SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જ્ઞાનીની વાણીનો દોષ નથી પણ જીવની સમજણ શક્તિનો દોષ છે.'' • શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૮૪, ૯૫૭ (ઉપદેશ છાયા) અજ્ઞાની વેદક જ - કર્મફલ ભોક્તા જ છે એવો ત્રણે કાળમાં ન ફરે એવો નિશ્ચયરૂપ નિયમ અત્રે અભવ્યના દૃષ્ટાંત પરથી સ્થાપિત કર્યો છે જેમ અત્રે વિષ ધરનારો વિષધર - મહાઝેરીલો નાગ પન્નગ (Cobra) વિષભાવને ઝેરીલાપણાને સ્વયમેવ - પોતાની મેળે - આપોઆપ જ મૂકતો નથી અને વિષભાવના વિમોચનમાં સમર્થ - ઝેરીલાપણું મૂકાવવા શક્તિમાનૢ એવા સાકરવાળા દુગ્ધપાન થકી પણ મૂકતો નથી, તેમ નિશ્ચયે કરીને કદી પણ મોક્ષ પામવાને જે યોગ્ય નથી એવો અભવ્ય પણ અચેતન જડ પ્રકૃતિ સ્વભાવને સ્વયમેવ પોતાની મેળે આપોઆપ મૂકતો નથી અને ‘પ્રમોચનમાં સમર્થ’ પ્રકૃષ્ટપણે મૂકવામાં શક્તિમાનૢ એવા દ્રવ્યશ્રુતજ્ઞાન થકી પણ મૂકતો નથી પ્રમોચનસમર્થદ્રવ્યશ્રુતજ્ઞાનાચ ન મુંતિ - કારણ શું ? કારણકે નિત્યમેવ ભાવશ્રુતજ્ઞાનનક્ષળશુદ્ધાત્મજ્ઞાનામાવેન સર્વ અન્ય ભાવમાં ઞજ્ઞાનિાત્ । અર્થાત્ ભાવશ્રુત જ્ઞાન જેનું લક્ષણ છે એવું શુદ્ધ આત્મજ્ઞાન સ્પર્શલેશથી રહિત એવા શુદ્ધ આત્માનું જ્ઞાન અભવ્યને કદી પણ હોતું નથી, તેથી તેનું સદાય અજ્ઞાનિપણું જ રહે છે માટે. આ નિત્ય અજ્ઞાની અભવ્યના દૃષ્ટાંત પરથી નિયમ કરાય છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે - ‘પ્રકૃતિત્વમાવે સુસ્થિતત્વાત્' - વેદક જ છે, ભોક્તા જ છે. આમ પોતાની ‘અભવ્ય’ - શુદ્ધાત્મ જ્ઞાન પામવા અયોગ્ય પ્રકૃતિના દોષથી સદાય અજ્ઞાની જ રહી જે ‘પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે' - પુદ્ગલમયી પ્રકૃતિના સ્વભાવમાં સારી પેઠે સ્થિતિ કરવાપણાને લીધે વેદક જ ભોક્તા જ હોય છે, એવા આ અભવ્યના ઉદાહરણ પરથી અજ્ઞાની વેદક જ હોય છે. કર્મફલ ભોક્તા જ હોય છે, એવો ત્રણે કાળમાં ન ચળે એવો અચળ સામાન્ય નિયમ અત્ર સ્થાપિત કર્યો છે. - - - - - - - અત્રે અભવ્યને ઝેરી નાગ સાથે સરખાવેલ છે તે સહેતુક છે. જેમ ઝેરીલો નાગ પોતાની મેળે ઝેરીલાપણું મૂકતો નથી અને મૂકાવવા સમર્થ સાકરવાળા દૂધના પાનથી પણ મૂકતો નથી, તેમ ક્યારેય પણ મોક્ષ પામવાને અયોગ્ય એવી જેની મિથ્યાત્વ વિષમયી પ્રકૃતિ (સ્વભાવ) છે એવો અભવ્ય પણ પરદ્રવ્યરૂપ પુદ્ગલમય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે આપોઆપ કદી મૂકતો નથી અને તે મૂકાવવા સમર્થ એવા દ્રવ્યશ્રુત જ્ઞાન થકી પણ મૂકતો નથી. દ્રવ્યશ્રુત જ્ઞાનનું શાસ્ત્રનું એકમાત્ર પ્રયોજન સદુપદેશદાનથી ભાવશ્રુતજ્ઞાન શુદ્ધાત્મજ્ઞાન પ્રગટાવી, જીવને પરદ્રવ્યરૂપ કર્મ પ્રકૃતિમાંથી છોડાવી સ્વદ્રવ્યરૂપ આત્મામાં લાવી સ્થિર કરાવી મુક્ત કરવાનું છે, પણ દ્રવ્યમ્રુત જ્ઞાનનું આ ઈષ્ટ પ્રયોજન સ્વદોષ દુષ્ટ અભવ્યની બા. માં સર્વદા સર્વથા નિષ્ફળ નીવડે છે, કારણકે દ્રવ્યશ્રુત જ્ઞાનના ફળરૂપ ભાવશ્રુતજ્ઞાન શુદ્ધાત્મ જ્ઞાન તેને કદી ઉપજતું નથી એટલે તે સદાય અજ્ઞાની જ રહે છે. અભવ્ય ગમે તેટલા શાસ્ત્રો પેઠે, અગીયાર અંગ સુધી અધ્યયન કરે, પણ તે સાપને ગળ્યું દૂધ પાવા બરાબર છે, સાપને ગળ્યું મીઠું દૂધ પણ ઝેર રૂપે પરિણમે છે, તેમ અભવ્યને મધુર શાસ્ત્ર અમૃત પણ ઝેર રૂપે પરિણમે છે, આમાં કાંઈ શાસ્ત્રનો વાંક નથી, પણ અભવ્યની પોતાની સહજ પ્રકૃતિનો જ વાંક છે. કારણકે અભવ્ય તો બરૂ જેવો છે, તેને કદી પણ સંવેગ માધુર્યની નિષ્પત્તિ નથી. અભવ્યની મોક્ષ પામવાની અયોગ્યતા તો કેટલી બધી છે તે એ પરથી સમજાશે કે ભાવશ્રુતજ્ઞાન લક્ષણ શુદ્ધ આત્મજ્ઞાન પામવાની વાત તો દૂર રહો, પણ તે - નથી મૂકતો, પ્રમોવનસમર્થદ્રવ્યશ્રુતજ્ઞાનાચ નમુંપતિ - પ્રમોચનમાં - તેના પ્રકૃષ્ટપણે સર્વથા મૂકાવવામાં સમર્થ એવા દ્રવ્યશ્રુત જ્ઞાન થકી નથી મૂકતો. એમ શાને લીધે ? નિત્વમેવ માવશ્રુતજ્ઞાન ક્ષળશુદ્ધાત્મજ્ઞાનામાવેન - નિત્યમેવ - સદાય ભાવશ્રુત જ્ઞાનલક્ષણ શુદ્ધાત્મજ્ઞાનના - શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવે કરી ઞજ્ઞાનિત્વાત્ - અજ્ઞાનીપણાને લીધે. મારૂ૧૭ણા તો નિમયàડતાની પ્રકૃતિત્વમાવે સુસ્થિતત્વાત્ યે વ - એથી નિયમાય છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે વેદક જ છે. II તિ ‘આત્મધ્યાતિ’ગાભમાવના ||રૂ૧૭|| ૫૯૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy