________________
॥ अथ सर्वविशुद्ध ज्ञानाधिकारः ॥९॥ સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક
નવમો અંક વિશતિ સર્વવિશુદ્ધ જ્ઞાનં - હવે સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રવેશે છે. આમ આ અધ્યાત્મ પરમ શાંત સુધારસમય અધ્યાત્મ મહાનાટકમાં “મોશ' નામક આઠમો અંક પૂર્ણ થયા પછી, હવે મોક્ષના ઉપાયભૂત અને સાક્ષાત્ મોક્ષભૂત એવો આ “સર્વ વિશુદ્ધ જ્ઞાન” નામક નવમો અંક પ્રારંભાય છે. તેમાં જ્યાં જ્ઞાન સિવાય બીજો કોઈ પણ ભાવ નથી એવા સર્વથા શુદ્ધ એક “અદ્વૈત' “સર્વ વિશુદ્ધ જ્ઞાન' નામના પરમ પાત્રને પ્રવેશ કરાવતાં મહાઅધ્યાત્મ નાટ્યકાર પરમ સત્ કવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ અધિકારના સારભૂત સર્વ વિશુદ્ધ જ્ઞાનનું તાદેશ્ય ચિત્ર રજૂ કરતું અને પોતાની પરમ પ્રિય તે પર જ્ઞાનજ્યોતિનો મહા મહિમા આવિષ્કત કરતું આ મંગલ સમયસાર કળશ કાવ્ય (૧) લલકારી આ અંકનું મંગલ ઉદ્ઘાટન કરે છે –
मंदाक्रांता 'नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्तादिभावान्, दूरीभूतः प्रतिपदमयं बंधमोक्षप्रक्लृप्तः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिटंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः ॥१९३॥ લૈ જૈ સમ્યફ પ્રલય સઘળા ક ભોક્તાદિ ભાવો બંધાદિના પ્રતિપદ જ અખિલ આ કલ્પને દૂર થાવે શુદ્ધો શુદ્ધો સ્વરસ પૂરણો પુણ્યો સ્થિર જ્યોતિમંતો, ટંકોત્કીર્ણ પ્રકટ મહિમા જ્ઞાનપુંજ રહુતો. ૧૯૩
અમૃત પદ - ૧૯૩ જ્ઞાનકુંજ ઝગારા મારે... જ્ઞાનકુંજ ઝગારા મારે... સમ્યક પ્રલય પમાડી સઘળા, કર્તા ભોક્તાદિ ભાવો પ્રબળા, બંધ મોક્ષ કલ્પના ચૂરી, પ્રતિ પદે થયેલો દૂરી... જ્ઞાનકુંજ ઝગારા મારે. ૧ શુદ્ધ શુદ્ધ આ સકલ પ્રદેશે, પ્રતિપદ બુદ્ધ અમૃત ગવષે, સ્વરસ વિસરે પૂરણ ભરિયો, પુણ્ય અચલ જ્યોતિ જે ઠરિયો... જ્ઞાનકુંજ. ૨ ટંકોત્કીર્ણ અમૃત રસ મહિમા, અહો ! પ્રકટ રહ્યો આ મહીમાં,
જ્ઞાનકુંજ સ્કૂર્જતો એવો, કહે ભગવાન અમૃત દેવો... જ્ઞાનકુંજ. ૩ અર્થ - કર્તા - ભોક્તા આદિ અખિલ (સર્વ ભાવોને સમ્યપણે પ્રલય પમાડી, બંધ-મોક્ષ પ્રકલ્પનાઓથી પ્રતિપદે - પ્રત્યેક પદે દૂર થઈ ગયેલો એવો, આ સ્વરસ વિસરથી (પ્રસરથી - ફેલાવાથી) આપૂર્ણ એવી પુણ્ય અચલ છે જ્યોતિ જેની એવો - ટંકોત્કીર્ણ પ્રકટ મહિમાવાળો શુદ્ધ શુદ્ધ જ્ઞાનપુંજ સ્વર્જે છે - ઝળહળપણે ઉગ્ર હુરે છે - ઝગારા મારે છે. ૧૯૩
૫૩