SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૩૦-૩૦૭ “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૩ અત્રે કોઈ એમ શંકા કરે કે – વારુ, આ શુદ્ધાત્મ ઉપાસનથી શું ? કારણકે પ્રતિક્રમણાદિથી જ આત્મા “નિરપરાધ' - અપરાધ રહિત હોય છે. એમ શા માટે ? “સાપરાધને’ - અપરાધ સહિતને અપ્રતિક્રમણાદિ તે અપરાધના “અનપોહકપણાએ' કરીને - અત્રકારિપણાએ કરીને - દૂર નહિ કરનારપરાએ કરીને વિષકુંભ રૂપ હોય છે. અને એમ હોઈ તેનાથી વિરુદ્ધ પ્રતિક્રમણાદિ તે અમૃતકુંભરૂપ હોય છે માટે; અને તેવા પ્રકારે વ્યવહાર આચાર સૂત્રમાં પણ કહ્યું છે કે - અપ્રતિક્રમણાદિ અષ્ટવિધ વિષકુંભ છે અને પ્રતિક્રમણાદિ અષ્ટવિધ અમૃતકુંભ છે. આ શંકાનું અત્રે સમાધાન કરતાં શાસ્ત્રકર્તા ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ ઉક્ત વિધાનથી સાવ ઉલટી જ - પ્રતિક્રમણાદિ વિષકુંભ છે; ને અપ્રતિક્રમણાદિ અમૃત કુંભ છે - એવી વિચક્ષણો જ જેની વિશિષ્ટ સૂક્ષ્મ અપેક્ષા સમજી શકે એવી વિલક્ષણ પરમ અદ્દભુત વાત કહી છે અને તેની તત્ત્વ સર્વસ્વ સમર્પક વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ સૂત્ર” કર્તા ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ત્રિભૂમિક પ્રતિક્રમાદિની પરમ અદૂભુત સૂક્ષ્મ તલસ્પર્શી મીમાંસા કરી નિશ્ચય - વ્યવહાર માર્ગનું સાંગોપાંગ સકલ અવિકલ સાપેક્ષપણું અપૂર્વપણ સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - પ્રથમ તો અજ્ઞાનિજનને “સાધારણ” - સામાન્ય (Common) એવો જે “અપ્રતિક્રમણાદિ - પ્રતિક્રમાદિનો અભાવ તે તો “વિષકુંભ જ' છે, વિષનો - ઝેરનો કુંભ - ઘડો જ છે. એમ શાને લીધે ? શુદ્ધાત્મ સિદ્ધિના “અભાવ સ્વભાવપણાએ' કરીને - નહિ હોવાપણા રૂપ સ્વભાવપણાએ કરીને સ્વયમેવ' - પોતે જ - આપોઆપ જ અપરાધપણાને લીધે - વાપરાધત્વાત. અર્થાત આ અજ્ઞાનીજનના અપ્રતિક્રમણાદિમાં શુદ્ધાત્મ સિદ્ધિનો અભાવ - નહિ હોવાપણું છે અને આ અપ્રતિક્રમણાદિ પોતે જ અપરાધ રૂપ છે, તો પછી એ બાપડા અપરાધને દૂર કેમ કરી શકે ? આમ જે અજ્ઞાનીના અપ્રતિક્રમણાદિ આત્માને મારી નાંખનારા વિષથી ભરેલા “વિષકુંભ જ છે, તેના વિચારથી શું ? અર્થાત્ તે તો અત્યંત નિંદ્યને અત્યંત હેય હોઈ તેનો વિચાર જ કરવા યોગ્ય નથી, તેને અત્ર મોક્ષમાર્ગની વિચારણામાં સ્થાન જ નથી. અને જે ‘દ્રવ્યરૂપ” - બાહ્ય ક્રિયારૂપ પ્રતિક્રમણાદિ તે સર્વ અપરાધ – વિષદોષના “અપકર્ષણમાં' - હાનિકરણમાં - ખેંચી કાઢવામાં સમર્થપણાએ કરીને – “સર્વોપરાધ-વિષયોષાઋષા સમર્થત્યેન' અમૃત કુંભ છતાં - અમૃતનો ઘડો છતાં - “અમૃતકુંભ' - “વિષકુંભ જ’ - વિષનો - ઝેરનો કુંભ - ઘડો જ હોય - વિષર્જુન ઉવ ચાત' - કોને ? કેવી રીતે ? પ્રતિક્રમણાદિ - અપ્રતિક્રમણાદિથી “વિલક્ષણ - વિશિષ્ટ લક્ષણવાળી વા વિપરીત લક્ષણવાળી અપ્રતિક્રમણાદિ રૂપા “તાર્તાયીકી' - તૃતીય (ત્રીજા) ભાવ સંબંધિની ભૂમિને' - ભૂમિકાને નહિ દેખતાને, “તાર્તીથી મૂપિશ્યતઃ', સ્વકાર્યકરણના – પોતાનું કાર્ય કરવાના અસમર્થપણાએ કરીને - “વાઈરસમર્થત્યેન' - વિપક્ષ કાર્યકારિપણાને લીધે - વિપક્ષનું - વિરુદ્ધ પક્ષનું કાર્ય કરનારપણાને લીધે. અર્થાત્ દ્રવ્યરૂપ જે પ્રતિક્રમણાદિ છે, તે સર્વ અપરાધરૂપ વિષ-દોષના અપકર્ષણમાં' - ખેંચી કાઢવામાં - ઘટાડવામાં - ક્ષીણ કરવામાં સમર્થપણાએ કરીને અમૃતકુંભ હોય છે. કોને ? પ્રતિક્રમણાદિ - અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિ રૂપા નીચેમાં કહેવામાં આવતી શુદ્ધાત્મ સિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાને જે દેખી રહ્યા છે તેને, તે શુદ્ધાત્મ સિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકા પ્રત્યે નિરંતર લક્ષ રાખી જે દૃષ્ટિ ઠેરવી રહ્યા છે તેને. આમ તેવાઓને તે અમૃતકુંભ હોય છે, પણ તે શુદ્ધાત્મ સિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકાને જે દેખતા નથી - તે પ્રત્યે જેને લક્ષ નથી - દૃષ્ટિ નથી, એવાને તો તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ જ હોય, કારણકે અપરાધરૂપ વિષદોષનો અપકર્ષ કરવાનું સ્વકાર્ય ૫૪૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy