SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ કરવાને તે સમર્થ થતા નથી અને ઉલટું અપરાધરૂપ વિષદોષની વૃદ્ધિ કરવારૂપ વિપક્ષ કાર્ય કરે છે, એટલે તેને તો તે પ્રતિક્રમણાદિ પણ વિષક્રિયા રૂપે પરિણમી વિષકુંભનું જ કાર્ય કરે છે. અપ્રતિક્રમણાદિ રૂપા તૃતીય ભૂમિ તો સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ હોય છે, સાક્ષાત્ સ્વયમમૃતમો મતિ, જ્યાં પ્રતિક્રમણાદિ કંઈ પણ કરવાપણું રહ્યું નથી એવી પ્રતિક્રમણાદિની અભાવ રૂપા “તૃતીય' - ત્રીજી ભૂમિ - ભૂમિકા તો “સાક્ષાતુ” - પ્રત્યક્ષ – પ્રગટ “સ્વયં” - પોતે – આપોઆપ “અમૃત કુંભ” - અમૃતનો ઘડો હોય છે. એમ શાને લીધે ? “સ્વયં શદ્ધાત્મસિદ્ધિરૂપત્વેિન' - સ્વયં શુદ્ધાત્મ સિદ્ધિરૂપ પણાએ કરીને સર્વ અપરાધ - વિષદોષોના “સર્વકષપણાને લીધે' - સર્વ કસી કસીને - ખેંચી ખેંચીને કાઢી નાંખવાપણાને લીધે - ઘસી નાંખવાપણાને - “સર્વોપરા વિષોષા સર્વષતુ.’ આમ આ પ્રકારે આ અપ્રતિક્રમણાદિ રૂપા તૃતીય ભૂમિ સાક્ષાત્ અમૃતકુંભ હોય છે. એટલા માટે, તે “વ્યવહારથી' - વ્યવહારનયની અપેક્ષાથી દ્રવ્ય પ્રતિક્રમણાદિનું પણ અમૃતકુંભપણું - અમૃતઘટપણું સાધે છે – “વ્યવહાર દ્રવ્ય પ્રતિમા અમૃતમત્વે સઘતિ, અર્થાત્ તેનું અપ્રતિક્રમણાદિ રૂપ તૃતીય ભૂમિનું પોતાનું તો સાક્ષાતુ અમૃતકુંભપણું છે જ, પણ તે તૃતીય ભૂમિના લક્ષે કરવામાં આવતા ને તે પ્રત્યે લઈ જતા દ્રવ્યપ્રતિક્રમણાદિનું પણ “વ્યવહારથી' - કારણમાં કાર્ય ઉપચારથી અમૃત કુંભપણું સાધે છે; અને આમ સાક્ષાત્ શુદ્ધાત્મસિદ્ધિ રૂપ છે તેથી જ તે અપ્રતિક્રમણાદિ રૂપ તૃતીય ભૂમિકાથી જ “ચેતયિતા - ચેતનારો - ચેતક આત્મા ખરેખરો “નિરપરાધ' હોય છે - પરદ્રવ્ય ગ્રહણ રૂપ અપરાધથી રહિત હોય છે, “તવૈવ નિરપરાધો મવતિ વેતયિતા', અને “તમારે’ - તે તૃતીય ભૂમિકાના અભાવે - તૃતીય ભૂમિકાનું હોવાપણું ન હોય તો દ્રવ્ય પ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે - ‘દ્રવ્યપ્રતિક્રમાદ્રિ रप्यपराध एव ।' તૃતીય ભૂમિકાના લક્ષે કરવામાં આવતા દ્રવ્ય પ્રતિક્રમણાદિ થકી પણ શુદ્ધાત્મસિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકા પર આવવાનું છે, એટલે તે તૃતીય ભૂમિકા ન હોય તો તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. એથી કરીને આમ અન્વય-વ્યતિરેકથી શુદ્ધાત્મસિદ્ધિ રૂપા તૃતીય ભૂમિકાથી જ નિરપરાધપણું છે એમ અવતિષ્ઠ છે' - એ વસ્તુ સ્થિતિ અવસ્થિત રહે છે. તેથી એમ માનીશ મા “તિ મંથાઃ' કે શ્રુતિ પ્રતિક્રમણાદિને ત્યજાવે છે - છોડાવે છે, “વત્ પ્રતિમાનવીન કૃતિસ્યાનયતિ ” પરંતુ દ્રવ્યપ્રતિક્રમણાદિથી નથી મૂકાતો, એવું અપ્રતિક્રમણાદિ રૂપ બેમાંથી કોઈ પણ પ્રતિક્રમણાદિ – અપ્રતિક્રમણાદિનો “અગોચર' - અવિષય એવું અપ્રતિક્રમણાદિ રૂપ જેવી પ્રતિમવિપ્રતિમા પર પ્રતિમવિરૂ' શુદ્ધાત્મસિદ્ધિ લક્ષણ અતિ દુષ્કર કંઈ પણ કરાવે છે - “શુદ્ધાત્મસિદ્ધિનક્ષણમંતિપુર મિ િવકારયતિ | અર્થાત્ આ જે ઉપરમાં પ્રતિક્રમણાદિ - અપ્રતિક્રમણાદિની ત્રણ ભૂમિકા કહી તે ઉપરથી એમ કોઈ રખેને માની ત્યે કે આ શ્રુતિ - શાસ્ત્ર તો પ્રતિક્રમણાદિને ત્યજાવે છે - છોડાવે છે, તો તેને ઉદ્દેશીને અમૃતચંદ્રજી વદે છે કે એમ માનીશ મા ! તિ મેં થા: ' ત્યારે શ્રુતિ શું કરાવે છે ? દ્રવ્ય પ્રતિક્રમણાદિથી પોતાથી (by itself) કાંઈ મોક્ષ થતો નથી, પણ તેના અવલંબને પણ શુદ્ધાત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાએ ચઢે જ મોક્ષ થાય છે, એટલા માટે જ પ્રતિક્રમણાદિ કે અપ્રતિક્રમણાદિ - બેમાંથી કોઈનો પણ જે “ગોચર’ - વિષય નથી એવું તૃતીય ભૂમિકાના અપ્રતિક્રમણાદિ રૂપ શુદ્ધાત્મસિદ્ધિ લક્ષણ અતિ દુષ્કર - અતિ દુર્ઘટ “કંઈ પણ' - અવાચ્ય – વાચાથી ન કહી શકાય એવું અનુભૂતિરૂપ કરાવે છે. અત્રે આ વિષયમાં આગળ ઉપર આજ શાસ્ત્રમાં કહેવામાં આવશે. “અનેક વિસ્તાર વિશેષવાળું જે પૂર્વકૃત શુભાશુભ કર્મ છે તેમાંથી આત્માને “નિવર્તાવે છે – પાછો વાળે છે તે “પ્રતિક્રમણ' છે'', ઈત્યાદિ. ૫૫૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy