SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તીક્ષ્ણ પ્રજ્ઞા-છીણી આત્મ-બંધનો ભેદ કેવી રીતે કરે છે ? તે દર્શાવતો અમૃત સમયસાર કળશ (૨) અમૃતચંદ્રજી લલકારે છે - - स्रग्धरा प्रज्ञा छेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः, सूक्ष्मेंतःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे, बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ॥ १८१ ॥ આ પ્રજ્ઞા છીણી તીક્ષ્ણા ક્યમ કરી નિપુર્ણ સાવધાને પડાઈ, સૂક્ષ્મડતઃ સંધિબંધે ઝટ લઈ પડતી આત્મને કર્મનાઈ; આત્માને મગ્ન અંતઃ સ્થિર વિશદ લસત્ ધામ ચૈતન્ય પૂરે, બંધ અજ્ઞાન ભાવે નિયમિત કરતી સર્વથા ભિન્નભિન્ના. ૧૮૧ અમૃત પદ - ૧૮૧ એ રાગ ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા' તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી, સૂક્ષ્મ સંધિ પડી, આત્મ ને કર્મને ભિન્ન કરતી, છીણી સૂતારની, જેમ સંધિ પડી, કાષ્ઠના સ્પષ્ટ બે ભાગ કરતી... તીક્ષ્ણ. ૧ પ્રજ્ઞા છીણી તીક્ષ્ણ આ, નિપુણ સાવધાનથી, આવી કેમે કરી પાડવામાં, અંતઃસંધિ બંધમાં, આત્મ ને કર્મના, સૂક્ષ્મમાં પડતી સવેગ આમાં... તીક્ષ્ણ. ૨ આત્મને મગ્ન કરતી, અતિ ઉલ્લસતા, સ્થિર વિશદ ધામ ચૈતન્ય પૂરે, બંધને અજ્ઞાન ભાવમાં નિયમિતો, કરતી તે સર્વથા ખૂબ દૂરે... તીક્ષ્ણ. ૩ આત્મ ને બંધને, કરતી ભિન્ન ભિન્ન આ, આમ પ્રજ્ઞા છીણી તીક્ષ્ણ ભારી, પ્રજ્ઞા છીણી મહિમ આ, અમૃત ભગવાન આ, ગાયો મહા ચિત્ ચમત્કારકારી... તીક્ષ્ણ. ૪ અર્થ આ તીક્ષ્ણ પ્રજ્ઞા-છીણી કોઈ પણ પ્રકારે નિપુણોથી સાવધાનોથી પાડવામાં આવતાં, આત્મા-કર્મ એ ઉભયના સૂક્ષ્મ અંતઃસંધિ બંધમાં એકદમ વેગથી નિપતે છે (નીચે પડે છે), તે આત્માને અંતરમાં સ્થિર વિશદ (નિર્મલ) લસંતા ધામવાળા ચૈતન્ય પૂરમાં મગ્ન અને બંધને અજ્ઞાનભાવમાં નિયમિત એમ સર્વ પ્રકારથી સર્વથા ભિન્ન-ભિન્ન કરતી એવી છે. ૧૮૧ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ.'' શ્રીમદ્ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૭ ‘આનંદઘન ચૈતન્યમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે.'' - શ્રી આનંદઘન પદ-૧ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય વિભાગમાં જે વિસ્તારથી વિવેચ્યું તેનો સારસમુચ્ચય નિબદ્ધ કરતા આ કળશમાં તીક્ષ્ણ પ્રજ્ઞા-છીણી આત્મા અને કર્મનો ભેદ કેવી રીતે કરે છે, તેનો સમસ્ત વિધિ મહાકવિ અમૃતચંદ્રજીએ તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી વર્ણવી દેખાડ્યો છે प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः - આ પ્રજ્ઞા રૂપ તીક્ષ્ણ છીણી કેમે કરી - ‘કથમપિ' - ઘણા ઘણા પ્રયત્નાતિશયથી ‘નિપુણોથી' ખબરદાર તત્ત્વકુશળ જનોથી ‘સાવધાન’ જાગરૂક રહી પાડવામાં આવેલી આત્મા અને કર્મ એ ઉભયના - બન્નેનાં ‘સૂક્ષ્મ’ - ઝીણા - બારીક ‘અંતઃસંધિ બંધમાં' - અંદરના ૫૧૨ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy