SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૧ સાંધાના બંધમાં (Internal joint) રભસથી' - એકદમ વેગથી - ઝપાટાબંધ નીચે પડે છે, સૂૉંતઃસંધિ વંધે નિતિ મનાવાત્મવયસ્થ અને એમ નીચે પડે છે તે શું કરતી પડે છે ? માત્માને મનમંતઃ થિવિશવનસદ્ધાનિ ચૈતન્યપૂરે - આત્માને અંતરમાં સ્થિર “વિશદ' - સ્વચ્છ - નિર્મલ “લસતુ’ - લસલસતા - ઉલ્લસી રહેલા - વધતા જતા “ધામ” - તેજવાળા ચૈતન્યપૂરમાં “મગ્ન' ડૂબેલ અને બંધને અજ્ઞાન ભાવમાં નિયમિત એમ બન્નેને “અભિતઃ' - સર્વથા સર્વ પ્રકારે ભિન્ન ભિન્ન’ - જૂદા જૂદા - પૃથક પૃથક કરતી “નિપતે છે' - નીચે પડે છે – વંઈ વાજ્ઞાન માટે નિયમિતમતઃ સુર્વતી મિન્નમિત્રી | અમૃતચંદ્રજીના આ અદ્ભુત કળશ કાવ્યનો મર્મ સમજવા સૂતારનું - “સૂત્રધારનું દૃષ્ટાંત ભાવન કરવા યોગ્ય છે - “સૂત્રધાર' - સૂતાર છે, (૧) તે જ્યાં બે કાષ્ઠ એટલી બધી ચોક્કસાઈથી સલાડવામાં આવેલ હોય કે તે વચ્ચેનો સૂક્ષ્મ – બારીક (fine) સાંધો કળાવો મુશ્કેલ હોય, ત્યાં તેને જુદા પાડવા માટે છીણીનો અને તે પણ “તીક્ષણ - તીણી અણીદાર ઝીણી છીણીનો ઉપયોગ કરે છે. (૨) અને તે કુશળ કારીગર તે છીણીનો ઉપયોગ એવા સાવધાનપણે - ખૂબ ખૂબ કાળજીથી કરે છે કે જેથી એક કાષ્ઠનો ભાગ બીજામાં ન ચાલ્યો જાય અને બીજ કાષ્ઠનો ભાગ ખેલામાં ન છોલાઈ જાય. (૩) આમ તે એવો સાવધાન રહીને છીણી પાડે છે, કે તે બન્ને ભાગના “સૂક્ષ્મ અંતઃસંધિબંધમાં” - અંદરના સૂક્ષ્મ સાંધાના બંધનમાં એકદમ વેગથી નીચે પડે છે. (૪) અને તે નીચે પડતાં પડતાં બન્ને ભાગને ભિન્ન-ભિન્ન જૂદા જૂદા કરતી એકને આ બાજુ અને બીજાને બીજી બાજુ ચોખ્ખી ફાડ કરીને પાડે છે. એ જ પ્રકારે સૂત્ર રહસ્યને ધારનારા “સૂત્રધાર' જ્ઞાની રૂપી સૂત્રધાર છે. તે (૧) આત્મા અને કર્મનો અનાદિ સંયોગથી ભેદ કળાવો ઘણો ઘણો મુશ્કેલ છે, ત્યાં પ્રજ્ઞારૂપ છીણીનો અને તે પણ તીક્ષણ સૂક્ષ્મ પ્રશારૂપ ઝીણી છીણીનો ઉપયોગ કરે છે. (૨) અને તે “નિપુણો’ - તત્ત્વભેદ કેળકુશળો સૂત્રધાર “સાવધાન” રહી - અત્યંત જગરૂકપણે ખૂબ ખૂબ તીક્ષ્ણ, સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક તે તીણ પ્રજ્ઞા - છીણી પાડે છે, (૩) એટલે તે પ્રજ્ઞા - છીણી આત્મા અને કર્મ એ બન્નેના સૂક્ષ્મ અંતઃસંધિબંધમાં “રભસથી' - એકદમ વેગથી પડે છે, (૪) અને તે પડતાં પડતાં તે આત્માને અને બંધને “ભિન્ન ભિન્ન' - જૂદા જૂદા - પૃથક પૃથક કરતી, તે પ્રજ્ઞા-છીણી આત્માને સ્થિર સ્વચ્છ ઉલ્લસતા ચૈતન્ય પૂરમાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાન ભાવમાં નિયમિત કરતી, એમ સર્વ સર્વ પ્રકારથી સર્વથા ભિન્ન ભિન્ન કરે છે, આત્માને એક બાજુ અને બંધને બીજી બાજુ પાડે છે. આમ તે આત્મા અને બંધને ભિન્ન-પૃથફ જાણીને તે બન્નેને ભિન્ન ભિન્ન - પૃથક પૃથક - અલગ અલગ કરે છે. આમ આ કળશ કાવ્યમાં “આત્મખ્યાતિ' સૂત્રકાર મહાજ્ઞાની સૂત્રધારે સૂત્રધારના (સૂતારના) દૃષ્ટાંતનો ભાવ સ્વભાવોક્તિ અલંકારમય સુંદર હૃદયંગમ તાદૃશ્ય આબેહુબ શબ્દચિત્ર હજરો ગ્રંથોથી ન આલેખી શકાય એવી અજબ કુશળતાથી આલેખ્યો છે. આકૃતિ આત્મા) પ્ર |જ્ઞા | (આત્મા) પ્રારા T , T^ છીણી | બંધ | :: છી| ણી | બંધ ચૈતન્ય લક્ષણ | રાગાદિ લક્ષણ ચૈતન્ય પૂર અજ્ઞાન ભાવ [L) કે
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy