SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વૃત્તિમંત એવા ટંકોત્કીર્ણ જ ચૈતન્યચમત્કારનું અંત:પ્રતિભાસમાનપણું છે માટે. ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૪૭, ૩૪૮ “અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, એ જ્ઞાન એકને થાય.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬૮ ઉસ્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અન્ય કરે છે - અન્ય ભોગવે છે એવા એકાંતને મિથ્યાદેષ્ટિ કહી તેનો અત્રે નિષેધ કર્યો છે અને “આત્મખ્યાતિકર્તાએ તેનું નિખુષ યુક્તિયુક્ત સમર્થન કરી તે ક્ષણિક એકાંતવાદીનું મિથ્યાષ્ટિપણું સ્પષ્ટ સમજાવ્યું છે. જીવમાં અગુરુલઘુ ગુણ છે, તેનો સમયે સમયે પરિણામ સંભવે છે, પર્યાય થયા કરે છે, તેથી કરીને જીવનું ક્ષણિકપણું હોય છે અને કદી પણ ચલાયમાન ન થાય એવો અચલિત ચૈતન્ય અન્વય ગુણ છે તે સર્વત્ર અન્વયપણે જીવમાં ચાલ્યો આવે છે, તેથી કરીને જીવનું નિત્યપણું હોય છે. આમ प्रतिसमयं संभवदगुरुलघुगुणपरिणामद्वारेण क्षणिकत्वात अचलितचैतन्यान्वयगणद्वारेण नित्यत्वाच्च - પ્રતિસમયે - સમયે સમયે સંભવતા - ઉપજતા અગુરુલઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિકપણું છે તેને લીધે અને અચલિત ચૈતન્ય અન્વય ગુણ દ્વારા નિત્યપણું છે તેને લીધે, જીવ કોઈ પર્યાયોથી વિનાશ પામે છે અને કોઈથી વિનાશ નથી પામતો, એમ બે સ્વભાવવાળો જીવ સ્વભાવ છે - તિ દ્વિસ્વભાવ નીવસ્વભાવ: | આમ છે તેથી શું ? તેથી જે જ કરે છે તેજ વા અન્ય - બીજે વેદે છે - ભોગવે છે. જે જ વેદે છે - ભોગવે છે તે જ વા અન્ય - બીજે કરે છે. એમ એકાંત છે નહિ. અર્થાત્ સમયે સમયે બદલાતા અગુરુલઘુગુણપર્યાય - પરિણમનની દૃષ્ટિએ જોઈએ તો જે જ કરે છે તે જ ભોગવતો નથી, જે જ ભોગવે છે તે જ કરતો નથી અને સર્વ સમયે સર્વત્ર અનુવર્તતા - અનુવર્તિપણે ચાલ્યા આવતા ચૈતન્ય અવય ગુણની દૃષ્ટિએ જોઈએ તો જે જ કરે છે તે જ વેદે છે - ભોગવે છે, જે જ વેદે છે - ભોગવે છે તે જ કરે છે, એમ કોઈ એક પક્ષ રૂપ એકાંત છે નહિ. અનેકાંત જ છે. એમ યુક્તિયુક્તપણે અનેકાંત છે છતાં, કોઈ (ક્ષણિકવાદી) એમ માને છે કે – તત્ ક્ષણ - તે વિવક્ષિત ક્ષણે જ વર્તમાન - વર્તતું હોય તે જ પરમાર્થ સત - પરમાર્થથી સતુ છે અને તેવું જ વસ્તુત્વ - વસ્તુપણું છે, એટલે તત્સવિર્તમાનાર્યવ પરમાર્થસત્ત્વની વસ્તુમ્ - તત્ક્ષણ વર્તમાનનું જ પરમાર્થસત પણે વસ્તુપણું છે, એમ એકક્ષણવર્તી વસ્તુઅંશમાં પણ વસ્તુત્વ - વસ્તુપણું અધ્યાસી – માની બેસી - વલ્લંગરિ વસ્તુમાસ્ય - શુદ્ધનયના લોભથી તે વર્તમાન ક્ષણવર્તી પર્યાયને જ માનનારા એકાંત ઋજુસૂત્ર નયમાં જ સ્થિતિ કરે છે અને એટલે જ જે જ કરે છે તે વેદતો નથી, વેદે છે તે કરતો નથી એમ તે દેખે છે. પણ જે આમ જુસૂત્ર એકાંતથી દેખે છે તે સુપ્રતિષ્ઠિત અનેકાંત સિદ્ધાંતથી વિરુદ્ધ હોઈ મિથ્યા છે, એટલે એમ એકાંત ઋજુસૂત્રનય મતે જે દેખે છે તે મિથ્યાદેષ્ટિ જ દેખવા યોગ્ય છે, તે મિથ્યાવૃષ્ટિદેવ દૃરવ્યઃ | કારણકે ક્ષણિક વૃવંશનાં - વૃત્તિઅંશોના ક્ષણિકપણામાં પણ વૃત્તિમંત એવા ટંકોત્કીર્ણ જ ચૈતન્ય ચમત્કારનું અંતઃ - પ્રતિભાસમાનપણું છે માટે - વૃત્તિમતચૈતન્યમારણ્ય ટંકોત્કીર્થિવ મંત:પ્રતિમાસમાનીતુ | અર્થાતુ પ્રતિસમયવર્તી વૃત્તિઅંશોનું ભલે ક્ષણિકપણું હો, છતાં તેમાં પણ “વૃત્તિમંત - ત્રિકાળવાર્તા સંપૂર્ણ વૃત્તિને ધરનારો - વૃત્તિનો સ્વામી એવો ટંકોત્કીર્ણ જ ચૈતન્યચમત્કાર અંતઃપ્રતિભાસમાન થાય છે - તે વૃત્તિઅંશની અંદરમાં પ્રતિભાસી રહેલો દશ્યમાન થાય છે, તે તે ક્ષણિક વૃત્તિઅંશોમાં પણ પ્રત્યેકમાં વૃત્તિમંત એવો “ચૈતન્ય ચમત્કાર' - ચૈતન્યનો ચમકારો - ઝબકારો અંદરમાં પ્રતિભાસી, રહ્યો છે - કે જે “ટંકોત્કીર્ણ - ટંકથી - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ અક્ષરની જેમ અક્ષર - ૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy