SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રકૃતિનો વિકાર, પુદ્ગલનો વિકાર, શબ્દાદિ વિષયો પ્રાકૃત ભાવ છે, પ્રકૃતિના વિકાર રૂપ - પુદ્ગલના વિકાર રૂપ છે અને તે બુદ્ધિમાં પર્યવસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, બુદ્ધિગમ્ય ભાવો છે. આવા આ શબ્દાદિ વિષયો રૂપ પ્રાકૃત ભાવોમાં જેઓનું ચિત્ત અનાસક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભવભોગથી - સાંસારિક ભોગથી વિરક્ત થયેલા જનો “ભવાતીતાર્થ ગામી' કહેવાય છે. શબ્દાદિ વિષયોમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેઓનું ચિત્ત ઉઠી ગયું છે, સાંસારિક ભોગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભોગથી વિરક્ત - સાચો અંતરંગ વૈરાગ્ય પામેલા આ શાની ખરેખરા “ભવાતીત અર્થગામી' છે. કારણકે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં - સંસારમાં સ્પર્શતું નથી, લેપાતું નથી, અસ્કૃષ્ટ રહે છે, જળકમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વપ્ર - ઈદ્રજાલ જેવી પુદ્ગલ રચના તેઓને કારમી - અકારી લાગે છે અને જગતની એઠ રૂપ તે પુદ્ગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંવેગરંગી મહાત્માઓને અત્યંત આકરું લાગે છે - પરમ આત્મા શ્રીમદ્ રાજચંદ્રએ સ્વાનુભવસિદ્ધપણે કહ્યું છે તેમ, “આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત અસહ્ય લાગે છે. સાક્ષાત્ જીવન્મુક્ત દશા જીવનમાં અનુભવનારા જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ સ્વાનુભવોલ્ગાર છે કે - “જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્ર રૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે. * કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવા રૂપ થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૩૮૫ આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત - ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયોમાં - પ્રાકૃત ભાવોમાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવોમાં તો સામાન્ય પ્રાકૃત જનો જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી જીવો જ આસક્ત થાય, પણ સાચા અંતરંગ વૈરાગ્યવાનું મહામુમુક્ષુ આત્માનંદી શાની મહાજનો કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિ. આવા વૈરાગ્યવાસિત આત્માઓ, સાચા “વૈરાગીઓ' જ - વીતરાગ જ્ઞાનીઓ જ સંસારથી પર એવા અર્થ - તત્ત્વ પ્રત્યે , ગમન કરનારા - પર તત્ત્વને જણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા છતાં તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને - સંસારી વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી, સાંસારિક કર્મ મધ્યે પડેલ છતાં સકલ કર્મથી લેપાતું નથી. તેથી મોહમયી માયામાં પણ અમોહ સ્વરૂપ એવા તે વિતરાગ જાની મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે. “મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિયે શાની દશા, બાકી બીજી બાત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વમ સમાન; તે કહિયે જ્ઞાનદશા, બાકી વાચા જ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯, ૧૪ ૩૧૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy