SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૩૦૧-૩૦૩ જેમ ‘પરદ્રવ્યગ્રહતિક્ષĪમપરાધં', ‘પર’ પારકું = દૃષ્ટાંત સાંગોપાંગ વિવરી દેખાડી અદ્ભુત તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે તેનો ભાવાર્થ આ પ્રકારે અત્રે લોકમાં જે જ પરદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે દ્રવ્ય ગ્રહણ કરવા રૂપ - હરી લેવા રૂપ ‘અપરાધ’ ગૂન્હો (crime, guilt) કરે છે, તેને જ ‘રખેને હું પકડાઈ જઈશ તો !' એમ બંધશંકા સંભવે છે, પણ જે ‘શુદ્ધ સતો' - ‘શુદ્ધ: સન્ ‘તે’ પરદ્રવ્યગ્રહણ લક્ષણ અપરાધ નથી કરતો, તેને ‘તે’ બંધશંકા નથી સંભવતી. તેમ આત્મા પણ જે જ ‘અશુદ્ધ સતો’ ‘ઞશુદ્ધ: સન્’ પરદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે, ‘પર’ - પારકું દ્રવ્યગ્રહણ કરવા રૂપ હરી લેવા રૂપ ‘અપરાધ' - ગુન્હો (crime, guilt) કરે છે, તેને જ બંધશંકા સંભવે છે, પણ જે ‘શુદ્ધ સતો' ‘શુદ્ધ: સનૂ' ‘તે’ પરદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ નથી કરતો, તેને ‘તે’ બંધશંકા નથી સંભવતી, એમ નિયત નિશ્ચયરૂપ ‘નિયમ' છે. આ ઉપરથી શું પરમાર્થ ફલિત થયો ? એટલા માટે 'सर्वथा सर्वपरकीय भावपरिहारेण' સર્વથા - સર્વ પ્રકારથી સર્વ પરકીય' પારકા ભાવોના પરિહારે કરીને' પરિત્યાગે - સર્વથા ત્યાગે કરીને શુદ્ધ આત્મા ‘ગૃહીતવ્ય’ ગ્રહવો યોગ્ય છે - ‘શુદ્ધ: ગાભા ગૃહીતવ્યઃ', એમ શા માટે ? તેમ સતે જ નિરપરાધપણું બીન ગુન્હેગારપણું નિર્દોષપણું (non-guiltiness) હોય છે માટે તથા સત્યેવ નિરપરાધવાત્ । તાત્પર્ય કે - પર પરિણતિને ભજે છે તે જીવ પરવસ્તુનો ચોર હોઈ અપરાધી દંડપાત્ર છે ને તેને સતત બંધશંકા રહ્યા કરે છે, પર પરિણતિને ત્યજે છે તે જીવ નિરપરાધી હોઈ દંડપાત્ર નથી ને તેને કદી પણ બંધશંકા સંભવતી નથી. - - - આત્મા પરદ્રવ્ય અશુદ્ધ ગ્રહણ સહિત - - - ← બંધ શંકા ઃઃ 1 આમ પારકો પેઠો વિનાશ કરે' ‘પર: પ્રવિદ: શ્રુતે વિનાશ' એ લોકોક્તિ સાચી પડે છે. આત્માએ સ્વ સમયને અર્થાત્ આત્મવસ્તુની સ્વરૂપ મર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં પારકા પુદ્ગલ ક્ષેત્રમાં પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Trans-gression, Trespass) કર્યો. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું - હસ્તક્ષેપ કર્યો, પર વસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે સ્નેહ સંબંધ (!) બાંધ્યો, એટલે તે પુદ્ગલ બલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે આત્માને વળગાડ્યું અને આત્માને પોતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય - ક્ષેત્રમાં પૂરી રાખવા રૂપ દંડ (Punishment) દીધો ! અથવા તો સ્નેહ સંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસાર રૂપ હેડમાં પૂરી રાખ્યો ! આમ પરદ્રવ્ય પ્રદેશમાં પ્રવેશ કરી પોતે હાથે કરીને આપદા વ્હોરી લઈને પરિભ્રમણમાં પડી આ આત્માએ મોટી ભૂલ થાપ ખાધી છે, પારકા ક્ષેત્રમાં પ્રવેશનો મહા અપરાધ કરી તે ભવની ઘાણીમાં ગાઢ પીલાયો છે, ૫૨ વસ્તુની ચોરીનો અપરાધ કરી તેમાં મમકાર કરી આ આત્માએ પોતે પોતાની બાધા વધારી દીધી છે, આ વિભાવ પરિણામથી જ્ઞાન અવરાઈ જવાથી મોહમાં ગોથાં ખાતો આ આત્મા નિજ ભાન ભૂલી ગયો છે અને રાગદ્વેષના તાંતણે પોતે પોતાને બાંધી કોશકાર કૃમિની જેમ અમાપ દુ:ખ પામ્યો છે. આમ પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમથી જ બધી મ્હોકાણ થઈ છે. આકૃતિ - આત્મા પરદ્રવ્ય શુદ્ધ ગ્રહણ રહિત - પર પ્રદેશમાં પેસીને, વ્હોરી આપદા આપ; પરિભ્રમણમાંહી પડી, તેં ખાધી ભૂલ થાપ. પરકીય ક્ષેત્ર પ્રવેશનો, કીધો તેં અપરાધ; તેથી ભવની ઘાણીમાં, પીલાયો તું ગાઢ. ૫૩૯ - ← ન બંધ શંકા
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy