SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૬ કર્મ પણ બંધન રૂપ છે ને અશુભ કર્મ પણ બંધન રૂપ છે, તેના બંધપણામાં કાંઈ ફેર પડતો નથી તેને લીધે. કોની જેમ ? સોનાની ને લોઢાની બેડીની જેમ - વનાત્તાયતનિાનવત્ । બંધ હેતુ - શુભ - સુવર્ણ બેડી, અશુભ લોહ બેડી. પુણ્ય તે શુભ કર્મ અને પાપ તે અશુભ કર્મ એમ ભલે કોઈ અપેક્ષાવિશેષે કહેવાતું હોય, પણ તત્ત્વ દૃષ્ટિથી દેખતાં તે બન્નેનો કોઈ તફાવત નથી, કારણકે બન્ને પુદ્ગલમય પરવસ્તુ રૂપ હોઈ આત્માને પ્રગટ બંધનરૂપ છે, એટલે એ બન્નેના બંધન સ્વરૂપપણામાં કોઈ તફાવત નથી. જેમ કોઈને સોનાની બેડીથી બાંધ્યો હોય કે લોઢાની બેડીથી બાંધ્યો હોય, પણ તેના બંધ સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી, તેમ આત્માને શુભકર્મ રૂપ સોનાની બેડી હોય કે અશુભ કર્મ રૂપ લોઢાની બેડી હોય, પણ બન્ને બંધન રૂપ બેડી જ બેડી છે. અર્થાત્ કોઈ પુરુષને સોનાની બેડી બાંધી હોય અને અહો ! આ મ્હારી બેડી કેવી રૂડી રૂપાળી છે એમ બેડીથી મલકાતો હોય અને હર્ષથી છલકાતો હોય, તો પણ તે સોનાની બેડી તો બેડી જ છે અને લોઢાની બેડી જેમ મહાદુ:ખદાદિય બંધન રૂપ જ છે. તેમ કોઈ પુરુષ પુણ્ય બંધન રૂપ સોનાની બેડીથી બંધાયો હોય અને અહો આ મ્હારા ભાગ્ય કેવા રૂડા રૂપાળા છે એમ તે પુણ્ય બેડીથી પણ મલકાતો હોય અને હર્ષથી છલકાતો હોય, તો પણ તે પુણ્ય પણ બંધનરૂપ જ છે અને પાપ રૂપ લોઢાની બેડીની જેમ જ મહાભવ દુ:ખદાયિ બંધન રૂપ જ છે. એટલે જ પોપટને સોનાના પાંજરામાં પૂર્યો હોય કે લોઢાના પાંજરામાં પૂર્યો હોય, પણ તે બન્ને પૂરનારા પાંજરા જ છે અને તે પોપટ જેવું પંખી પણ તે બંધન રૂપ પાંજરામાંથી નિત્ય છૂટવાને અને ઉડી જઈ મુક્ત થવાને ઝંખે છે. તેમજ સિંહને સોનાની સાંકળે બાંધ્યો હોય કે લોઢાની સાંકળે બાંધ્યો હોય, કેદીને સુંદર ખાસ જેવી જેલમાં ગોંધ્યો હોય કે અંધારી ગંધાતી કાળી કોટડીમાં રુંધ્યો હોય, પણ તે સર્વ પ્રકારે દુઃખદાયિ બંધનના જ છે અને તેમાંથી તે તે જીવો છૂટી - બંધન મુક્ત થઈ મુક્ત થવાને જ ઝંખે છે. તે જ પ્રકારે પુણ્ય-પાપ બન્ને બંધન રૂપ હોઈ દુઃખદાયી જ છે, એટલે તે બન્નેમાં વિશેષ નથી એમ જાણી, જ્ઞાની તે પુણ્ય બંધન - પાપ બંધન બન્નેથી છૂટવાને જ નિરંતર ઝંખે છે અને વિચારે છે કે પુણ્ય સુવર્ણ બેડી, પાપ લોહ બેડી, પણ બન્ને બેડી જ સોનાની બેડી હોય કે લોઢાની બેડી હોય, પણ બન્ને બંધન રૂપ બેડી જ છે, તેમ પુણ્યબંધ હોય કે પાપબંધ હોય, પણ બન્ને ભવબંધન રૂપ બેડી જ છે, એટલે પુણ્ય પાપમાં કોઈ ફલભેદ નથી, અર્થાત્ પુણ્ય ફલ રૂપ સુખ પણ કર્યોદય રૂપ હોઈ દુ:ખ જ છે." પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુઃખ જ છે.' જેનો વધ કરાવાનો છે એવા ઘેટાની દેહ પુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લોહી તરસી જળો જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભોગના વિપાક પણ અતિ દારુણ હોય છે. ઔત્સુક્યને લીધે જ્યાં વિષય તૃષ્ણાતાપથી ઈંદ્રિયોનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય ? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આરોપવાની પેઠે ઈન્દ્રિયનો આહ્લાદ છતાં તત્ત્વથી દુ:ખનો સંસ્કાર દૂર થતો નથી. સુખ દુઃખ અને મોહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે. તેમજ ઐહિક એવું જે સુખ નામનું સર્વ પુણ્ય-પાપનો અવિશેષ : પુણ્યનું પણ દુઃખરૂપપણું “फलाभ्यां सुखदुःखाभ्यां न भेदः पुण्यपापयोः । दुःखान भिद्यते हंत यतः पुण्यफलं सुखम् । सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥ परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुःखं पुण्यभवं सुखम् ॥ देहपुष्टेर्नरामर्त्यनारकानामपि स्फुटम् । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः । जलूका सुखमानिन्यः पिबंत्यो रुधिरं यथा । भुंजाना विषयानू यांति दशामंतेऽतिदारुणाम् ॥ तीव्राग्निसंगसंशुष्यत्पयसभयसामिव । यत्रौत्सुक्यात्सदाक्षाणां तप्तता तत्र किं सुखम् ॥ स्कंधात् स्कंधांतरारोपे भारस्येव न तत्त्वतः । अक्षाल्हादेऽपि दुःखस्य संस्कारो विनिवर्त्तते ॥ सुखं दुःखं च मोहच तिस्रऽपि गुणवृत्तयः । विरुद्धा अपि वर्त्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥ ૧૭ - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy