SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર આત્મખ્યાતિ જ્ઞાની શુદ્ધસ્વભાવનિયત મુક્ત જ એવા ભાવનો સમયસાર કળશ (૫) લલકારે છે – वसंततिलका जानी करोति न न वेदयते च कर्म, जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावात्, शुद्धस्वभावनियतः स हि मुक्त एव ॥१९८॥ જ્ઞાની કરે ન નજ વેદત કર્મ સાવ, જાણે જ કેવલ ખરેખર ! તત્ સ્વભાવ; જાણંત તે કરણ–વેદનના અભાવે, શુદ્ધ સ્વભાવ નિયતો નકી મુક્ત ભાવે. ૧૯૮ અમૃત પદ - ૧૯૮ જાગી અનુભવ પ્રીત – સુહાગણ' – એ રાગ શાની મુક્ત જ હોય, ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય.. (ધ્રુવપદ) ૧ જ્ઞાની કર્મ કરતો નહિ, વળી વેદતો ના જ, તેહ કર્મનો સ્વભાવ કેવલ, જાણે નિશ્ચય આ જ... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૨ કેવલ જાણતાને કરવા, દવાનો ય અભાવ, તેથી શુદ્ધ સ્વભાવે નિયતો, શાની મુક્ત જ સાવ... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૩ કેવલ જ્ઞાને વિલસંતો તે, પામે કેવલ જ્ઞાન, જીવંતો પણ મુક્ત તેહ છે, કહે અમૃત ભગવાન... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૪ અર્થ - શાની નથી કર્મ કરતો અને નથી વેદતો, તેનો સ્વભાવ આ ફુટપણે નિશ્ચય કરીને કેવલ જાણે જ છે, કરણ - વેદનના અભાવને લીધે માત્ર જાણતો એવો શુદ્ધસ્વભાવનિયત તે નિશ્ચય કરીને મુક્ત જ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય * પણ મોક્ષ તો કેવળ અમને નીકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે, અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે, એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ હાલ તો ક્યાંયે કહ્યું જતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૧૮ આત્મા સ્વભાવથી કર્તા નથી, ભોક્તા નથી, પણ અજ્ઞાની કર્તા છે, જ્ઞાની કર્તા નથી, અજ્ઞાની ભોક્તા છે, જ્ઞાની ભોક્તા નથી, એમ આ અધિકારમાં ઉપરની ગાથાઓમાં છૂટું છૂટું વિવરી દેખાડ્યું. હવે આ ઉપરથી સમગ્રપણે ફલિત થતો સાર દર્શાવી, જ્ઞાની કર્તા નથી તેમજ ભોક્તા નથી એવા આગલી ગાથાના સંયુક્ત ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ લલકાર્યો છે. જ્ઞાની કર્મ કરતો નથી અને વેદતો નથી, આ જ્ઞાની તો તે કર્મના સ્વભાવને ફુટપણે નિશ્ચય કરીને કેવલ – માત્ર જાણે જ છે. આમ કરવેનોરમાવતુ - કરણ - વેદનના અભાવને લીધે - કર્મ કરવાના અને વેદનાના નહિ હોવાપણાને લિીધે માત્ર જાણતો એવો શુદ્ધ સ્વભાવ નિયત તે નિશ્ચયે કરીને મુક્ત જ છે - શુદ્ધત્વમાનિયતઃ સ હિ મુક્ત જીવ, સમસ્ત પરભાવ - વિભાવથી રહિત શુદ્ધ આત્મસ્વભાવમાં નિયત - નિશ્ચય વૃત્તિથી સ્થિત ૫૯૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy