SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વૈષયિક સુખ કહ્યું છે તે સુખ નથી, કિંતુ અસંશય સુખાભાસ - દુઃખ છે. તેથી કરીને સુખાભાસ એવું તે હેય છે, કારણકે તે દુઃખ અને દુઃખહલ છે અને અનિષ્ટ એવા તે દુ:ખનો જે હેતુ છે તે કર્મ સર્વથા હેય છે. તેથી સર્વ પ્રકારનું સર્વ કર્મ પૌદ્ગલિક છે, વૈપરીત્યને લીધે તેનું વિપાક પામી રહેલનું ફલ સર્વ દુખ છે, સર્વ કર્મોનો દુર્વાર ઉદય વજાઘાત જેમ ક્ષણમાં આત્માને નિતાંતપણે પીસી નાંખે છે. કર્મોદય થકી જીવ ધ્રુવપણે ચોક્કસ સર્વ દેશોમાં વ્યાકુલ (દુઃખી દુઃખી) હોય છે. એટલે કિંચિત્ કર્મ શુભ હોઈ સુખદાયક છે ને કિંચિત્ કર્મ અશુભ હોઈ દુઃખદાયક છે એમ માનવું એ ભ્રાંતિ છે, કારણકે આ સુખ નથી, તે સુખ છે કે જ્યાં અસુખ નથી, તે ધર્મ છે જ્યાં અધર્મ નથી, તે શુભ છે જ્યાં અશુભ નથી.” ઈત્યાદિ પ્રકારે પુષ્યજન્ય વિષય સુખનું જે પ્રગટ દુ:ખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાનું જ્ઞાની વિષય સુખના (!) સાધન રૂ૫ શુભોપયોગ અને વિષય દુઃખના સાધન રૂપ અશુભોપયોગ બન્ને પ્રત્યે ઉદાસીન રહી શુદ્ધોપયોગમાં જ રમે છે. “પણ આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોહાચ્છાદિત જીવ અપાર ઘોર સંસારમાં ભમે છે.” - આમ બન્ધકારણપણાને લીધે અને ભવભ્રમણ દુઃખપણાને લીધે પુણ્ય-પાપમાં કોઈ વિશેષ - તફાવત નથી એમ કહ્યું છે, એટલે પુણ્ય અને પાપ સર્વથા એકાંતે સરખા છે શભોપયોગની અંશે ધર્મમાં . વા સમકક્ષ છે એમ કહેવાનો આશય નથી. કારણકે પુણ્યનું કારણ ચારિત્રમાં ગણના શુભોપયોગ અને પાપનું કારણ અશુભપયોગ છે, તેમાં – શુભોપયોગની તો અશુભોપયોગ તો કંઈક અંશે પણ ધર્મમાં અને ચારિત્રમાં ગણના છે, પણ અશુભોપયોગની તો અત્યંત હેય જ સર્વથા ધર્મમાં કે ચારિત્રમાં ગણના જ નથી. એટલે શુદ્ધોપયોગની અપેક્ષાએ શુભોપયોગ હેય છે, છતાં અશુભોપયોગની અપેક્ષાએ તો તે કથંચિત ઉપાદેય પણ છે, પરંતુ અશુભોપયોગ તો સર્વથા અત્યંત અત્યંત હેય જ છે. આ વસ્તુ “પ્રવચનસાર શાસ્ત્રના પ્રારંભમાં જ આચાર્યવર્ય કુંદકુંદાચાર્યજીએ અને આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષપણે સ્પષ્ટ સમજાવી છે, તે અત્ર ખાસ સમજી લેવાની જરૂર છે. “વારિત્ત વતુ ઘમ'* ચારિત્ર એ ધર્મ છે ઈ. કહી, પરિણામ સ્વભાવી જીવ જ્યારે શુભથી પરિણમે છે ત્યારે શુભ, અશુભથી પરિણમે છે ત્યારે અશુભ અને શુદ્ધથી ત્યારે શુદ્ધ હોય છે એ વિવરી દેખાડી, ધર્મથી પરિણતાત્મા આત્મા જે શુદ્ધ સંપ્રયોગ યુક્ત હોય તો નિર્વાણ સુખ પામે છે, અથવા શુભોપયુક્ત હોય તો સ્વર્ગ સુખ પામે છે એમ ત્યાં કથન કરતાં, શુદ્ધોપયોગ અને શુભોપયોગ બન્ને ચારિત્ર પરિણામના સંપર્ક સંભવવંત છે એમ ત્યાં બન્નેની ધર્મમાં ગણના કરી છે, પણ અશુભોપયોગમાં તો ચારિત્ર પરિણામના સંપર્ક અસંભવને લીધે તેની ધર્મમાં ગણના જ નથી અને તે તો અત્યંત હેય જ છે. "ण हि मण्णदि जो एवं णत्यि विसेसोत्ति पुण्णपावाणं । હિંતરિ શોમવારે સંસાર મોહસંકળો ” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “પ્રવચનસાર', ૧-૭૭ (આ પ્રકૃત વિષય અંગે પ્રવચનસાર ગા. દ૯ થી ૭૭ અને તે પરની અમૃતચંદ્રાચાર્યજીની અપૂર્વ ટીકા આત્માર્થી મુમુક્ષુઓએ ખાસ અવલોકનીય છે.) "चारितं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिट्ठो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥ परिणमदि जेण दबं तकालं तम्मयत्ति पण्णत्तं । तह्या धम्मपरिणदो आदा धम्मो मुणेयचो ॥ जीवो परिणमदि जदा सुहेण असुहेण वा सुहो असुहो । सुरेण तदा सुद्धो हवदि हि परिणामसम्भावो ॥ धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो । पावदि णिबाणसुहं सुहोवजुत्तो व सग्गसुहं । असुहोदयेण आदा कुणरो तिरियो भवीय णेरइयो । કુલદસેટિં સલા ગજપુરો પગ - શ્રી પ્રવચનસાર’, ગા. ૭૫ ૧૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy