SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૬ બંધને છોડી શુદ્ધ આત્મા જ ગ્રહવો એ જ ખરેખર ! આ આત્મા-બંધના દ્વિધાકરણનું પ્રયોજન છે, અંધત્યાળેન શુદ્ધાતોષાવાનં' એમ અત્ર દૃઢ કરાવ્યું છે. વારુ, કોના વડે આ શુદ્ધ આત્મા ગ્રહવા યોગ્ય છે ? પ્રજ્ઞચૈવ શુદ્ધોયમાભા ગૃહીતવ્યઃ' પ્રજ્ઞા વડે જ આ શુદ્ધ આત્મા ગ્રહવો યોગ્ય છે. એમ શા કારણથી ? કારણકે શુદ્ધ આત્માને સ્વયં આત્માને ગ્રહતાને - વિભજતાની જેમ - પ્રજ્ઞાનું એકનું ક૨ણપણું – સાધનપણું છે માટે, ‘પ્રજ્ઞેરણાત્', અર્થાત્ આત્મા અને બંધના ‘દ્વિધાકરણમાં’ વિભાગીકરણમાં વિભજનમાં જેમ પ્રજ્ઞા જ એક આત્માનું કરણ - સાધન (Instrument) છે, તેમ શુદ્ધ આત્માના સ્વયં આત્માના ગ્રહણમાં પણ પ્રજ્ઞા જ એક આત્માનું કરણ - સાધન (Instrument) છે. એટલા માટે જેમ પ્રજ્ઞા વડે આત્મા વિભક્ત કરાયો - બંધથી વિભિન્ન જૂદો પડાયો, તેમ પ્રશા વડે જ આત્મા ગ્રહવો યોગ્ય છે यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः । = - શુદ્ધ ચૈતન્ય જ્યોતિ ૫૧૭ -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy