SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અશુભ હોય, પણ તે બન્ને પુદ્ગલમય છે, એટલે ‘કેવલ પુદ્ગલમયપણાને લીધે' “વત पुद्गलमयत्वात् ' એક છે અને આમ તેનું એકપણું છે, એટલે અમુક કર્મ ઉદય આવ્યે શુભ ફલ વિપાકનો અનુભવ આપે છે ને અમુક કર્મ અશુભ ફલ વિપાકનો અનુભવ આપે છે, એમ તેના અનુભવનો ભેદ ઘટતો નથી. એટલે એક પુદ્ગલમય ‘અનુભવ અભેદને લીધે' કર્મ એક છે – એકરૂપ છે - ‘અનુભવામેવારે ર્મ' । અને – (૪) શુભાશુભ મોક્ષમાર્ગ અને અશુભ એવા બે મોક્ષ બંધ માર્ગો ‘પ્રત્યેકપણે કેવલ જીવ-પુદ્ગલમયપણાને લીધે' અનેક છે - ‘શુભાશુભૌ મોક્ષગંધમાન્ત તુ પ્રત્યેò નીવપુાતમયત્વાવનેા', અર્થાત્ મોક્ષમાર્ગ કેવલ આત્માશ્રિત હોવાથી કેવલ જીવમય આત્મમય છે અને અશુભ એવો બંધમાર્ગ કેવલ પરાશ્રિત પુદ્ગલાશ્રિત હોવાથી કેવલ પુદ્ગલમય છે, આમ કેવલ જીવમયપણાને લીધે શુભ – પ્રશસ્ત એવો મોક્ષમાર્ગ ને કેવલ પુદ્ગલમયપણાને લીધે અશુભ એવો બંધમાર્ગ પ્રત્યેક જૂદો જૂદો હોવાથી અનેક છે અને આમ મોક્ષમાર્ગ - બંધમાર્ગનું અનેકપણું છે, એટલે કોઈ કર્મ (પુણ્ય) શુભ મોક્ષમાર્ગનું આશ્રિત છે ને કોઈ કર્મ (પાપ) અશુભ બંધમાર્ગનું આશ્રિત છે એવો વિપર્યસ્તમતિએ ઉપર કલ્પ્યા પ્રમાણે ભેદ ઘટતો નથી, કારણકે તે કલ્પિત ભેદ પ્રમાણેના શુભ અશુભ બન્ને પ્રકારના કર્મનું (પુણ્ય-પાપનું) કેવલ પુદ્ગલમય બંધમાર્ગનું આશ્રિતપણું છે ‘જૈવજ્ઞપુણ્ાત્તમયગંધાશ્રિતત્વેન।' અર્થાત્ બ્રાંત મતિથી તમે કલ્પેલું શુભ કર્મ પણ શુભ એવા મોક્ષમાર્ગનું આશ્રિત નથી, પણ કેવલ અશુભ એવા બંધમાર્ગનું જ આશ્રિત છે, શુભ કર્મને મોક્ષમાર્ગનું આશ્રિત માનવું, એ જ મહાભ્રાંતિ છે. કારણકે શુભ કર્મ કહેવાતું હોય કે અશુભ કર્મ કહેવાતું હોય, પણ તે બન્નેય કેવલ પરાશ્રિત એવા પુદ્ગલમય બંધમાર્ગનો જ આશ્રય કરે છે, એટલે આશ્રય અભેદને લીધે' કર્મ એક છે - એકરૂપ છે ‘આશ્રયામેવારે ર્મ' । શુભ-અશુભ બન્નેનું કેવલ પુદ્ગલમય બંધમાર્ગ આશ્રિતપણું – - - - પક્ષ તે પ્રતિપક્ષ ! આમ કારણ અભેદને લીધે, સ્વભાવ અભેદને લીધે, અનુભવ અભેદને લીધે અને આશ્રય અભેદને લીધે એમ ચાર ઉક્ત પક્ષના પ્રતિપક્ષ કારણપણાને લીધે પુદ્ગલમય શુભ અશુભ કર્મ એક છે, રૂતિ સ્થિતં । અર્થાત્ શુભ-અશુભ એ વિશેષણ પર ભાર દઈ પ્રથમ પક્ષકારે કર્મની શુભ-અશુભ એમ ભેદ કલ્પના કરી હતી, તે ભેદ કલ્પના જીવપરિણામ – પુદ્ગલપરિણામ રૂપ વિશેષ્ય પર ભાર દેતાં નિર્મૂળ થાય છે, એટલે કે કારણ ભેદને લીધે, સ્વભાવ ભેદને લીધે, અનુભવ ભેદને લીધે અને આશ્રય ભેદને લીધે જે શુભ-અશુભ કર્મનો ‘પક્ષ' બન્યો હતો, તે આમ મહા મૈયાયિક મહા દાર્શનિક પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અજબ કુશલતાથી નિયુક્ત કરેલી નિષ્ઠુષ યુક્તિથી કારણ અભેદને લીધે, સ્વભાવ અભેદને લીધે, અનુભવ અભેદને લીધે અને આશ્રય અભેદને લીધે સ્વયં પ્રતિપક્ષ’ જ બની ગયો ! - - “પુણ્ય પાપ દોનું પ્રકૃતિ, હૈ પુદ્ગલ કો બંધ, ઈન પર આતમ બુદ્ધિ જૈ, ઈહ કરમકો બંધ.'' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ’, ૩-૮૩ હવે આ વસ્તુ વિશેષ સમજવા માટે શાસ્ત્રીય રીત્યા પુનઃ વિશેષ વિચારણા કરીએ. અત્રે કેટલાક લોકો એમ માને છે કે કંઈક કર્મ શુભ છે અને કંઈક કર્મ અશુભ છે, તેઓની આ માન્યતા તેઓએ માનેલા આ ચાર હેતુ પર નિર્ભર છે (૧) કારણ ભેદ, (૨) સ્વભાવ ભેદ, (૩) અનુભવ ભેદ, (૪) આશ્રય ભેદ. તે આ પ્રકારે - . ૧. કારણ ભેદ : શુભોપયોગથી શુભ કર્મ, અશુભોપયોગથી અશુભ કર્મ. શુભ કર્મનું નિમિત્ત કારણ જીવના શુભ ભાવ - શુભ જીવ પરિણામ છે, અશુભ કર્મનું નિમિત્ત કારણ જીવના અશુભ ભાવ - અશુભ જીવ પરિણામ છે, અર્થાત્ જીવના મંદ કષાય રૂપ - વિશુદ્ધિ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy