SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ - ભાવને પામે જ નહિ, જો પામે તો તેની તે અશુદ્ધિ કદી પણ નિવર્તવા પામે નહિ. તે અશુદ્ધિનું નિમિત્ત તો વસ્તુથી અતિરિક્ત પરનો - અન્ય વસ્તુનો સંગ જ - સમાગમ જ છે. જો પરસંગનું નિમિત્ત ન મળે ને વસ્તુ ‘કૈવલ’ એકલી જ રહેવા દેવામાં આવે (If left alone) તો તેમાં અશુદ્ધિનો અવકાશ જ ન હોય, ને તે સ્વયં – પોતે - આપોઆપ (by itself) શુદ્ધ જ પરિણમ્યા કરે, એટલે પરસંગના નિમિત્તે જ તેની પરિણતિમાં અશુદ્ધિ આવે છે એ સિદ્ધ હકીકત (actual fact, reality) છે. અર્થાત્ વસ્તુનો મૂળ સ્વભાવ તો શુદ્ધ જ છે, તેમાં જે રાગાદિ વિભાવ રૂપ ઔપાધિક ભાવ ઉત્પન્ન થાય છે તે પર નિમિત્ત થકી જ ઉત્પન્ન થાય છે. માટે પર કંઈ કરતું નથી એવા ખોટા મિથ્યા કલ્પના તરંગો છોડી દઈ - શુષ્કજ્ઞાનની વાતો રહેવા દઈ, ૫૨ને રાગાદિનું ચોક્કસ નિશ્ચિત નિમિત્ત જાણી, પરના સંગનો સર્વથા પરિત્યાગ કરવો અને એમ કરી આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવો એજ જ્ઞાની પુરુષોના ઉપદેશનો મુખ્ય ધ્વનિ છે. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.’’ શ્રી યશોવિજયજી કૃત સવાસો ગાથાનું સ્તવન આ શ્લોક અંગે તલસ્પર્શી તત્ત્વમીમાંસા કરતાં મહાત્મા ગણેશપ્રસાદજી વર્ણીજીએ તેમના સુપ્રસિદ્ધ ટેપ રેકોર્ડિંગવાળા પ્રવચનમાં વચન ટંકાર કર્યો છે કે - ઈસ તરહ સે આત્મા સ્વયં કેવલ અકેલા પર સમ્બન્ધમન્તરેણ રાગાદિક રૂપ સ્વયં ન પરિણમતે, કિન્તુ તસ્મિન્ નિમિત્તમ્ પરસંગ એવ - ઉસકે પરિણમનમેં પર નિમિત્ત, પર સંગ હી હૈ, ઉસકે નિમિત્ત કો પાકર કે આત્મા રાગાદિ રૂપ પરિણમન જાતા હૈ. યહ વસ્તુ કા સ્વભાવઃ ઉદેતિ - યહ વસ્તુ કા સ્વભાવ હૈ. ઈસ પ્રકાર વસ્તુ કે સ્વભાવ કો જાનતે હૈ વો શાની હૈં, વે અપની આત્મા કો રાગાદિક નહિ કરકે કારક નહીં હોતે ઔર જો જ્ઞાની નહીં હૈ વો કારક હોતે હૈ. ઈસકા તો તાત્પર્ય યહી હૈ.'’ વિભાવ શક્તિ હી એક ઐસી ચીજ હૈ કિ જિસકે - જિસકે દ્વારા આત્માનેં પરિણમન હોતા હૈ, પર પદાર્થ કા સમ્બન્ધ રહતા હૈ. પદાર્થ પદાર્થ કા સમ્બન્ધ આજ કા નહિ હૈ, અનાદિ કાલ કા હૈ અનાદિ કાલ કા સમ્બન્ધ હોને સે આત્મા કા વો રાગાદિ રૂપ, દ્વેષાદિક રૂપ, ક્રોધ રૂપ, માન રૂપ, માયા લોભાદિક રૂપ, જિતના ભી પરિણમન હૈ આત્મા કા સ્વભાવ નહીં હૈ - વિભાવ શક્તિ કા હૈ, વિભાવ શક્તિ આત્મા હૈ અન્દર હૈ સો ઐસો પરિણમન જાય, પર કા નિમિત્ત મિલે તો ઉસ રૂપ પરિણમન જાય. ઈસ વાસ્તે હમ સબકો ઉચિત હૈ કિ નિમિત્ત કારણોં કો જો હૈ ઉતનો હી આદર દેવેં જિતની કિ આદર દેને કી જરૂરત હૈ, ઉપાદાન કારણ પર ઉતનો હી આદર દેવેં જિતની કી જરૂરત હૈ. ઉસકો અધિક માનો યા ઈસકો અધિક માનો યહ તત્ત્વ નહીં હૈ, દોનોં અપને અપને મેં સ્વતંત્ર હૈ. ઉપાદાન ભી સ્વતન્ત્ર હૈ, વો કહે કિ મૈં નિમિત્ત બિના પરિણમન જાઉં તો કોઈ તાકત નહીં. કેવલ ઉપાદાન કી તાકત નહીં હૈ કિ નિમિત્ત ન મિલે ઔર વહ પરિણમન જાય. સો પરિણમેગા વો હી પર નિમિત્ત કો પાહર કે. જૈસે કુમ્ભકાર ઘટ કો બનાતા હૈ, સબ કોઈ જાનતા હૈ કિ કુમ્ભકાર ઘટકો બનાતા હૈ. અગર કુમ્ભકાર નહીં હોય તો ઘટ પરિણામ કે સમ્મુખ ભી હૈ ઔર ઘટ પરિણામ કી પ્રાપ્તિ કે ઉન્મુખ ભી હૈ. પરન્તુ કુમ્ભકાર મન્તરેણ વિના નહીં પરિણમન સકતા. કુમ્ભકારાદિ નિમિત્ત હો ઔર બાલૂ કા પુંજ લગા હો તો ઘટકા પરિણમન હો જાય સો નહીં હૈ, ઈસ વાસ્તે ઉપાદાન ઔર નિમિત્ત દોનોં અપને અપને મેં બરાબર કી ચીજ હૈ. કોઈ ન્યૂનાધિક ઉસમેં માને સો નહીં હૈ. ઈ.’’ શ્રી ગણેશપ્રસાદજી વર્ણીજીનું પ્રવચન (ટેપ રેકોર્ડિંગ) - *** ૪૭૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy