SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૧૫ બેસી સ્વરૂપના ઘર માંહિ, યોગી સાક્ષી ભાવે આંહિ, પુદ્ગલ જાલ તમાસો જુવે, લીલા લહેર મફત અનુભવે.” - યોગદૃષ્ટિ કળશ', ૧૨૫ (સ્વરચિત) અને આવી જ્ઞાનદશા પણ ક્યારે પ્રાપ્ત થાય છે ? જ્યારે શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે, જ્યાં વેદ્ય વસ્તુના સમ્યક સંવેદનરૂપ-આત્મસંવેદન રૂપ નિશ્ચય “વેદ્ય સંવેદ્ય” પદ પ્રગટે છે એવી સ્થિરા-કાંતા આદિ નિશ્ચય સમ્યગૃષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે. આવી ઉચ્ચ યોગદષ્ટિ રૂપ જ્ઞાનદશાને પામેલા અપવાદરૂપ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની પુરુષોને ભોગ પણ આત્મબાધક થતા નથી. જે ભોગ સાગરમાં ભોગી ડબી મરે છે તેને આવા સમર્થ યોગી શીધ્ર તરી જાય છે ! જે ભોગથી બીજાના ભોગ મરે છે, તે ભોગ પણ આવા ઉત્તમ યોગીને ઉચ્ચ યોગદશા સંપન્ન યોગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણકે “આ કાંતા* દૃષ્ટિમાં શાનીનું જ્ઞાન સામર્થ્ય કર્માક્ષિપ્ત પણાથી ભોગશક્તિ નિર્બલ હોય છે, તે નિરંતર સ્વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી - દીપને જે વાયરો બૂઝાવી નાંખે છે, તે પ્રજ્વલિત એવા દાવાનલને બૂઝાવી શકતો નથી, પણ ઉલટો તેને સહાયતા જ કરે છે. તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકો જ નથી એવા કર્મનો ક્ષય થતો હોવાથી બળવાનું ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિર્બળપણાને લીધે તેનો વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે ? મહામલ્લને નિર્બલ બાલક શું કરી શકે ? જે કે પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પણ જ્ઞાનીની તાકાત એટલી બધી હોય છે કે તેને ભોગો કંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં તો ધારણા વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભોગો પણ. લેશ પણ પ્રમાદ ઉપજાવી શકતા નથી ! શુદ્ધોપયોગ ભાવનાનું એટલું બધું પ્રબલપણું હોય છે કે તે ભોગો પણ શુદ્ધાત્માનુભૂતિથી પ્રમત્ત કરી શકતા નથી. અર્થાતુ ભોગ મળે પણ તેવો વિશિષ્ટ જ્ઞાની : વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપ સ્થિત અપ્રમત્ત જ રહે છે, એવો તે બળવાનું જ્ઞાન સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ યોગી પણ પરમાર્થથી ભાવસાધુ જ છે અને તેવા જ્ઞાન સામર્થ્ય સંપન્ન શુદ્ધાત્માનુભવી ભાવયોગીને રાગાદિ ભાવોના અભાવે ભોગો પણ બંધહેતુ ન થાય એમાં આશ્ચર્ય શું? ** “વૈરાગ્ય ભાવનાએ વેદે તેને ઉદય કહેવાય, ઈચ્છા સહિત ભોગવે અને ઉદય કહે તે તો શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.” “પોતે ત્યાગ કરી શકે નહીં અને બહાના કાઢે કે મારે અંતરાયો ઘણા છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે “ઉદય” છે એમ કહે. “ઉદય ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કુવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાતુ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૪૩, ઉપદેશ છાયા (૫૭) સિમ્યગુદૃષ્ટિ જ્ઞાની * "धर्मशक्ति न हत्यस्यां भोगशक्ति बलीयसीम् । ત્તિ રીવાદો વાપુ પર્વતન્ત ન સૂવાના ” - શ્રી યશોવિજયજી કૃત (ા.તા. ૨૪-૧૫ ૨૦૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy