SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૪ અત્ર શાસ્ત્રકાર ભગવાને કથન કર્યું છે અને તેનું અપૂર્વ પરિભાવન “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – એમ - ઉપરમાં વિવરી દેખાડ્યા તે ધર્મ - અધર્મ – રાગ - દ્વેષાદિ – અશન - પાન આદિ એટલે કે તેના જેવા બીજા પણ તેવા તેવા બહુ પ્રકારના - ઘણા પ્રકારના જે શાનીને સર્વે જ પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો છે, તે સર્વને જ - સમસ્તને જ શાની નથી ઈચ્છતો. ભાવોનો પરિગ્રહ છે નહિ અર્થાતુ આત્માથી પર એવા પરદ્રવ્યના જે કોઈ પણ ઘણા ઘણા પ્રકારના ભાવો છે, તેમાંથી કોઈ પણ ભાવ - પરમાણુમાત્ર પણ ભાવ મને તો એમ જ્ઞાની' - જેને સ્વપરનો વિવેક થઈ આત્માનું જ્ઞાન ઉપજ્યું છે એવો ખરેખરો આત્મજ્ઞાની ઈચ્છા કરતો નથી અને આમ જ્ઞાનીને કોઈ પણ પરભાવની લેશ પણ ઈચ્છાનો સર્વથા અભાવ છે, તેથી જ્ઞાનીને સર્વેય પરદ્રવ્ય ભાવોનો પરિગ્રહ છે નહિ - “જ્ઞાનિનઃ સર્વેષાપિ પૂરદ્રવ્યમાવાનાં પરિગ્રહો નાતિ !' આત્માથી પર એવા પરદ્રવ્યનો કોઈ પણ પરમાણુમાત્ર પણ ભાવ મ્હારો છે એવો સમય માત્ર પણ મમત્વ રૂપ - મૂચ્છ ભાવરૂપ “પરિગ્રહ’ - આત્માને ચોપાસથી ભીડો લેનારો માલિકી ભાવ - સ્વામિત્વ ભાવ જ્ઞાનીને છે નહિ. એમ - એવા પ્રકારે જ્ઞાનીનું “અત્યંત નિષ્પરિગ્રહપણું' - સર્વથા પરિગ્રહરહિતપણું સિદ્ધ થયું - ‘તિ સિદ્ધ જ્ઞાનિનોડયંત નિગ્રહત્વે !' એટલે હવે “એમ” - ઉક્ત પ્રકારે “અશેષ ભાવાંતર પરિગ્રહના શૂન્યપણાને લીધે સમસ્ત અજ્ઞાન ઉદવાંત કરેલું વમન કરેલ) છે' એવો જ્ઞાની “સર્વત્ર પણ અત્યંત અશાન વધ્યું છે એવા નિરાલંબ હોય છે. અર્થાત જ્યાં કાંઈ પણ શેષ - બાકી રહ્યું નથી એવા શાની સર્વત્ર નિરાલંબ : “અશેષ' ભાવાંતરના એટલે કે આત્માથી અન્ય - જૂદા ભાવના પરિગ્રહનું વિશાનઘન આત્માનુભવ જ્ઞાનીને “શન્યપણું' - મીંડાપણું - સર્વથા અભાવપણું હોય છે, સમસ્ત પરભાવના પરિગ્રહના નામે જ્ઞાનીએ મોટું મીંડું મૂકાવ્યું હોય છે ! એટલે આમ ‘કશેષમાવાંતરપરપ્રદશૂન્યત્વત’ - અશેષ ભાવાંતર - પરિગ્રહના શૂન્યપણાને લીધે જ્ઞાની સમસ્ત અજ્ઞાન ઉદ્ઘાંત કરેલું છે જેણે એવો હોય છે, દ્વાંતસમસ્તાનઃ', અર્થાત્ કોઈ પણ પરદ્રવ્ય ભાવ માત્રનું પરિગ્રહણ એ અજ્ઞાન છે અને જ્ઞાની તો પરભાવ માત્રના પરિગ્રહણથી શૂન્ય છે, એટલે જ્ઞાનીએ સમસ્ત અજ્ઞાનનું અત્યંત વમન કરી નાંખ્યું છે, અનાદિથી પરભાવ પરિગ્રહ રૂપ અજ્ઞાન આત્માના ઉદરમાં એકઠું થયું હતું, તે બધું ય ઓકી નાંખ્યું છે, એટલે અજ્ઞાનનો કોઠો સાવ ખાલી થયો છે અને તેને સ્થાને જ્ઞાનનો કોઠો પૂરેપૂરો ભરાઈ ગયો છે. આમ અશેષ ભાવાંતર પરિગ્રહના શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાંખ્યું છે એવો આ શાની સર્વત્ર પણ અત્યંત નિરાલંબ હોય છે - “સર્વત્રાડથત્યંતનિરર્તવઃ |’ કેવલ જ્ઞાનમય આત્મા સિવાય ક્યાંય પણ અન્ય ભાવનું આલંબન કરતો નથી, કોઈ પણ પરભાવને લેશ પણ પકડતો નથી. એટલે આમ સર્વત્ર પણ અત્યંત નિરાલંબ થઈને તે “પ્રતિનિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ” હોય છે - “પ્રતિનિયતરંછોછીર્થે જ્ઞાયજમાવ: |’ અર્થાતુ “પ્રતિનિયત' - પ્રતિવિશિષ્ટપણે (ખાસ - special) નિયત' - ત્રણે કાળમાં ન ચળે એવા અચળ અખંડ અબાધિક નિશ્ચય રૂ૫ “ટંકોત્કીર્ણ - ટંકથી - ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ અક્ષરની જેમ અક્ષર “એક - અદ્વિતીય - અદ્વૈત “જ્ઞાયક ભાવ’ - જાણનાર જ્ઞાતા ભાવ હોય છે. આમ સર્વ અજ્ઞાનથી જેનો અંતરાત્માનો કોઠો ખાલી થયો છે અને કેવલ જ્ઞાનથી જ જેનો અંતરાત્માનો કોઠો આકંઠ ભરાયેલો છે, એવો પ્રતિનિયત ટંકોત્કીર્ણ એક શાયક રૂપ હોતો શાની, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે', “સાક્ષાત્ વિજ્ઞાન માત્માનનુમતિ /' અર્થાત્ જ્યાં પરભાવનો પરમાણુ માત્ર પણ સમય માત્ર પણ પ્રવેશી ન શકે એવો જે “ઘ” - નક્કર (solid, compact) વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનનો જ ઘન છે. એવા વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે - સાક્ષાત્ વિજ્ઞાનનમભાન મનમવતિ |’ ૨૯૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy