભાપ્રાગુભારવાળો અમલ સમયનો સાર (સમયસાર) અદ્યાપિ દેખતા નથી. ૨૪૧
અમૃત જ્યોતિ મહાભાષ્ય “લિંગ અને ભેદો જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ... મૂળ મારગ સાંભળો જિનનો રે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ.. મૂળ મારગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી
૭૮૨