SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપકઃ નવમો અંકઃ સમયસાર કલશ ૧૯૪ અજ્ઞાનથી આત્મા કર્તા, તેના અભાવથી અકારક એવા ભાવનો સમયસાર કળશ (૨) પ્રકાશે છે – कर्तृत्वं न स्वभावोस्य, चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कायं, तदभावादकारकः ॥१९४॥ ભોખ્તત્વ જેમ કત્વ, સ્વભાવ ચિતનો નથી; અજ્ઞાનથી જ કર્તા આ, અકર્તા તદ્ અભાવથી. ૧૯૪ અમૃત પદ - ૧૯૪ રાગ - ઉપરના પદ પ્રમાણે કર્તાપણું સ્વભાવ ન ચિતનો, ભોક્તાપણું ન જ્યમ – એ રીતનો, કર્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અકર્તા અજ્ઞાન અભાવે... કર્તાપણું. ૧ જ્ઞાની કર્તા ન હોય સ્વભાવ, અજ્ઞાની કર્તા હોય વિભાવે, ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... કર્તાપણું. ૨ અર્થ - કર્તુત્વ, ભોવની જેમ આ ચિતનો સ્વભાવ નથી, અજ્ઞાન થકી જ આ કર્તા છે, તેના અભાવથી અકારક-અકર્તા છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૮ ઉપરના મંગલ શ્લોકમાં શુદ્ધ સ્વભાવની દૃષ્ટિએ શુદ્ધ જ્ઞાન જ આત્માનું સામાન્યપણે કર્તા-ભોક્તા ભાવાદિથી રહિતપણું નિરૂપણ કર્યું, તેનું હવે વિશેષપણે સ્યાદ્વાદષ્ટિએ કર્તત્વ આત્માનો સ્વભાવ નથી. અનેકાંત સિદ્ધાંતથી નિરૂપણ કરતાં પ્રથમ કર્તાપણાની બા. માં અત્રે અશાનથી કર્તા સ્પષ્ટીકરણ કર્યું છે, આત્મા જો શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ કર્નાદિ ભાવ - રહિત છે, તે પછી તેના પ્રગટ દેખાતા બંધાદિ ભાવ કેમ છે ? તેનું સ્યાદ્ વાદ યુક્તિ યુક્ત સમાધાન કર્યું છે - તૃત્વ ન માવોચ, વિતો વેયિતૃત્વવત્ - વેદયિતૃત્વવદ્ - ભોક્તાપણું જેમ આ ચિત્નો - ચૈતન્ય સ્વરૂપનો સ્વભાવ નથી, તેમ કર્તૃત્વ-કર્તાપણું આ ચિત્નો સ્વભાવ નથી, અજ્ઞાનાવ જીંડવં તદ્માવાવાર | અર્થાત્ કર્તાપણું જો જીવનો સ્વભાવ હોય તો તે સ્વભાવ કદી ટાળ્યો ટળે નહિ. એટલે જીવ સદા કર્મ કર્યા જ કરે – તેને નિત્ય કર્તત્વનો પ્રસંગ આવે. ને તેનો કદી પણ મોક્ષ થાય નહિ, માટે કર્તાપણું એ જીવનો સ્વભાવ નથી. પણ જ્યાં લગી અજ્ઞાન રૂપ વિભાવને લીધે જીવ વિભાવદશામાં વર્તે છે – અજ્ઞાન ટળ્યું નથી ને જ્ઞાન મળ્યું નથી, ત્યાં લગી અજ્ઞાનને લીધે તે કર્તા હોય છે. તે અજ્ઞાનમય વિભાવદશાનો અભાવ થઈ જ્ઞાનદશા પ્રાપ્ત થતાં - અજ્ઞાન ટળી જ્ઞાન મળે છે, ત્યારે અજ્ઞાનના અભાવને લીધે તે અકર્તા હોય છે. ૫૬૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy