SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આરાધનનું પરમોત્તમ તત્ત્વવિધાન અત્ર પ્રકાશ્ય છે - (૧) “આ સંસારથી' - જ્યારથી આ સંસાર છે ત્યારથી માંડીને એટલે કે અનાદિથી આ આત્મા પરદ્રવ્ય પ્રત્યયે ઉપજતા હોવાથી પરદ્રવ્ય સ્વરૂપ એવા રાગ - દ્વેષાદિ ઔપાધિક ભાવોમાં નિત્યમેવ - સદાય “અવતિષ્ઠમાન' છે - એમ ને એમ સ્થિતિ કરી રહ્યો છે. એમ શાથી ? સ્વપ્રજ્ઞાવોન - “સ્વ પ્રજ્ઞાદોષથી' - સ્વ પ્રજ્ઞા અપરાધથી, “સ્વ” - પોતાની - આત્માની પ્રજ્ઞાના - બુદ્ધિના દોષથી – અપરાધથી. આમ અનાદિથી પરદ્રવ્ય એવા રાગ-દ્વેષાદિમાં “સ્વ પ્રજ્ઞાદોષથી” નિત્ય જ અવતિમાન એવાને (આત્માને) પણ સ્વપ્રજ્ઞા-નૈવ - “સ્વપ્રજ્ઞા ગુણથી જ’ - સ્વ - પોતાની - આત્માની પ્રજ્ઞાનો - બુદ્ધિના - સાચી સમજણના ગુણથી જ વ્યાવૃત્ત કરી - પાછો વાળી, “નિશ્ચિત’ - નિશ્ચય સ્વરૂપમાં જ નિયત એવા આત્માને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં નિત્યમેવ - સદાય અતિનિશ્ચલપણે “અવસ્થાપ” ! “અવ' - જેમ છે તેમ સ્વસમય રૂપ સ્વરૂપ મર્યાદાથી “સ્થાપ” - સ્થાપન કર ! તથા - (૨) ચિત્તાન્તર નિરોધથી વા ચિન્તાન્તર નિરોધથી - “ચિત્તાન્તરના” - અન્ય કોઈ ચિત્તના અથવા “ચિન્તાન્તરના” - અન્ય કોઈ ચિન્તાના “નિરોધથી” - નિતાંત રોધથી - નિયંત્રણથી - રોકી દેવાથી અત્યંત “એકાગ્ર” થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યાન ! અન્ય ચિત્તવૃત્તિ જ્યાં વર્તે છે એવા “ચિત્તાંતરના' અથવા અન્ય ચિન્તા જ્યાં વર્તે છે એવા ચિન્તાન્તરના નિરોધથી, જ્યાં દ્વૈત કે દ્વિધાભાવ વર્તતો નથી એવા અદ્વૈત - એક દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ ચિત્ત વા ચિન્તા જેને અઝ' - પ્રધાન છે એવો “એકાગ્ર થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રનું જ ધ્યાન ધર ! તથા - (૩) કર્મ” તે હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી સકલ કર્મ ચેતનાના અને કર્મફલ” તે હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી સકલ કર્મફલ ચેતના”ના “સંન્યાસથી' - પરિત્યાગથી “શુદ્ધજ્ઞાન” જ - “કેવલ” જ્ઞાન જ હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી “શુદ્ધ જ્ઞાન ચેતના” સાથે જ્યાં તન્મયતા છે એવો “શુદ્ધ જ્ઞાન ચેતનામય' થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ “ચેત' - અનુભવ ! અનુભવન કર ! તથા - (૪) દ્રવ્યનો સ્વભાવ છે કે પ્રતિક્ષણે – પ્રતિસમયે દ્રવ્યા કરવું - પરિણામ પામ્યા કરવું, એટલે દ્રવ્યના આવા (પરિણામ) સ્વભાવ વશ થકી “પ્રતિક્ષણે” - પ્રત્યેક ક્ષણે - ક્ષણે વિભમાણ' - વર્લૅમાન - વૃદ્ધિ પામી રહેલ - ઉલસાયમાન થઈ રહેલ પરિણામપણાએ કરીને તન્મય' - દર્શન - જ્ઞાન - ચારિત્રમય પરિણામવાળો થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ “વિહર !' વિચર ! અર્થાત પ્રતિક્ષણે ઉત્તરોત્તર વધતી જતી - ઉલ્લસાયમાન થતી દશાવાળા દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણામોમાં જ તન્મય થઈને - તે દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણામમય થઈને “વિતરણ” - વિચરણ કર ! તથા - (૫) જ્ઞાનરૂપ એક જ અચલિત એવું “અવલંબમાન” - અવલંબતો રહી, શેયરૂપે ઉપાધિતાએ' કરી - ઉપાધિપણાએ કરી “સર્વતઃ જ' - બધી બાજુએથી જ “પ્રધાવતા” - અત્યંત દોડાદોડ કરી રહેલા એવા પણ પરદ્રવ્યોમાં સર્વેયમાં પણ જરા પણ વિહરીશ મા ! અર્થાતુ આત્માનું જ્ઞાન સ્વભાવપણું છે એટલે નાના પ્રકારના પરદ્રવ્યરૂપ જોય તો તેમાં પ્રતિબિંબિત થઈ પ્રતિભાસવાના જ, પણ આ તો અનેક ચલાયમાન થતા શેયરૂપ ઔપાધિક ભાવો છે ને હું તો એક જ અચલિત જ્ઞાનરૂપ સહજ સ્વભાવભૂત ભાવ છું, એમ જાણી, જ્ઞાનરૂપ એક જ અચલિત એવું અવલંબતો રહી, શેયરૂપે ઉપાધિપણે ચોતરફથી દોડાદોડ કરી રહેલા એવા પણ “પદ્રવ્યોમાં' સર્વેયમાં જરા પણ વિહરીશ મા ! વિહરણ - વિચરણ કરીશ મા ! આ મોક્ષમાર્ગના ઉપાયો અંગે સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રના અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ “સમ્યકમોક્ષ.” “સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફદર્શનની મુખ્યતા ઘણા સ્થળે તે વીતરાગોએ કહી છે, જો કે ૭૭૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy