SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર • આત્મખ્યાતિ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો સમયસાર કળશ (૧૦) પ્રકાશે છે – इन्द्रवज्रा विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावना दात्मानमात्मा विदधाति विश्वं । मोहैककंदोध्यवसाय एष, નાસ્તe વેષ યતિતિ પર્વ . જગથી જૂદો પણ જે પ્રભાવે, આત્મા જ આત્મા જગ વિરચાવે; મોહૈક કંદી વ્યવસાય એજ, જેને ન છે હ્યાં યતિઓ જ તેજ. ૧૭૨ અમૃત પદ-૧૭૨ “વીતરાગ જય પામ' - એ રાગ તેઓ જ યતિઓ જાણ, જગતમાં તેઓ જ યતિઓ જાણ ! મોહૅક કંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ !... જગમાં તેઓ જ. ૧ જેહ અધ્યવસાય પ્રભાવે, મોહિત એહ મૂઢાત્મ, વિશ્વથી વિભક્ત તોય વિશ્વરૂપ, આત્મ કરે છે આત્મ. જગતુમાં તેઓ જ. ૨ હું ને મારૂં જગના પગ બે, એ જેના ફરજંદ, એવો અધ્યવસાય જ નિશ્ચય આ, મોહ તણો એક કંદ... જગતમાં તેઓ જ. ૩ મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ ! ભગવાન અમૃતચંદ્ર મુની, ભાખી અમૃત વાણ... જગમાં તેઓ જ.૪ અર્થ - ફુટપણે વિશ્વથી વિભક્ત (જૂદો) છતાં જેના પ્રભાવ થકી આત્મા આત્માને વિશ્વ કરે છે, એવો આ મોહ એક કંદ અધ્યવસાય જેઓને અહીં છે નહિ, તેઓ જ યતિઓ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૧, વચનામૃત આ અધ્યવસાન જેને છે નહિ તેઓ જ યતિઓ છે એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ અમૃતચંદ્ર મુની પ્રકાશ્યો છે - આ આત્મા “વિશ્વથી' - અખિલ જગતથી વિભક્ત' - જૂદો - પૃથફ છતાં જેના પ્રભાવ થકી - “યત્રમાવાસ્' આત્મા આત્માને વિશ્વ કરી મૂકે છે - “માત્માનમાત્મા વિધતિ વિશ્વ', તે આ “મોહૅક કંદ અધ્યવસાય - મોદૈવીષ્યવસાય પણ - મોહનો ‘એક’ - અદ્વિતીય - અનન્ય કંદ અધ્યવસાય જેઓને અહીં - આ વિશ્વમાં છે નહિ. તેઓ જ યતિઓ છે - “તત વિ' - આત્માને આત્મામાં જ સંયમી રાખનારા આત્મસંયત મુનદ્રો છે. તે આત્મા જ આત્માની પોતાની સમસ્ત સૃષ્ટિનો કર્તા આ અધ્યવસાન પ્રભાવે જ થાય છે. પર વસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ અધ્યવસાનને લીધે જ પ્રત્યેક આત્મા પોત પોતાના આત્મગત, પરગત ને ૪૪૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy