SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપકઃ નવમો અંકઃ સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ રહે છે, “અવ' - જેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી સ્થિત રહે છે - તો નીચોડવત્ત અતિક્ત | અમૃતચંદ્રજીની આ પરમ તત્ત્વગંભીર વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ. જીવ નિશ્ચય કરીને ક્રમનિયમિત આત્મપરિણામોથી ઉપજી રહેલો જીવ જ છે - નહિ કે અજીવ, એમ અજીવ પણ ક્રમનિયમિત આત્મપરિણામોથી ઉપજી રહેલો અજીવ જ છે - નહિ કે જીવ. અર્થાતુ. એક પછી બીજો એમ સમયે સમયે અનુક્રમે થતા પર્યાયના ક્રમથી (In order, in regular sequence) જે નિયમિત છે એવા “આત્મપરિણામોથી' - જીવના પોતાના નિજ પરિણામોથી ઉપજતો જીવ જીવ જ છે, અજીવ નથી; તેમજ અજીવ પણ એક પછી એક એમ ઉપજતા ક્રમથી જે નિયમિત છે એવા “આત્મપરિણામોથી” - અજીવના પોતાના નિજ પરિણામોથી ઉપજતો અજીવ જ છે, જીવ નથી. આમ જીવના અનુક્રમે ઉપજતા ત્રણે કાળના પરિણામો તપાસીએ તો તે જીવરૂપ જ છે, અજીવરૂપ નહિ અને અજીવના અનુક્રમે ઉપજતા ત્રણે કાળનાં પરિણામો તપાસીએ તો તે અજીવરૂપ જ છે, જીવરૂપ નહિં. કારણકે સર્વ દ્રવ્યોનું “સ્વ પરિણામો’ સાથે - પોતપોતાના પરિણામો સાથે તાદાભ્ય છે - કંકણાદિ પરિણામો સાથે કાંચનનું જેમ તાદાત્ય છે તેમ. અર્થાત્ સોનાનું જેમ કડા વગેરે પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધને લીધે તાદાત્ય છે, તેમ જીવનું કે અજીવનું પોતપોતાના જ પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધના હોવાપણાને લીધે તાદાભ્ય છે - અનન્યપણા રૂપ તાદાત્મકપણું (Identity) છે. આમ જીવ જે સ્વ પરિણામોથી જ ઉપજી રહ્યો છે, તેનો અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી, અર્થાત્ જીવ અજીવનું કાર્ય નથી કે કારણ નથી, તેમજ અજીવ જીવનું કાર્ય નથી કે કારણ નથી. કારણકે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ બીજા દ્રવ્યથી ઉપજાવી શકાવા યોગ્ય નથી, તેમજ કોઈ પણ દ્રવ્ય બીજ દ્રવ્યને ઉપાવી શકવા યોગ્ય નથી. આમ સર્વ દ્રવ્યોને દ્રવ્યાંતરથી સાથે ઉત્પાદ્ય - ઉત્પાદક ભાવનો અભાવ છે, તેથી જીવ-અજીવના કાર્યકારણ ભાવની અસિદ્ધિ છે, એટલે અજીવનું જીવકર્મપણું સિદ્ધ થતું નથી અને આમ અજીવનું જીવકર્મપણું સિદ્ધ થતું નથી, એટલે કર્તાને લઈને કર્મ ને કર્મને લઈને કર્તા, એમ કર્તા-કર્મના અન્યોન્યાપેક્ષ સિદ્ધપણાને લીધે, જીવનું અજીવ કર્તાપણું સિદ્ધ થતું નથી. અર્થાત્ અજીવ-કર્મ પુદ્ગલમય દ્રવ્યકર્મ જીવનું કર્મ સિદ્ધ થતું નથી અને જીવ અજીવ-કર્મનો પુદ્ગલમય દ્રવ્યકર્મનો કર્તા સિદ્ધ થતો નથી. આમ અજીવ જીવનું કર્મ નથી ને જીવ અજીવનો કર્તા નથી, એટલે જીવ-અજીવ વચ્ચે કર્તા-કર્મ સંબંધ છે નહિ, એટલે જીવ અર્તા અવસ્થિત રહે છે – સ્વરૂપ મર્યાદાથી સ્થિત રહે છે. આ ઉપરથી પરમતત્ત્વ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ગર્ભિતપણે એ તાત્પર્ય દર્શાવ્યું છે કે - ચેતન એવું જીવ દ્રવ્ય અને અચેતન એવું અજીવ દ્રવ્ય એ બન્ને પ્રગટ ભિન્ન છે. તેમજ - જીવના અનુક્રમે ઉપજતા - ક્રમનિયમિત આત્મપરિણામો જીવ જ છે અને અજીવના પણ અનુક્રમે જ ઉપજતા - ક્રમનિયમિત આત્મપરિણામો અજીવ જ છે. અર્થાત્ પરમ આત્મદેશ શ્રીમદ્ રાજચંદ્રજીએ સ્વયંભૂ આત્માનુભવોલ્ગાર રૂપે કહ્યું છે તેમ જડ જડભાવે જ પરિણમે છે અને ચેતન ચેતન ભાવે જ પરિણમે છે, કોઈ કોઈ પોતપોતાનો સ્વભાવ છોડી પલટતું નથી. જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી, પણ જડ તે ત્રણે કાળમાં જડ જ છે ને ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ છે, આમ પ્રગટ અનુભવરૂપ છે એમાં સંશય કેમ હોય ? “પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?' એટલે કે ત્રણે કાળમાં વર્તતી - ચાલી આવતી - જીવ પરિણામની ધારા અને અજીવ પરિણામની ધારા પણ પ્રગટ ભિન્ન ભિન્ન છે, જૂદી જૂદી જ છે. આમ જીવના દ્રવ્ય-ગુણ-પર્યાય ભિન્ન છે, જૂદા જૂદા જ છે. આમ જીવના દ્રવ્ય-ગુણ-પર્યાય ભિન્ન છે અને અજીવના દ્રવ્ય-ગુણ-પર્યાય ભિન્ન છે, એમ ત્રણે કાળમાં અફર નિશ્ચય સિદ્ધ વસ્તુ સ્થિતિ છે, તે પરથી જીવ-અજીવનું ભેદજ્ઞાન અત્રે વજલેપ અત્યંત પરિદઢ કરાવી, આત્મખ્યાતિકર્તા ૫૬૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy