SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સકલ કર્મ સંન્યાસ ભાવનાનો બીજભૂત સર્વ સંગ્રાહક આ સમયસાર કળશ (૩૩) પ્રકાશે છે – માર્યા कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः । परिहत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलंबे ॥२२५॥ કૃતકારિત અનુમનને, મન-વચન-કાયે ત્રિકાળનું કર્મ સર્વથા પરિહરી સર્વ, અવલંબુ પરમ નિષ્કર્મ. ૨૨૫ અમૃત પદ - ૨૨૫ સિદ્ધ ચક્ર વંદો' - એ રાગ વનું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ, ત્રિયોગે ત્રિવિધ ત્રિકાળનું રે, પરિહરી સર્વ કર્મ. વતું ચૈતન્યાત્મ આત્મમાં રે... ૧ મનથી વચનથી કાયથી રે, કર્યું કરાવ્યું જેહ, કરતાં પણ વળી અન્યને રે, મેં અનુમોઘું જેહ... વતું ચૈતન્યાત્મ આત્મામાં. ૨ ભૂત ભાવી વર્તમાનનું રે, ત્રિકાળ વિષયી કર્મ, સર્વજ તેહ હું પરિહરી રે, આલંબુ પરમ નિષ્કર્ષ... વતું ચૈતન્યાત્મ આત્મમાં. ૩ અર્થ - કૃત - કારિત - અનુમનનથી મન-વચન-કાયાએ કરી ત્રિકાલ વિષયી સર્વ કર્મ પરિહરીને, હું પરમ વૈષ્કર્પ (નિષ્કર્મપણું) અવલંબું છું. ૨૨૫ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વચને કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૫૪), ૨૯૯ અત્રે આ સકલ કર્મ સંન્યાસ ભાવનાનો બીજભૂત સર્વ સંગ્રાહક કળશ કહ્યો છે - કૃતિકારિતાનુમનનૈઃ - કૃત – કારિત - અનુમનનથી અર્થાત્ કૃતથી – પોતે પરમ વૈષ્કર્મ કરવા વડે કરીને, કારિતથી - બીજ પાસે કરાવવા વડે કરીને, અનુમનનથી અવલંબનની પ્રતિજ્ઞા - અનુમોદનથી - બીજાનું અનુમતિ - અનુમોદન કરવા વડે કરીને, મનોવરનાથઃ - મન-વચન-કાયથી - મનથી - વચનથી - કાયથી ત્રિવિષયે - ત્રિકાલ વિષયી - ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણે કાળ સંબંધી કર્મ સર્વ પરિહરીને રિહૃત્ય કર્મ સર્વ, હું પરમ વૈષ્કર્મને - નિષ્કર્મપણાને - કમરહિતપણાને અવલંબુ છું - આશ્રય કરું છું - રમેં નિષ્કર્ષવર્ત | ૭૧૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy