SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૦ નિયત” - ત્રણે કાળમાં ન ચળે એવો પરમ નિશ્ચયરૂપ એક મોક્ષપથ - મોક્ષમાર્ગ છે, ત્યાં જ જે સ્થિતિ કરે છે, તેને અહોનિશ - રાત દિવસ બાવે છે, તેને ચેતે છે - અનુભવે છે અને દ્રવ્યાંતરોને’ - આત્માથી અતિરિક્ત અન્ય દ્રવ્યોને “અસ્પર્શતો' - નહિ સ્પર્શતો તેમાં જ નિરંતર વિહરે છે, તે અવશ્ય નિત્યોદયી - સદા ઉદયવંત એવો સમયનો સાર - સમયસાર અચિરથી શીધ્ર વિદે છે - અનુભવે છે - सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ।* આ કળશ કાવ્યનો ભાવ અવતારતાં બનારસીદાસજી પ્રકાશે છે - જે દર્શન - જ્ઞાન - ચરણ રૂપ આત્મામાં સ્થિર બેસીને ‘નિર્દોડ' - દોડાદોડ રહિત થયેલો પરવસ્તુને સ્પર્શતો નથી, શુદ્ધતા વિચારે - ધ્યાવે, શુદ્ધતામાં કેલિ - ક્રીડા - રમણતા કરે, શુદ્ધતામાં સ્થિર રહે, તેને અમૃતધારા વર્ષ છે - “શુદ્ધતા વિચારે ધ્યાવૈ, સુદ્ધતાÄ કેલિ કરે, સુદ્ધતાÁ થિર હૈ અમૃત ધારા બરસૈ', તનકષ્ટ ત્યાગીને, અષ્ટ કર્મથી સ્પષ્ટ - જૂદો થઈને તેને સ્થાનભ્રષ્ટ કરી નષ્ટ કરે અને કરશે, તે તો વિકલ્પ વિજયી અલ્પકાળમાં જ ભવવિધાન ત્યાગીને નિર્વાણપદને ફરસે છે. (માટે) ગુણ પર્યાયમાં દૃષ્ટિ ન દેવી, નિર્વિકલ્પ અનુભવરસ પીવો, આપ સમાઈ આપમાં લેવો, તનુપણું - દેહભાવ મિટાવી આત્માપણું - આત્મભાવ કરવો, તનુપૌ મેટિ અપનુપૌ કીજૈ.” વિભાવ ત્યજી શુદ્ધાત્મપદમાં મગ્ન થવું - એ જ એક મોક્ષમાર્ગ હૈ, બીજો કોઈ છે નહિ. | (સવૈયા-૩૧) “જેઈ દ્રિગ ગ્યાન ચરનાકમમેં બૈઠિ ઠૌર, ભયૌ નિરદૌર પર વસ્તુકીં ન પરર્સ, સુદ્ધતા વિચારે ધ્યાવૈ સુદ્ધતામેં કેલિ કરે, સુદ્ધતાÁ થિર હૈ અમૃત ધારા બરસૈ', ત્યાગિ તનકષ્ટ હવૈ સપષ્ટ અષ્ટ કરમકૌ, કરિ ઘાત ભ્રષ્ટ નષ્ટ કરે ઔર કરર્સ, સો તૌ વિકલપ વિજઈ અલપ કાલ માંહિ, ત્યાગ ભૌ વિધાન નિરવાન પદ પરસૈ. (ચોપાઈ). ગુન પરજૈ મેં દ્રિષ્ટિ ન દીજૈ, નિર વિકલપ અનુભૌ રસ પીજૈ, આપ સમાઈ આપમેં લીજૈ, તનુપૌ મેટિ અપનુપી કીજૈ. (દોહરા). તજિ વિભાઉ હજૈ મગન, સુદ્ધાતમ પદ માંહિ, એક મોખ મારગ યહૈ, ઔર દૂસરી નહિ.” - શ્રી બના.કૃત સ.સા. સર્વ વિ.અ. ૧૧૬-૧૧૮ ૭૮૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy