SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૪ ભર્તાથી - પતિથી તેનું ચિત્ત “વાંકે' - વક્ર છે – આડું ગમન કરનારું છે, (૩) જેમ ધાવ માતા બાલકને - ધવરાવે છે, લાલન-પાલન કરે છે અને તે બાલક જે કે તેના “અંકમાં' - ખોળામાં - ઉત્કંગમાં છે છતાં તેને “ઓરનું' - પારકાનું બાળક જાણે છે, તેમ જ્ઞાનવંત નાના ભાંતિ' - નાના પ્રકારના કૃત્ય કરે છે, પણ તે તે ક્રિયાને ‘ભિન્ન’ - આત્માથી જૂદી માને છે, જેથી કરીને તે નિકલંક' - નિષ્કલંક છે, કોઈ પણ પ્રકારના કર્મ કલંકથી રહિત છે, તેમજ - (૪) જેમ રાત દિવસ કમલ “પંકમાં જ' - કાદવમાં જ રહે છે, તેથી તે “પંકજ' (પંકમાં જન્મેલ) કહેવાય છે. પણ તે પંકજ'ની અંદર જરા પણ “પંક” નથી, (૫) જેમ મંત્રવાદી “વિષધર' પાસે - ઝેરી નાગ પાસે “ગાત્ર ગ્રહાવે છે' - પોતાનું અંગ કરડાવે છે, પણ મંત્રની શક્તિને લીધે તે વિષડંખ વિનાનો હોય છે. (૬) જેમ જીભ “ચિકનાઈ' - ચીકાશ રહે છે છતાં અંગે પોતે “રૂક્ષ' - લૂખી ને લૂખી જ રહે છે, (૭) જેમ કનક પાનીમાં કોઈકો અટંક હોય છે : - તેમ જ્ઞાનવંત “કરતૂત' - કૃત્ય કરે છે, પણ તે તે ક્રિયાને ભિન્ન' - આત્માથી જુદી માને છે, જેથી કરીને તે “નિકલંક - નિષ્કલંક છે. કોઈ પણ પ્રકારના કર્મ કલંકથી રહિત છે - “તૈસે જ્ઞાનવંત નાનાભાંતિ કરતુતિ હાનિ, કિરિયાકૌ ભિન્ન માને યાતે નિકલંક હૈ.” - અમૃતચંદ્રજીના અમૃત ભાવે ઝીલતું બનારસીદાસજીનું અમર કવન આ રહ્યું - “મૈં ભૂપ કૌતુક સરૂપ કરે નીચ કર્મ, કૌતુકી કહાવૈ તાસૌ કૌન કહે રંક હૈ? જૈસેં વિભયારિની વિચારે વિચાર વાકૌ, ભારહસૌ પ્રેમ ભરતા સૌ ચિત બંક હૈ, જૈસૈ ધાઈ બાલક ચુંઘાઈ કરૈ લાલિ પાલિ જાનૈ તાહિ ઔર કો જદપિ વાકે અંક હૈ, તૈસૈ ગ્યાનવંત નાના ભાંતિ કરતૂતિ ઠાનૈ, કિરિયા કૌ ભિન્ન માને યાતે નિકલંક હૈ. જૈસૈ તેં નિસવાસર કમલ રહૈ પંક હી હૈં, પંકજ કહાવૈ પૈ ન વાÁ ઢિગ પંક હૈ, જૈસૈ મંત્રવાદી વિષધરસીં ગણાવે ગાત, મંત્રકી સકતિ વાકે વિના વિષ ડંક હૈ, જૈસેં જીભ ગણે ચિકનાઈ રહૈ રૂખે અંગ, પાની મેં કનક જૈસેં કાઈકો અટંક હૈ,. તૈમેં ગ્યાનવંત નાના ભાંતિ કરતૂતિ ઠાનૈ, કિરિયા કૌ ભિન્ન માને યાતે નિકલંક હૈ.' - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના. નિર્જરા અ. ૪-૫ આમ કૌતુકી રાજાની જેમ, વ્યભિચારિણીની જેમ, ધાવ માતાની જેમ, પંકજની જેમ, મંત્રવાદી ગાડીની જેમ, જીભની જેમ, સોનાની જેમ, નાના વિધ કર્મ કરતાં છતાં પાપ સખા ભોગ તેથી ન્યારા અલેપ અસંગ રહેનારા જ્ઞાની કર્મ કલંકથી ખરડાતા નથી, તે તેમના જ્ઞાનનું જ સામર્થ્ય છે અથવા (અને) પરમ વૈરાગ્યનું જ સામર્થ્ય છે. કારણ આપણે ઉપરમાં વિસ્તારથી વિચાર્યું તેમ “વિષય વાસના ત્યાગો ચેતન, સાચે માર્ગને લાગો રે.. એમ નિરંતર આત્માને ઉદ્બોધન કરનારા ભાવિતાત્મા જ્ઞાની સારી પેઠે જાણે છે કે - ભોગ પાપનો સખા છે, “ખરેખર !” અલક્ષ્મીની જેની સખી છે એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી', તેમ પાપ જેનો સખા છે એવો ભોગ વિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતો નથી.” અર્થાતુ ભોગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે કે જ્યાં જ્યાં ભોગપ્રવૃત્તિ છે ત્યાં ત્યાં તેનો મિત્ર પાપ અવશ્ય હાજર હોય જ છે, એવા એ બન્નેનો અવિનાભાવી સંબંધ છે અને પાપથી તો દુઃખ જ છે, તો પછી જેનાથી પાછળમાં દુઃખ છે એવા પાપસખા ભોગથી સુખ કેમ થાય ? ઉલટું તે ભોગસુખ પ્રાપ્ત કરવા જતાં આત્માનું સુખ ટળે છે ને આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આવા પાપસખા ભોગની ઉત્પત્તિમાં પ્રાપ્તિમાં અને ઉપભોગમાં સર્વત્ર પાપ પાપ ને પાપ જ છે અને એટલા માટે જ આત્માર્થી મુમુક્ષને સમસ્ત ભોગ પ્રવૃત્તિ રોગની જેમ વર્ય જ છે. એમ જણનારા સંવેગરંગી સમ્યકર્દષ્ટિ જ્ઞાની સમસ્ત વિષયભોગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે. "न ग्रलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । તથા પાપા તોલે દિનાં મોવિસ્તરઃ ” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૧૫૯ ૨૦૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy