SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉત્થાનિકા રૂપ સમયસાર કળશ (૮) સંગીત કરે છે - अनुष्टुप् मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् । य एवाध्यवसायोयमज्ञानात्मास्य दृश्यते ॥१७०॥ આ મિથ્યાદેષ્ટિને તે જ, બંધહેતુ વિપયર્થે; અજ્ઞાનાત્મા જ દેખાય, જે જ અવ્યવસાય એ. ૧૭૦ અમૃત પદ-૧૭૦ “પંથડો નિહાળું રે બીજ જિન તણો રે' - એ રાગ અધ્યવસાન જ બંધ નિદાન છે રે, કહે નિશ્ચય ભગવાન, અજ્ઞાનમય આ અધ્યવસાન કરે રે, મિથ્યાષ્ટિ અજ્ઞાન... અધ્યવસાન જ. ૧ મિથ્યાદેષ્ટિને વિપર્યય થકી રે, બંધ હેતુ તે હોય, અધ્યવસાન જે એનું દેખાય છે રે, અજ્ઞાનાત્મક સોય... અધ્યવસાન જ બંધ. ૨ પરનું કરે પર જે એમ દેખતો રે, મિથ્યાદેષ્ટિ અજ્ઞાન, વસ્તુ સ્વરૂપ વિપર્યય દેખતો રે, તેથી કરે અધ્યવસાન... અધ્યવસાન જ બંધ. ૩ ઉંધા ચશ્માથી અહીં દેખતાં રે, ઉંધું બધું દેખાય, કમળાથી અકળાતા રોગીને રે, પીળું પીળું જ કળાય... અધ્યવસાન જ બંધ. ૪ અધ્યવસાન આ મિથ્યાષ્ટિને રે, વિપર્યય થકી આમ, બંધહેતુ હોય નિશ્ચય એ વદે રે, ભગવાન અમૃત સ્વામ ... અધ્યવસાન જ. ૫ અર્થ - જે જ આ અજ્ઞાનાત્મા (અજ્ઞાન સ્વરૂપ) અધ્યવસાય આનો દેખાય છે, તે જ આ મિથ્યાદેષ્ટિને વિપર્યયને (વિપર્યાસને) લીધે બંધહેતુ હોય છે. ૧૭૦ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “બહાર ઉપાધિ એ જ અધ્યવસાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા ૨ વિધ્યવસાયોમજ્ઞાનાત્માસ્ય દૃશ્યતે - અજ્ઞાન જેનો આત્મા સ્વરૂપ છે એવો અજ્ઞાનાત્મા જે જ અધ્યવસાય આનો - મિથ્યાદેષ્ટિનો દેખાય છે, તે જ આ મિથ્યાષ્ટિને, “વિપર્યયને લીધે- વિપર્યાસને લીધે - ઉલટી ઉંધી બુદ્ધિને લીધે, બંધનો હેતું હોય છે - “નિધ્યારે વીર્ય વંઘહેતુ ર્વિષર્થયાત્, એમ આ ઉત્થાનિકા કળશમાં અધ્યવસાય જ બંધહેતુ છે એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કર્યું છે. આકૃતિ 'મિથ્યાષ્ટિને દેખાય છે? બંધહેતુ વિપર્યય થકી અધ્યવસાય અજ્ઞાનાત્મા
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy